Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૩૭
ઉદીરણાકરણ પ્રકૃતિઓ. અન્યથા બંધાયેલી આ સઘળી પ્રકૃતિઓને ગુણને અવલંબીને અન્યથા પરિણાવીને ઉદીરે છે, માટે તેઓની ઉદીરણા પ્રધાનભાવે-મુખ્યતાએ ગુણપરિણામકૃત સમજવી.
અથવા સઘળી પ્રકૃતિઓ યથાયોગ્ય રીતે કોઈ ને કોઈ ભવમાં જ ઉદીરાય છે. જેમ કેતિર્યંચગતિ યોગ્ય પ્રવૃતિઓ તિર્યંચભવમાં, મનુષ્યગતિ યોગ્ય મનુષ્યભવમાં, નરકગતિયોગ્ય નરક ભવમાં અને દેવગતિ યોગ્ય દેવભવમાં. માટે સઘળીએ પ્રકૃતિઓની ઉદીરણા ભવપ્રત્યયિક જાણવી. અથવા તેવા તેવા પ્રકારના પરિણામના વશથી ઘણા રસવાળી પ્રકૃતિઓને અલ્પ રસવાળી કરીને, અને અલ્પ રસવાળી પ્રકૃતિઓ હોય તેને ઘણા રસવાળી કરીને સઘળા જીવો ઉદીરે છે, માટે સઘળી પ્રકૃતિઓ પરિણામ પ્રત્યયિક જાણવી. આ હકીકત આ પહેલાંની ગાથાના ટિપ્પણમાં પણ જણાવેલ છે. આ જ ગાથાને ઉપાધ્યાયજી મહારાજે કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાઇ ૫૩માં પ્રમાણ તરીકે લીધી છે. પ૩
આ પ્રમાણે પ્રત્યય પ્રરૂપણા કરી. હવે સાદિ આદિ પ્રરૂપણા કરવાનો અવસર પ્રાપ્ત છે. તે મૂળ કર્મપ્રકૃતિવિષયક અને ઉત્તર કર્મપ્રકૃતિ વિષયક એમ બે પ્રકારે છે. તેમાં પહેલાં મૂળ પ્રકૃતિ વિષયક સાઘાદિ પ્રરૂપણા કરવા ઇચ્છતા આ બે ગાથા કહે છે.
वेयणिएणुक्कोसा अजहण्णा मोहणीय चउभेया । सेसंघाईणं तिविहा नामगोयाणणुक्कोसा ॥५४॥ सेसविगप्पा दुविहा सव्वे आउस्स होउमुवसन्तो । सव्वगओ साए उक्कोसुद्दीरणं कुणइ ॥५५॥ वेदनीयेऽनुत्कृष्टाजघन्या मोहनीयस्य चतुर्भेदा । शेषघातिनां त्रिविधा नामगोत्रयोरनुत्कृष्टा ॥५४॥ शेषविकल्पा द्विविधाः सर्वे आयुषः भूत्वोपशान्तः ।
सर्वार्थगतः सातस्योत्कृष्टामुदीरणां करोति ॥५५॥ અર્થ–વેદનીય કર્મની અનુત્કૃષ્ટ ઉદીરણા અને મોહનીયની અજઘન્ય ઉદીરણા ચાર પ્રકારે છે, શેષ ઘાતિકર્મની ત્રણ પ્રકારે છે. નામ અને ગોત્રકર્મની અનુત્કૃષ્ટ ઉદીરણા ત્રણ પ્રકારે છે. ઉક્ત શેષ વિકલ્પો બે પ્રકારે છે. આયુકર્મના સઘળા વિકલ્પો બે પ્રકારે છે. ઉપશાંત થઈને સર્વાર્થસિદ્ધમાં ગયેલો આત્મા સાતવેદનીયની ઉત્કૃષ્ટ ઉદીરણા કરે છે. ૫૪-૫૫.
ટીકાનુ–વેદનીય કર્મની અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ રીતે–ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે યથાયોગ્યપણે ઉત્કૃષ્ટ રસવાળું જે સાતવેદનીયકર્મ બાંધે. ત્યાંથી કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે પહેલે સમયે તેની જે ઉદીરણા થાય તે ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા કહેવાય છે. અને તે નિયત કાળપર્યત થતી હોવાથી સાદિ-સાંત છે. તે સિવાયની અન્ય સઘળી અનુત્કૃષ્ટ ઉદીરણા છે. તે અપ્રમત્ત ગુણસ્થાનાદિમાં થતી નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે, માટે સાદિ, તે સ્થાન પ્રાપ્ત નહિ કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ ઉદીરણા છે. , પંચ૦૨-૬૮