Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૫૮
छावलियासेसाए उवसमअद्धाइ जाव इगसमयं । असुभपरिणामओ कोइ जाइ इह सासणत्तंपि ॥२७॥
षडावलिकाशेषायामुपशमाद्धायां यावदेकसमय ( शेषायां ) । अशुभ परिणामतः कोऽपि याति इह सासादनत्वमपि ॥२७॥ અર્થ—ઉપશમસમ્યક્ત્વનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ બાકી રહે ત્યારે અશુભ પરિણામ થવાથી કોઈ અનંતાનુબંધિના ઉદયથી સાસ્વાદને પણ જાય છે. ટીકાનુ—ઉપશમસમ્યક્ત્વ-અંતરકરણનો ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ આવલિકા જેટલો કાળ બાકી રહે ત્યારે કોઈકને અનંતાનુબંધિ કષાયનો ઉદય થાય છે, અને તેનો ઉદય થવાથી બીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે, ત્યારબાદ ત્યાંથી પડી તે આત્મા અવશ્ય મિથ્યાત્વે જાય છે. ૨૭
છ
सम्मत्तेणं समगं सव्वं देसं च कोइ पडिवज्जे । उवसंतदंसणी सो अंतरकरणे ठिओ जाव ॥२८॥
પંચસંગ્રહ-૨
सम्यक्त्वेन समं सर्वं देशं च कोऽपि प्रतिपद्येत । उपशान्तदर्शनी स अन्तरकरणे स्थितो यावत् ॥२८॥
અર્થ—સમ્યક્ત્વ સાથે જ કોઈ દેશિવરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી અંતરકરણમાં રહેલો છે ત્યાં સુધી તે ઉપશમસમ્યક્ત્વી છે.
ટીકાનુ—ઉપશમસમ્યક્ત્વ સાથે જ કેટલાકને દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત થાય છે. એટલે કે તેઓ પહેલેથી સીધા પાંચમે અને છટ્ટે ગુણઠાણે પણ જાય છે. શતકની બૃહન્ચૂર્ણિમાં કહ્યું છે કે અંતરકરણમાં સ્થિત-રહેલો ઉપશમસમ્યક્ત્વી કોઈક દેશવિરતિ પણ પામે છે અને કોઈક પ્રમત્ત અને અપ્રમત્તભાવ પણ પ્રાપ્ત કરે છે પણ સાસ્વાદની કંઈ પામતા નથી.' અહીં ઉપશમસમ્યક્ત્વી ત્યાં સુધી જાણવા કે જ્યાં સુધી અંતરકરણમાં રહેલા છે. આવી રીતે સમ્યક્ત્વોત્પત્તિનો વિચાર સવિસ્તર કહ્યો. ૨૮
૧. ઉપશમ સમ્યક્ત્વી ત્યાં સુધી કહેવાય છે કે જ્યાં સુધી આત્મા અંતરકરણમાં રહ્યો છે. હવે અહીં અંતરકરણ ક્યાં સુધી હોય તે પ્રશ્નના ઉત્તરમાં સમજવાનું કે જ્યાં સુધી અનંતાનુબંધિ કષાયને ઉદય નથી થયો હોતો, અથવા અંતરકરણનો સમધિક આલિકા કાળ બાકી રહે છે અને સમધિકકાળ પર્યંત છેલ્લી આવલિકામાં દ્વિતીય સ્થિતિમાંથી ખેંચાયેલા મિથ્યાત્વાદિ ત્રણે પુંજનાં જે દલિકો ગોઠવાય છે, તેમાંથી એકે પુંજનો ઉદય નથી થયો હોતો, ત્યાં સુધીના કાળને અંતરકરણનો કાળ સમજવાનો છે. અધ્યવસાયની નિર્મળતામાં ઘણા ભેદો હોય છે. કોઈ ત્રણ કરણ કરી પહેલેથી ચોથે જ જાય છે. કોઈ તીવ્ર વિશુદ્ધિવાળો આત્મા મિથ્યાત્વના ઉપશમાવવા સાથે અપ્રત્યાખ્યાનાવરણનો પણ ક્ષયોપશમ કરી પહેલેથી પાંચમે જાય છે. અને અતિ તીવ્ર વિશુદ્ધિ પરિણામવાળો કોઈ આત્મા બીજા અને ત્રીજા એમ બંને કષાયનો ક્ષયોપશમ કરી પહેલેથી સર્વવિરતિ ભાવ પણ પામે છે. તે તે ગુણને અનુસરીને ક્રમે ચડતી વિશુદ્ધિવાળા આત્માઓ પહેલે ગુણઠાણેથી ચોથે, પાંચમે, છઠ્ઠ કે સાતમે જાય—તેમાં કોઈ વિરોધ નથી.