Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
૬૫૯
- હવે પૂર્વોક્ત ક્રમે ચારિત્રમોહનીયની ઉપશમનો વિચાર પણ વિસ્તારથી કહેવો જોઈએ. અવિરતિથી માંડીને સર્વવિરતિ સુધીના કોઈપણ ગુણઠાણાવાળો પ્રવર્ધમાન શુભ પરિણામી લાયોપથમિક સમ્યગ્દષ્ટિ આત્મા ચારિત્રમોહનીયની ઉપશમનાનો અધિકારી છે. એ હકીકત આ ગાથામાં કહે છે–
वेयगसम्मदिट्ठि सोही अद्धाए अजयमाईया । करणदुगेण उवसमं चरित्तमोहस्स चेटुंति ॥२९॥ वेदकसम्यग्दृष्टयः शोध्यद्धायामयतादयः ।
करणद्विकेनोशपमं चारित्रमोहस्य चेष्टन्ते ॥२९॥ અર્થ–વિશુદ્ધિમાં વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણઠાણાવાળા લાયોપથમિક સમ્યગ્દષ્ટિ બે કરણ વડે ચારિત્રમોહનીયનો ઉપશમ કરે છે.
ટીકાન–જેણે સંક્લિષ્ટ પરિણામનો ત્યાગ કર્યો છે અને જે વિશુદ્ધ પરિણામમાં વર્તે છે, એવો વેદકસમ્યગ્દષ્ટિ-ક્ષાયોપથમિકસમ્યવી અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણઠાણામાંથી કોઈપણ ગુણઠાણામાં વર્તમાન આત્મા યથાપ્રવૃત્ત તથા અપૂર્વ એ બે કરણ વડે ચારિત્રમોહનીયને ઉપશમાવવા માટે યથાયોગ્ય રીતે પ્રયત્ન કરે છે. ત્રીજા કરણથી તો સાક્ષાત ઉપશમાવે જ છે. તેથી જ પ્રથમના બે કરણથી પ્રયત્ન કરે છે એમ કહ્યું છે. ૨૯
હવે તે અવિરતાદિ ત્રણનું સ્વરૂપ કહે છે –
जाणणगहणणुपालणविरओ विरई अविरओण्णेसु ।
आइमकरणदुगेणं पडिवज्जइ दोण्हमण्णयरं ॥३०॥ - જ્ઞાનBUIનુપાનનવિરતો વિતિઃ વિતોડશે
• आदिकरणद्विकेन प्रतिपद्यते द्वयोरन्यतराम् ॥३०॥
અર્થ–જ્ઞાન, ગ્રહણ અને અનુપાલન વડે વિરત તે વિરત છે. અને અન્ય ભાગોમાં વર્તમાન અવિરત છે. આદિના બે કરણથી દેશવિરતિ કે સર્વવિરતિમાંના કોઈ એકને પ્રાપ્ત કરે છે. ' ટીકાનુ—વિરતિનું યથાર્થજ્ઞાન, તેનું (વિધિપૂર્વક) ગ્રહણ અને અનુપાલન કરવાથી વિરત થાય છે. તેની અંદર જે ત્રિવિધ મન, વચન અને કાયા વડે ત્રિવે–મન, વચન અને કાયાના પાપવ્યાપારથી વિરમ્યો છે તે સર્વવિરત કહેવાય છે, જે દેશથી વિરમ્યો છે તે દિશવિરત કહેવાય છે. અને જ્ઞાન, ગ્રહણ અને અનુપાલનરૂપ શુભ ભંગ સિવાય અન્ય ભાંગામાં વર્તમાન આત્મા અવિરત કહેવાય છે. આ જ હકીકતનો વિસ્તારથી વિચાર કરે છે.
૧. પ્રહણ એટલે વિધિપૂર્વક આત્મસાક્ષીએ અને ગુરુસાક્ષીએ વ્રતો ઉચ્ચરવાં તે. ૨. અનુપાલન ગ્રહણ કરેલાં વ્રતોને બરાબર પાળવાં તે.