Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ પ્રશ્નોત્તરી
૬૩૩
સાગરોપમ પ્રમાણ આપ નામકર્મનો બંધ કરેલ હોવા છતાં અંતર્મુહૂર્ત પછી જ ઉદયમાં આવે ત્યારે ઉદીરણા પ્રવર્તે છે તેથી આપ નામકર્મની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે પરંતુ ઉત્પન્ન થતાંની સાથે જ સ્થાવર તથા એકેન્દ્રિય જાતિનો ઉદય થાય છે. તેથી આ બન્ને પ્રકૃતિઓની તે જ વખતે જેની બંધ આવલિકા પૂર્ણ થઈ છે એવી ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિની ઉદીરણા થાય છે. માટે સ્થાવર તથા એકેન્દ્રિય જાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા આ મતે બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઘટી શકે છે. એ પ્રમાણે આ મતે શેષ અનુદય બંધાત્કૃષ્ટા પ્રકૃતિઓ માટે પણ સમજવું.
પ્રશ્ન૬. ટીકાકાર મહર્ષિઓએ દેવો અથવા નારકો ઔદારિક સપ્તક, તિર્યંચદ્ધિક અને સેવાર્ત સંવનનનો અતિ સંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી પછી મધ્યમ પરિણામે ત્યાં જ અંતર્મુહૂર્ત રહી મનુષ્ય-તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે ઉદયના પ્રથમ સમયે યથાસંભવ આ દસ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બતાવેલ છે. પરંતુ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિ સક્લિષ્ટ પરિણામી મનુષ્ય-તિર્યંચ પણ નરકગતિ આદિ નામકર્મની કેટલીક પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે. તેથી તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી દારિક સપ્તક આદિ આ ૧૦ પ્રકૃતિઓનો બંધ શરૂ કરે ત્યારે બંધાવલિકા જેની પૂર્ણ થઈ છે એવી ઉદયાવલિકા ઉપરની અર્થાત્ બે આવલિકા ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નરકગતિ વગેરે અન્ય પ્રકૃતિઓને બંધાતી ઔદારિક સપ્તક વગેરે પ્રકૃતિઓમાં પોતાની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે ત્યારે ઔદારિક સપ્તક વગેરે આ ૧૦ પ્રકૃતિઓની આવલિકા ન્યૂન વસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. અને સંક્રમાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની અર્થાત્ ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ આ દસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરી શકે છે. છતાં પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને યથાસંભવ આ દસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ત્રણ આવલિકા ન્યૂન ન બતાવતાં ઉદયના પ્રથમ સમયે અંતર્મુહૂર્ત ન્યૂન કેમ બતાવેલ છે?
ઉત્તર–ટીકાકાર મહર્ષિઓના મતે પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન હોવાથી તેમના મતે આ વિરોધ આવે છે. પરંતુ મૂળકાર તેમજ ચૂર્ણિકારના મતે ચરમ અંતર્મુહૂર્તમાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વીકારેલ હોવાથી ઉદયના પ્રથમ સમયે યથાસંભવ મનુષ્ય અને તિર્યંચોને આ દશે પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ઘટે છે પરંતુ પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને આ દસ પ્રકૃતિઓની સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા પ્રાપ્ત થતી હોવાથી ઉદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની જેમ ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે. માટે જ પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચો ન બતાવતાં ઉદયના પ્રથમ સમયવર્તી મનુષ્યતિર્યંચો જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી બતાવેલ છે. અને તે જ બરાબર લાગે છે. પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ.
પ્રશ્ન–૭. વૈક્રિય સપ્તકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી ઉત્તર-વૈક્રિય શરીરી મિથ્યાદષ્ટિ મનુષ્યતિર્યંચોની જેમ ઉદય પ્રથમ-સમયવર્તી નારકો હોય કે નહિ ?
ઉત્તર–પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માનનાર ચૂર્ણિકાર આદિ મહર્ષિઓના મતે ઉદય પ્રથમ સમયવર્તી નારકો પણ વૈક્રિય સપ્તકના ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના પંચ૦૨-૮૦