Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૬૬૭
કાળમાં હજારો રસઘાત કરે છે.
ગુણશ્રેણિ–ઉદયસમયથી આરંભી અંતર્મુહૂર્તપ્રમાણ સ્થિતિથી ઉપરનાં સ્થાનકોમાંથી દલિકો ગ્રહણ કરીને તેને ઉદયાવલિકાના ઉપરના સમયથી આરંભી અંતર્મુહૂર્ત પ્રમાણ સમયોમાં પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર સમયમાં અસંખ્યાત-અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. આ પ્રમાણે પ્રતિસમય અંતર્મુહૂર્તથી ઉપલાં સ્થાનકોમાંથી અસંખ્યાત અસંખ્યાતગુણ વધારે દલિકોને ઉતારીને ઉદયાવલિકાના ઉપરના સમયથી આરંભી પૂર્વોક્તક્રમે ગોઠવે છે. આ ગુણશ્રેણિનું–દળરચનાનું અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં મોટું છે, એટલે કે અપૂર્વકરણના પ્રથમસમયે જે દલિક ઉતારે છે તેને ઉદયાવલિકા છોડી તેના ઉપરના સમયથી આરંભી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં વધારે સમયોમાં ગોઠવે છે. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના સમયોને ભોગવીને જેમ જેમ ખલાસ કરતો જાય તેમ તેમ દળરચના શેષ શેષ સમયોમાં થાય છે, પણ ઉપર વધારતો નથી. એટલે કે અપૂર્વકરણના પહેલે સમયે ગુણશ્રેણિનો જે છેલ્લો સમય હતો તે જ છેલ્લા સમય તરીકે કાયમ રહે છે.
ગુણસંક્રમ–અપૂર્વકરણના પ્રથમસમયે અનંતાનુબંધિનું દલિક બંધાતી સ્વજાતીય પર પ્રકૃતિમાં થોડું સંક્રમાવે છે, બીજે સમયે અસંખ્યાતગુણ વધારે સંક્રમાવે છે, ત્રીજે સમયે તે કરતાં અસંખ્યાતગુણ વધારે સંક્રમાવે છે, એમ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણ વધારે થાવત અપૂર્વકરણના ચરમ સમયપર્યત સંક્રમાવે છે. અનંતાનુબંધિની ઉપશમના કરતાં ગુણસંક્રમ માત્ર અનંતાનુબંધિનો જ થાય છે, અબધ્યમાન દરેક અશુભ પ્રકૃતિનો ગુણસંક્રમ તો આઠમા ગુણસ્થાનકથી શરૂ થાય છે.
અન્યસ્થિતિબંધ–અપૂર્વકરણના પ્રથમસમયે અપૂર્વ-અલ્પ સ્થિતિબંધ કરે છે, ત્યારપછીનો બીજો પલ્યોપમના સંખ્યાતમા ભાગહીન કરે છે, એમ પછી પછીની સ્થિતિબંધો પલ્યોપમના સંખ્યામાભાગે ન્યૂન ન્યૂન થતા જાય છે. સ્થિતિઘાત અને સ્થિતિબંધનો કાળ સરખો છે એટલે કે સ્થિતિઘાત અને સ્થિતિબંધ સાથે જ શરૂ થાય છે અને સાથે જ પૂર્ણ થાય છે.
આવી રીતે આ પાંચે પદાર્થોને અપૂર્વકરણમાં એકીસાથે આરંભે છે. એકીસાથે ચડેલા જીવોમાં પણ અધ્યવસાયનું તારતમ્ય હોય છે તેથી તેનું નિવૃત્તિ એ બીજું નામ પણ છે. અપૂર્વકરણ પૂર્ણ કરી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અપૂર્વકરણ ત્યાં સુધી કહેવાય કે જ્યાં સુધી ચડેલા જીવોમાં પણ અધ્યવસાયનું તારતમ્ય હોય. ત્યાર બાદ જે સમયથી સાથે ચડેલા જીવો સમાન પરિણામવાળા થાય તે સમયથી અનિવૃત્તિકરણની શરૂઆત થાય છે, એમ સમજવું.
આ કરણમાં દરેક સમયે એકીસાથે ચડેલા એક એક જીવોના અધ્યવસાયો સરખા હોય છે. માત્ર પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધ હોય છે. એટલે આ કરણના જેટલા
૧. જેના ઉદય હોય છે તેની ગુણશ્રેણિ ઉદયસમયથી આરંભીને થાય છે, જેનો ઉદય નથી હોતો તેની ગુણશ્રેણિ પ્રદેશોદયાવલિકા છોડી ઉપરના સમયથી થાય છે.
* ૨. જે સ્થિતિનો ઘાત થાય છે તેમાંથી દલિકો ગ્રહણ કરે છે અને ગુણશ્રેણિના ક્રમે ગોઠવે છે એમ કર્મપ્રકૃતિમાં તથા અહીં અગાડી ગુણશ્રેણિનો અર્થ કર્યો છે, ત્યાં કહેલ છે.