Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૬૪૫
લઈને થોડાં વધારે વિશુદ્ધિનાં સ્થાનકો હોય છે, ત્રીજા સમયે થોડાં વધારે હોય છે, એમ યથાપ્રવૃત્તકરણના ચરમસમય પર્યત જાણવું. યથાપ્રવૃત્તકરણના ચરમસમયથી અપૂર્વકરણના પ્રથમ સમયે વધારે વિશુદ્ધિનાં સ્થાનકો હોય છે, બીજે સમયે તે કરતાં વધારે, એમ અપૂર્વકરણના પણ ચરમસમય પર્યત લઈ જવાનું છે.
આ કિરણોને સ્પર્શ કરનારા ત્રણે કાળના જીવો જો કે અનંત છે પરંતુ ઘણા જીવો સમાન અધ્યવસાય-વિશુદ્ધિવાળા હોવાથી અધ્યવસાય-વિશુદ્ધિનાં સ્થાનકોની સંખ્યા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ જ થાય છે, વધારે નહિ. આ બંને કરણોમાં પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે મોહનીયકર્મના ક્ષયોપશમની વિચિત્રતાને કારણે અધ્યવસાયની સંખ્યા વધતી જાય છે. તેથી જ યથાપ્રવૃત્ત તથા અપૂર્વકરણના અધ્યવસાયોની સ્થાપના સ્થાપવામાં આવે તો વિષમચતુરગ્ન ક્ષેત્ર રોકે છે.
અનિવૃત્તિકરણે તો સાથે ચડેલા જીવો સરખા જ પરિણામવાળા હોય છે. એટલે કે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે જ ચડ્યા હતા, જે ચડે છે અને જે ચડશે તેઓના એકસરખા પરિણામ હોય છે, સાથે ચડેલા જીવોમાં અપૂર્વકરણની જેમ અધ્યવસાયની તરતમતા હોતી નથી. (જો કે પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અનંતગુણી વિશુદ્ધિ તો હોય છે જ) અને તેથી જ અનિવૃત્તિકરણના અધ્યવસાયો મુક્તાવલિ સંસ્થિત કહ્યા છે. ૬
એ જ વાતને સ્પષ્ટ કરે છે. ( પફસમયમuતમુ સોહી ઉઠ્ઠમુવી સિરિષ્ઠ ૩ . छट्ठाणा जीवाणं तइए उड्डामुही एका ॥७॥
प्रतिसमयमनन्तगुणा शुद्धिः ऊर्ध्वमुखी तिर्यङ्मुखी तु ।
षट्स्थाना जीवानां तृतीये ऊर्ध्वमुखी एका ॥७॥ .. અર્થ–પ્રતિસમય જીવોની ઊર્ધ્વમુખી વિશુદ્ધિ અનંતગુણી છે, અને તિર્યમુખી વિશુદ્ધિ છ સ્થાન પતિત છે. ત્રીજા અનિવૃત્તિકરણમાં એકલી ઊર્ધ્વમુખી જે વિશુદ્ધિ હોય છે.
ટીકાનુ–પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તર-ઉત્તર સમયની વિશુદ્ધિનો જે વિચાર તે ઊર્ધ્વમુખી વિશુદ્ધિ, અને એક જ સમયની વિશુદ્ધિનો-વિશુદ્ધિના તારતમ્યનો જે વિચાર તે તિર્યમુખી વિશુદ્ધિ કહેવાય છે. ઊર્ધ્વમુખી વિશુદ્ધિ ત્રણે કરણમાં હોય છે, તિર્યમુખી વિશુદ્ધિ શરૂઆતનાં બે કરણોમાં જ છે. ત્રણે કરણોમાં પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તર ઉત્તર સમયની ઊર્ધ્વમુખી વિશુદ્ધિ અનંત-અનંતગુણી જાણવી. એટલે કે પ્રથમ સમયે જે વિશુદ્ધિ છે તેની અપેક્ષાએ દ્વિતીય સમયે અનંતગુણી વિશુદ્ધિ હોય છે, તે કરતાં ત્રીજા સમયે અનંતાગુણી વિશુદ્ધિ હોય છે એમ પ્રથમ યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયથી આરંભી અનિવૃત્તિકરણના ચરમસમય પર્યત સમજવાનું છે.
શરૂઆતનાં બે કરણની તિર્યમુખી વિશુદ્ધિ છ સ્થાન પતિત હોય છે. એટલે કે – યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે સાથે જ ચડેલા જીવોમાં અનેક જીવોની અપેક્ષાએ જે અસંખ્ય