Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૨૯
ઉદીરણાકરણ સારસંગ્રહ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
સર્વવિશુદ્ધ દેશવિરતિ તિર્યંચ તિર્યંચગતિના, પોતપોતાના ભવની વિગ્રહગતિમાં વર્તમાન સાયિક સમ્યગ્દષ્ટિ પોતપોતાની આનુપૂર્વીના, અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવો તથા નારકો ક્રમશઃ દેવ અને નરકગતિના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. આ સ્થળે કર્મપ્રકૃતિની ટીકા તથા ચૂર્ણિમાં નરક અને તિર્યંચાનુપૂર્વીના ક્ષાયિક સમ્યક્તી અને મનુષ્ય તથા દેવાનુપૂર્વાના સામાન્ય સમ્યગ્દષ્ટિ જીવો સ્વામી કહ્યા છે.
સર્વવિરતિને પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય દૌર્ભાગ્ય, અનાયદ્ધિક અને નીચ ગોત્રના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
જઘન્યસ્થિતિવાળા દેવો અલ્પ પુચ પ્રકર્ષવાળા હોવાથી તેઓને પ્રિયના વિયોગાદિમાં ઘણા દુઃખનો સંભવ છે. ઘણા દુ:ખી જીવો તથાસ્વભાવે જ આયુષ્યકર્મનાં ઘણાં યુગલો ઉદીરણા દ્વારા ઉદયમાં લાવી ક્ષય કરે છે. તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકો વધુ દુઃખી હોય છે. માટે દસ હજાર વર્ષના આયુષ્યવાળા તીવ્ર દુઃખોદયમાં વર્તતા દેવી દેવાયુષ્યના, તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા તીવ્ર દુઃખોદયમાં વર્તતા સાતમી નરકના નારકો નરકાયુષ્યના તેમજ આઠ વર્ષના આયુષ્યવાળા આઠમા વર્ષમાં વર્તતા તિર્યંચો અને મનુષ્યો તથાસ્વભાવે ક્રમશઃ તિર્યંચ તથા મનુષ્ય આયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. | સ્વપ્રાયોગ્ય સર્વવિશુદ્ધ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવો એકેન્દ્રિય અને સ્થાવર નામકર્મના, ખર પૃથ્વીકાય આતપનામકર્મના, સૂક્ષ્મજીવો સૂક્ષ્મનામકર્મના, સાધારણ વનસ્પતિકાય જીવો સાધારણ નામકર્મના, પર્યાપ્ત વિકસેન્દ્રિયો ક્રમશઃ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય જાતિ નામકર્મના અને સર્વવિશુદ્ધ પોતાના અંત સમયે સંમૂચ્છિમ અપર્યાપ્ત મનુષ્યો અપર્યાપ્ત નામકર્મના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે.
ચરમસમયવર્તી સયોગીકેવલી મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-સપ્તક, તૈજસકાર્મણ સપ્તક, છ સંસ્થાન, પ્રથમ સંઘયણ, વર્ણાદિ વસ, વિહાયોગતિદ્વિક, આતપ-ઉદ્યોત વિના છ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદશક, અસ્થિર, અશુભ, દુઃસ્વર અને ઉચ્ચ ગોત્ર....આ પાંસઠ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. પરંતુ બે સ્વર અને ઉગ્વાસના નિરોધ કાળે પોતપોતાની ઉદીરણાની ચરમસમયવર્તી જાણવા. જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી :
જેમ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણામાં તે તે પ્રકૃતિના ઉદયવાળા અતિવિશુદ્ધ પરિણામી જીવો સ્વામી છે, તેમ જઘન્ય પ્રદેશ ઉદીરણામાં તે તે પ્રકૃતિના ઉદયવાળા અતિસંક્લિષ્ટ પરિણામી જીવો સ્વામી છે.
અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના અવધિલબ્ધિવાળા ચારે ગતિના અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિ જીવો જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. અવધિ ઉત્પન્ન થતાં ઘણાં પુગલો સત્તામાંથી દૂર થઈ જાય છે, અને થોડાં જ રહે છે, તેથી અવધિલબ્ધિયુક્ત જીવો ગ્રહણ કર્યા છે.
અવધિદ્ધિકના આવરણ વિના શેષ ચાર જ્ઞાનાવરણ, ત્રણ દર્શનાવરણ, બે વેદનીય,