Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૪૦
પંચસંગ્રહ-૨ પ્રસંગોમાં અસાતા તેમજ અરતિ-શોકનો ઉદય હોય છે તો તે સિવાયના સર્વકાલમાં દેવોને સતત સાતા અને હાસ્ય-રતિનો જ ઉદય હોય?
ઉત્તર–દેવોને સતત સાતા વગેરેનો ઉદય ઉત્કૃષ્ટથી પણ છ માસ સુધી જ હોય છે. એ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ સૂત્ર-ચતુર્થ અધ્યાય ૨૨મા સૂત્રની ટીકા પૃષ્ટાંક ૩૦૪માં જણાવેલ છે. તેથી છ માસ પછી માત્સર્યાદિ દોષ વગેરેના પ્રસંગો ન આવે તોપણ અલ્પ-સમય માટે અસાતા વેદનીય વગેરેનો ઉદય અવશ્ય થાય છે એમ લાગે છે. માટે દેવોને સાતા વેદનીય વગેરે ત્રણે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટથી પણ સતત છ માસ સુધી ઉદીરણા હોય છે. પછી અલ્પકાળ માટે પણ અવશ્ય અસાતા વેદનીય વગેરે ત્રણે અશુભ-પ્રકૃતિઓનો ઉદય થવાથી અસાતા વેદનીય વગેરેની જ ઉદીરણા થાય છે.
પ્રશ્ન-૩૭. જીવાભિગસૂત્ર ત્રીજી પ્રતિપત્તિ, ત્રીજો ઉદેશ નારક અધિકાર સૂત્ર ૯૫ ગાથા ૬ “૩વવામાં વે સાથ' ઇત્યાદિ ગાથાઓમાં ઉત્પત્તિ સમયે પણ. કોઈક નારક સાતવેદનીયને જ અનુભવે છે. તથાસ્વભાવે જ તેને ક્ષેત્રકૃત, પરમાધાર્મિકકૃત તેમજ પરસ્પરકૃત એમ કોઈપણ પ્રકારની વેદના હોતી નથી તેથી સાતાનો ઉદય હોવાથી ઉદીરણાં પણ સાતાની જ થાય, છતાં આ કરણની ગાથા ૨૧ તથા તેની ટીકામાં પ્રથમ અંતર્મુહૂર્તમાં નારકોને અસાતા વેદનીયની ઉદીરણા હોય એમ કેમ બતાવેલ છે ?
ઉત્તર–જીવાભિગમસૂત્રમાં જે કહેલ છે તે બરાબર છે પરંતુ બહુલતાએ મોટા ભાગના નારકોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં અસાતા વગેરેનો જ ઉદય અને ઉદીરણા હોય છે માટે જ ગ્રંથ તથા કર્મપ્રકૃતિમાં બહુલતાની અપેક્ષાએ એમ કહેલ છે.
ઇતિ ઉદીરણાકરણ પ્રશ્નોત્તરી