Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૪૬
પંચસંગ્રહ-૨
લોકાકાશ પ્રદેશપ્રમાણ વિશુદ્ધિનાં સ્થાનકો છે. તેમાંનું કોઈ જીવનું વિશુદ્ધિસ્થાન કોઈ જીવના વિશુદ્ધિસ્થાન કરતાં અનંત ભાગ અધિક હોય છે, કોઈનું અસંખ્યાતભાગ અધિક, કોઈનું સંખ્યાતભાગ અધિક, કોઈનું સંખ્યાતગુણ અધિક, કોઈનું અસંખ્યગુણ અધિક અને કોઈનું અનંતગુણ અધિક વિશુદ્ધિસ્થાન હોય છે. એમ બીજા, ત્રીજા સમયે યાવત્ અપૂર્વકરણના ચરમ સમય પર્યંત સમજવું. આ પ્રમાણે યથાપ્રવૃત્તે તથા અપૂર્વક૨ણે સાથે જ ચડેલા જીવોમાં વિશુદ્ધિનું તારતમ્ય છે.
અનિવૃત્તિકરણમાં આવું તારતમ્ય નથી. કેમ કે અનિવૃત્તિકરણે તો દરેક સમયે સાથે ચડેલા સઘળા જીવોનાં વિશુદ્ધિસ્થાનો-અધ્યવસાયો એકસરખા હોય છે. એટલે કે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે જે જીવો હતા, છે અને હશે, તે સઘળાઓને એક જ અધ્યવસાયસ્થાન-સરખી જ વિશુદ્ધિ હોય છે. બીજે સમયે જે જીવો હતા, છે અને હશે, તે સઘળાઓનું પણ એક જ અધ્યવસાયસ્થાન હોય છે. માત્ર પ્રથમ સમયના અધ્યવસાયની— વિશુદ્ધિની અપેક્ષાએ અનંતગુણ છે. આવી રીતે અનિવૃત્તિકરણના ચરમ સમય પર્યંત સમુંજવું. માટે જ આ ત્રીજે કરણે ઊર્ધ્વમુખી એક જ વિશુદ્ધિ છે. પરંતુ તિર્થન્મુખી વિશુદ્ધિ હોતી નથી. ૭. હવે યથાપ્રવૃત્તકરણની વિશુદ્ધિનું તારતમ્ય બતાવતાં કહે છે—
गंतुं संखेज्जंसं अहापवत्तस्स हीण जा सोही । तीए पढमे समये अनंतगुणिया उ उक्कोसा ॥८॥
गत्वा संख्येयांशं यथाप्रवृत्तस्य हीना या शुद्धिः । तस्याः प्रथमे समये अनन्तगुणिता तु उत्कृष्टा ॥८॥
અર્થ—યથાપ્રવૃત્ત કરણના સંખ્યાતમા ભાગ સુધી જઈને (તેના) ચરમ સમયે જે જઘન્ય વિશુદ્ધિ હોય છે તે કરતાં પ્રથમ સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે.
ટીકાનુ——થાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે તરતમભાવે અસંખ્ય વિશુદ્ધિનાં સ્થાનકો કહ્યાં છે, તેમાંની જે સર્વજઘન્ય વિશુદ્ધિ છે તે હવે પછી કહેવાશે તેની અપેક્ષાએ અલ્પ હોય છે, તેના કરતાં બીજા સમયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણ, તે કરતાં ત્રીજા સમયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણ, એમ ત્યાં સુધી કહેવું યાવત્ યથાપ્રવૃત્તકરણનો સંખ્યાતમો ભાગ જાય. હવે તે સંખ્યાતમા ભાગના અંતે જે જઘન્યવિશુદ્ધિ છે તેનાથી પ્રથમ સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી છે. તેનાથી સંખ્યાતમા ભાગના પછીના સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી છે. એટલે કે જે સમયની જઘન્યવિશુદ્ધિ કરતાં પ્રથમ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી કહી છે તેના પછીના સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી છે. તેનાથી બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ છે. તેથી (બીજા સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી) જે સમયથી બીજા સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણ કહી છે તેના પછીના સમયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણ છે. એટલે કે સંખ્યાતમાભાગ પછીના બીજા સમયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણી છે. આવી રીતે ઉપર નીચે એક-એક સમયની જઘન્ય-ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી કહેતાં—ત્યાં સુધી કહેવું યાવત્ યથાપ્રવૃત્તકરણના ચરમઁ સમયે જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી હોય છે. ૮