Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ પ્રશ્નોત્તરી
૬૩૫
સમયવર્તી નારકો જ આવે અને ટીકાકાર મહર્ષિઓના મતે ઉત્તર શ૨ી૨ી મનુષ્ય-તિર્યંચો જ
આવે.
પ્રશ્ન—૧૧. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન એક સાગરોપમ પ્રમાણ મિશ્રમોહનીયની સ્થિતિ સત્તાવાળા એકેન્દ્રિય સંજ્ઞીપંચેન્દ્રિયમાં આવી મિશ્રપણું પામે ત્યારે મિશ્રગુણસ્થાનકના ચરમ સમયે મિશ્રમોહનીયના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી બતાવ્યા, પરંતુ મિથ્યાત્વગુણસ્થાનકે સંશીપંચેન્દ્રિયો પણ મિશ્રમોહનીયની ઉદ્ગલના કરે છે માટે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ૧ સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા રહે એવો સંક્ષી પંચેન્દ્રિય મિશ્રગુણઠાણું પામે તો તેના ચરમસમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કેમ ન બતાવી ?
ઉત્તર—ઉદ્ગલના કરતા સંજ્ઞીપંચેન્દ્રિયોને એટલી ઓછી સ્થિતિ સત્તા થયા પછી તેઓને તે પ્રકૃતિ ઉદય અને ઉદીરણા યોગ્ય રહેતી નથી. પરંતુ એકેન્દ્રિયમાંથી આવેલ સંજ્ઞીપંચેન્દ્રિયને કંઈક ન્યૂન એક સાગરોપમની સ્થિતિ સત્તા હોય ત્યાં સુધી મિશ્રમોહનીયની ઉદયઉદીરણા થઈ શકે છે માટે એકેન્દ્રિયમાંથી આવેલ સંજ્ઞી ગ્રહણ કરેલ છે.
પ્રશ્ન—૧૨. વિગ્રહગતિમાં આનુપૂર્વીઓનો ઉદય બહુલતાએ ત્રણ સમય સુધી અને ક્વચિત્ ચાર સમય સુધી હોવા છતાં અન્ય સમયો ન લેતાં ચારે આનુપૂર્વીઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ત્રીજા સમયે જ કેમ બતાવી ?
ઉત્તર—શુભ અને અશુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ક્રમશઃ અતિવિશુદ્ધ અને સંક્લિષ્ટ પરિણામે જ થાય છે. અને સંશીમાંથી કાળ કરી સંશીમાં ઉત્પન્ન થનારને જ તઘોગ્ય અતિવિશુદ્ધિ અને સંક્લિષ્ટતા હોય છે. તેમજ સંજ્ઞીમાંથી સંજ્ઞીમાં ઉત્પન્ન થનારને બે વક્રા થાય છે અને ત્રીજા સમયે ઉત્પત્તિ-સ્થાને પહોંચી જાય છે. તેથી ત્રીજા સમયે આનુપૂર્વીનો ઉદય હોતો નથી પરંતુ કર્મપ્રકૃતિ ટિપ્પનકમાં આચાર્યનું વચન પ્રમાણ હોવાથી ઉત્પત્તિ-સ્થાને પ્રથમ સમયે આહારીને પણ આનુપૂર્વીનો ઉદય કહેલ છે. તેથી જ ત્રીજા સમયે અતિ વિશુદ્ધ દેવમનુષ્યને ક્રમશઃ દેવ તથા મનુષ્યાનુપૂર્વીની અને અતિસંક્લિષ્ટ તિર્યંચ તથા નારકોને ક્રમશઃ તિર્યંચ તથા નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે પરંતુ બીજાઓને હોતી નથી માટે જ અન્ય સમયો ગ્રહણ ન કરતાં ત્રીજા સમયનું ગ્રહણ કરેલ છે.
પ્રશ્ન—૧૩. આ જ કરણ ગાથા ૬૦ તથા તેની ટીકામાં સામાન્યથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોને અને ગાથા ૫૪ની ટીકામાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોને ઉત્પત્તિના પ્રથમ સમયે સાતાવેદનીયની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા બતાવેલ છે તેમજ કર્મપ્રકૃતિ ઉદીરણા કરણમાં પણ તે જ પ્રમાણે બતાવેલ છે. તો તે મતાંતર છે કે કેમ ?
ઉત્તર—પ્રશ્નમાં જણાવ્યા મુજબ આ બાબતમાં બે મત હોય તેમ લાગે છે.
પ્રશ્ન—૧૪. ગાથા ૬૮ની ટીકામાં અવિધલબ્ધિ રહિત અતિસંક્લિષ્ટ ચારે ગતિના સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાર્દષ્ટિ જીવો અવધિદ્ધિક આવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી કહ્યા છે, પરંતુ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત દેવ અને ના૨ક અવશ્ય અવધિલબ્ધિવાળા જ હોય છે તેથી દેવ-નારકો પર્યાપ્ત અવસ્થામાં અવધિલબ્ધિ રહિત કેમ કહ્યા ?