Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૩૯
ઉદીરણાકરણ પ્રશ્નોત્તરી ચરમસમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા માત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ હોય ?
ઉત્તર–નામકર્મની ધ્રુવોદયી તેત્રીસ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક સપ્તક, પ્રથમ સંઘયણ, છ સંસ્થાન, બે વિહાયોગતિ, ઉપઘાત, પરાઘાત, તીર્થંકર નામકર્મ, ત્રણ ચતુષ્ક, સૌભાગ્ય, આદેય, યશઃ અને ઉચ્ચ ગોત્ર આ બાસઠ પ્રકૃતિઓની સયોગી ગુણસ્થાનકના ચરમસમયે અને બે સ્વર તથા ઉચ્છવાસ આ ત્રણની પોતપોતાના નિરોધના ચરમસમયે અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે.
પ્રશ્ન–૩૪. અપર્યાપ્ત નામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા શેષ લબ્ધિ અપર્યાપ્ત જીવોને ન બતાવતાં સંમૂછિમ મનુષ્યોને ચરમ સમયે કેમ બતાવી ?
ઉત્તર–અન્ય લબ્ધિ અપર્યાપ્ત જીવો કરતાં સંમૂ૭િમ મનુષ્યોને ચરમ-સમયે વિશુદ્ધિ વધારે હોય છે અને તત્વાયોગ્ય અતિ વિશુદ્ધ જીવોને જ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે માટે અન્ય જીવોને નહિ પરંતુ સંમૂચ્છિમ મનુષ્યોને જ ચરમ સમયે અપર્યાપ્ત નામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા બતાવેલ છે.
પ્રશ્ન-૩૫. તૈજસસપ્તક, શુભવર્ણાદિ નવ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામ, સ્થિરત્રિક, આદેયદ્ધિક અને ઉચ્ચ ગોત્ર આ પચીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે બતાવેલ છે પરંતુ આ જ ગ્રંથના પ્રથમ ભાગ–પ્રથમ દ્વારની પંદરમી ગાથાની પૂ. મલયગિરિજીકૃત ટીકામાં કેવલી સમુઘાતના પ્રસંગે મનુષ્યગતિ-આદિ ઓગણચાળીસ શુભ પ્રકૃતિઓના અનુભાગને અપ્રશસ્ત-પ્રકૃતિઓના અનુભાગમાં પ્રવેશ કરી હણી-હણીને અનંતમાં ભાગ જેટલો જ રાખે છે એમ બતાવેલ છે અને તે ઓગણચાળીસ પ્રકૃતિઓમાં તૈજસ સપ્તક વગેરે આ પચીસ પ્રકૃતિઓ પણ આવી જાય છે માટે સયોગી ગુણસ્થાનકના ચરમસમયે આ પચીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા શી રીતે હોઈ શકે ?
ઉત્તર–પ્રથમદ્વાર ગાથા ૧૫ની ટીકામાં સમુદ્યતનું સ્વરૂપ આવશ્યકચૂર્ણ આદિ સિદ્ધાંત ગ્રંથોના આધારે બતાવેલ છે પરંતુ કર્મગ્રંથ કે કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોના આધારે બતાવેલ નથી. કારણ કે કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહ અને સંક્રમણ કરણમાં દેવગતિ વગેરે કેટલીક શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી પોતપોતાના બંધવિચ્છેદથી એક આવલિકા બાદ સયોગી ગુણસ્થાનકના ચરમસમય સુધીના જીવો બતાવેલ છે અને ઉત્કૃષ્ટ અનુભાગ સત્તા હોય તો જ 'ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ પણ ઘટે. પરંતુ કેવલી સમુદ્ધાતમાં શુભ પ્રકૃતિઓના અનુભાગનો નાશ કરે તો કેવલી સમુદ્દાત પછી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ પણ ન ઘટે. માટે કેવલી સમુદ્યાતમાં સિદ્ધાંતના મતે શુભપ્રકૃતિઓના અનુભાગનો ઘાત કરે. પરંતુ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોના મતે ઘાત ન કરે. અને તેથી જ સયોગી ગુણસ્થાનકના ચરમસમય સુધી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ અને ઉદીરણા ઘટી શકે છે. પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ.
પ્રશ્ન-૩૬. આ જ કરણની ગાથા ૨૧ની ટીકામાં જણાવેલ છે કે દેવતાઓને ઉત્પત્તિના પહેલા અંતર્મુહૂર્ત પછી માત્સર્ય વગેરે દોષો તેમજ પ્રિયના વિયોગ આદિ અને અવનકાળ વગેરે