Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૩૨
પંચસંગ્રહ-૨
ઉદીરણા ન હોવાથી છનું ઉદીરણા સ્થાન પણ આવે, પરંતુ તેની વિરક્ષા ન કરી હોય અથવા તો અનંતાનુબંધીનું અંતર-કરણ ન કરતો હોય અને માત્ર ક્ષયોપશમ જ કરતો હોય તો છનું ઉદીરણા સ્થાન ન પણ આવેતે બહુશ્રુતો પાસેથી જાણી લેવું.
પ્રશ્ન-૪. પૂર્વભવમાંના ચરમ અંતર્મુહૂર્તમાં ત્યાંથી કાળ કરી જે ભવમાં જવાનું હોય તે ભવ પ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બંધાય છે. તેથી નરકાદિગતિમાં જતાં પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં અવશ્ય નરકગતિ આદિ પ્રકૃતિઓનો જ બંધ હોય છે અને કાલ કરતાંની સાથે જ નરકગતિ વગેરે પ્રકૃતિઓ ઉદયમાં આવે છે. માટે અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા ઉદય બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓની જેમ બે આવલિકા ન્યૂન આવે, છતાં તેમ ન બતાવતાં અનુદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની જેમ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૩૩ અને અહીં પણ ઉદીરણાકરણ ગાથા ૩૦ની ટીકામાં આપના ઉપલક્ષણથી અનુદયબંધોસ્કૃષ્ટા વીસેય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ પ્રમાણ કેમ બતાવેલ છે ?
ઉત્તર–તમારો પ્રશ્ન બરાબર છે. તેથી જ આ બન્ને ગ્રંથોની મૂળગાથાઓમાં તેમજ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૩૩ની ચૂર્ણિમાં અનુદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓમાંથી માત્ર આતપ નામકર્મની જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. પરંતુ આપના ઉપલક્ષણથી ચૂર્ણિકાર મહર્ષિએ શેષ અનુદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનું ગ્રહણ કરેલ નથી. તેથી આપ વિના શેષ અનુદય બંધાત્કૃષ્ટા પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. છતાં ટીકાઓની અંદર આપના ઉપલક્ષણથી અનુદયબંધોત્કૃષ્ટ બધી પ્રવૃતિઓનું ગ્રહણ કરી અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બતાવેલ છે તેનું કારણ પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં આગામી ભવ પ્રાયોગ્ય અવશ્ય બંધ હોવા છતાં ટીકાકારોના મતે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી મધ્યમ પરિણામી થઈ અંતર્મુહૂર્ત સુધી ત્યાં જ રહી મધ્યમ સ્થિતિબંધ કરતાં કાળ કરી તે તે ભવમાં ઉત્પન્ન થાય છે માટે ટીકાકારોના મતે આતપની જેમ સઘળી અનુદાયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ બતાવેલ છે.
પ્રશ્ન-૫. ચૂર્ણિકાર મહર્ષિ વગેરેના મતે પૂર્વ ભવના ચરમ અંતર્મુહૂર્તમાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે. અને તેથી આપ વિના અનુદય બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ બતાવેલ છે. તો આતપ નામકર્મ પણ અનુદય બંધાત્કૃષ્ટા હોવા છતાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બે આવલિકા ન્યૂન ન બતાવતાં અંતર્મુહૂર્ત ન્યૂન કેમ બતાવેલ છે ?
ઉત્તર–મૂળકાર તથા ચૂર્ણિકાર વગેરે મહર્ષિઓના મતે પણ આપની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન જ હોય છે. કારણ કે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનાર ઈશાનાંત સુધીના દેવો પોતાના ભવના ચરમ અંતર્મુહૂર્તમાં આતપ, સ્થાવર અને એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તુરત જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. પરંતુ આપ નામકર્મનો ઉદય તથા ઉદીરણા બાદર ખર પૃથ્વીકાયને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ થાય છે. અને શરીર પર્યાપ્તિ પૂર્ણ કરતાં અંતર્મુહૂર્ત કાળ લાગે છે. માટે દેવભવના ચરમસમયે વીસ કોડાકોડી