Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૭૬
પંચસંગ્રહ-૨
૩. મનુષ્યનો, ૪. દેવનો, ૫. મનુષ્યનો.
જેણે પરભવનું આયુ બાંધ્યું જ નથી અને ક્ષાયિકસમ્યક્ત ઉત્પન્ન કરે છે, તે ચરમશરીરી કહેવાય છે. તેઓ તો ક્ષાયિકસમ્યક્ત ઉત્પન્ન થયા બાદ તરત જ ચારિત્રમોહનીયની ક્ષપણાનો આરંભ કરે છે, અને તે જ ભવમાં મોક્ષમાં જાય છે. આ રીતે દર્શન મોહનીયની ક્ષપણાનું સ્વરૂપ કહ્યું. ૪૭
હવે ચારિત્રમોહનીયની ઉપશમનાનું સ્વરૂપ કહે છે–તે ચારિત્ર મોહનીયની ઉપશમનાનો અધિકારી વૈમાનિક દેવ વિષયક જેણે આયુ બાંધ્યું હોય તેવો ક્ષાયિકસમ્યક્તી અથવા વૈમાનિક વિષયક આયુ બાંધ્યું હોય કે ન બાંધ્યું હોય એવો વેદકસમ્યક્તી છે. જે વેદક સમ્યક્ત છતાં ઉપશમશ્રેણિ માંડે છે ચારિત્રમોહનીયની ઉપશમના માટે પ્રયત્ન કરે છે, તે પ્રથમ કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધિની વિસંયોજન કરીને કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધિને ઉપશમાવીને દર્શનમોહનીયત્રિક ઉપશમાવે છે. ત્યારપછી ચારિત્રમોહનીયની ઉપશમના માટે પ્રયત્ન કરે છે. અનંતાનુબંધિની વિસંયોજના તથા ઉપશમના કેવી રીતે કરે છે તે પહેલાં કહેવાઈ ગયું છે. હવે દર્શનત્રિકની ઉપશમનાનો વિધિ કહે છે
अहवा दंसणमोहं पढमं उवसामइत्तु सामण्णे । ठिच्चा अणुदइयाणं पढमठिई आवली नियमा ॥४८॥ पढमुवसमं व सेसं अंतमुहुत्ताउ तस्स विज्झाओ । संकेसविसोहिओ पमत्तइयरत्तणं बहुसो ॥४९॥.
अथवा दर्शनमोहं प्रथममुपशमय्य श्रामण्ये । स्थित्वा अनुदितयोः प्रथमस्थितिरावलिका नियमात् ॥४८॥ प्रथमोपशमवच्छेषं अन्तर्मुहूर्तात् तस्य विध्यातः ।।
संक्लेशविशुद्धितः प्रमत्तेतरत्वं बहुशः ॥४९॥ અર્થ અથવા પ્રથમ શ્રમણપણામાં રહીને દર્શનમોહનીય ઉપશમાવીને ચારિત્રમોહનીયની ઉપશમના કરે છે. અનુદિત મિથ્યાત્વ અને મિશ્રમોહનીયની પ્રથમ સ્થિતિ આવલિકામાત્ર હોય છે. શેષ હકીકત પ્રથમોપશમવતુ જાણવી. અંતર્મુહૂર્ત ગયા બાદ દર્શનદ્રિકનો વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. સંક્લેશ અને વિશુદ્ધિના વશથી પ્રમત્ત અને અપ્રમત્તપણામાં બહુ વાર ફરે છે.
ટીકાનુ—વૈમાનિક દેવનું જેણે આયુ બાંધ્યું છે એવો કોઈ આત્મા પ્રથમ અનંતાનુબંધિ ખપાવ્યા બાદ દર્શનમોહનીય ખપાવી ક્ષાયિકસમ્યક્ત પામી ચારિત્રમોહનીયની ઉપશમનાનો પ્રયત્ન કરે છે. અથવા પ્રથમ અનંતાનુબંધિ ખપાવ્યા કે ઉપશમાવ્યા બાદ દર્શનત્રિક ઉપશમાવીને પણ કોઈ ચારિત્રમોહનીયની ઉપશમનાનો પ્રયત્ન કરે છે. તે દર્શનત્રિકની ઉપશમના શ્રમણપણામાં જ કરે છે. દર્શનત્રિકની ઉપશમના કરતાં યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ એ ત્રણે કરણી થાય છે, તેનું સ્વરૂપ પૂર્વે મિથ્યાત્વની કે અનંતાનુબંધિની ઉપશમના કરતાં જેમ કહ્યું