Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
करणाइए अपूव्वो जो बंधो सो न होइ जा अन्नो । बंधगद्धा सा लगाउ ठिकंडगद्धाए ॥१५॥
करणादौ अपूर्वो यो बन्धः स न भवति यावदन्यः । बन्धकाद्धा सा तुल्या तु स्थितिकण्डकाद्धया ॥ १५ ॥
અર્થ—અપૂર્વકરણના પ્રથમસમયે જે સ્થિતિબંધ થાય છે, તે કરતાં બીજો સ્થિતિબંધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીના કાળને બંધકાદ્ધા કહે છે. તે બંધકાદ્વા સ્થિતિઘાત તુલ્ય છે.
ટીકાનુ—એક સ્થિતિબંધના કાળને બંધકાદ્ધા કહે છે. અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિબંધ શરૂ કર્યો છે, તે જ સ્થિતિબંધ જ્યાં સુધી રહે નવો શરૂ ન થાય ત્યાં સુધીના કાળને બંધકાદ્ધા—બંધકાળ કહે છે. અને તે સ્થિતિઘાતની સમાન છે. સ્થિતિઘાત અને અપૂર્વસ્થિતિબંધ સાથે જ શરૂ થાય છે, અને સાથે જ પૂર્ણ થાય છે. તાત્પર્ય એ કે, એક સ્થિતિઘાત કરતાં જેટલો કાળ થાય છે તેટલો જ કાળ એક સ્થિતિબંધ કરતાં પણ થાય છે. ત્યારબાદ નવો શરૂ થાય છે. ૧૫
કરે છે.
૬૫૧
जा करणाईए ठिई करणंते तीइ होइ संखंसो । या करणादौ स्थिति: करणान्ते तस्याः भवति संख्यांश: ।
અર્થ—અપૂર્વકરણની શરૂઆતમાં સ્થિતિની જે સત્તા હતી તેનો સંખ્યાતમો ભાગ કરણના અંતે શેષ રહે છે.
ટીકાનુ—અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી સ્થિતિની સત્તા હતી તેમાંથી હજારો સ્થિતિઘાતો દ્વારા ક્રમશઃ ક્ષીણ થતાં અપૂર્વકરણના ચરમસમયે સંખ્યાતમા ભાગ જેટલી જ અવશિષ્ટ રહે છે. આ હકીકત પહેલાં પણ પ્રસંગે કહી છે. આ પ્રમાણે અપૂર્વકરણમાં સ્થિતિઘાતાદિ ચાર પદાર્થો પ્રવર્તે છે.
આ પ્રમાણે અપૂર્વકરણનું સ્વરૂપ કહ્યું. હવે અનિવૃત્તિકરણના સ્વરૂપનું પ્રતિપાદન
अणिअट्टिकरणमओ मुत्तावलिसंठियं कुणइ ॥१६॥
अनिवृत्तिकरणमतः मुक्तावलिसंस्थितं करोति ॥ १६ ॥ અર્થ—ત્યારપછી અનિવૃત્તિકરણ મુક્તાવલીના આકારે કરે છે.
૧. ઉત્તરોત્તર સમયે અધ્યવસાયની ધારા નિર્મળ થતી જતી હોવાથી પ્રતિસમય થોડો થોડો સ્થિતિબંધ ઓછો થતો જાય છે, પરંતુ એવી રીતે ઓછો થતો સ્થિતિબંધ છદ્મસ્થ જીવોના ખ્યાલમાં ન આવે માટે પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલો સ્થિતિબંધ ઓછો ન થયો હોય ત્યાં સુધી નવો સ્થિતિબંધ ગણ્યો નથી. જે સમયથી પલ્યોપમના સંખ્યાતમાભાગપ્રમાણ સ્થિતિબંધ ઓછો થાય તે સમયથી નવો સ્થિતિબંધ ગણ્યો છે. પલ્યોપમના સંખ્યાતમા ભાગપ્રમાણ ઓછો સ્થિતિબંધ થતા સુધીના ક્રમશઃ ઓછા થતા સ્થિતિબંધોને એકમાં ગણ્યા છે. આ પ્રમાણે મને સમજાય છે. -ભાષાંતરકર્તા.