Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
૫૪૫
ટીકાનુ-બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિનામ અને સૂક્ષ્મનામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા જઘન્ય આયુવાળા, સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તા અને અત્યંત ક્લિષ્ટ પરિણામી તે તે નામવાળા એટલે કે બેઇન્દ્રિયજાતિના બેઇન્દ્રિયો, તે ઇન્દ્રિયજાતિના તે ઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયજાતિના ચઉરિન્દ્રિયો અને સૂક્ષ્મનામના સૂક્ષ્મએકેન્દ્રિયો કરે છે. અલ્પ આયુવાળા ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામવાળા હોય છે. અને ઉત્કૃષ્ટ સંક્લેશે પાપપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે, માટે અલ્પ આયુવાળાનું ગ્રહણ કર્યું છે.
તથા જઘન્ય આયુવાળા, સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તા, તીવ્ર સંક્લેશ પરિણામી, બાદર એકેન્દ્રિય જીવો સ્થાવરનામ, સાધારણનામ અને એકેન્દ્રિય જાતિનામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા કરે છે. તેમાં સ્થાવરનામની સ્થાવરો, સાધારણનામની બાદર સાધારણ એકેન્દ્રિયો અને એકેન્દ્રિયજાતિનામની સ્થાવર અને સાધારણ બંને ઉદીરણા કરે છે. સૂક્ષ્મ કરતાં બાદરને સંક્લેશ વધારે હોય છે, માટે બાદર ગ્રહણ કર્યો છે. ૬૫
आहारतणू पज्जत्तगो उचउरंसमउयलहुयाणं । पत्तेयखगइपरघायतइयमुत्तीण य विसुद्धो ॥६६॥
आहारतन्वा पर्याप्तस्तु चतुरस्रमृदुलघुकानाम् ।
प्रत्येकखगतिपराघाततृतीयमूर्तीनां च विशुद्धः ॥६६॥ અર્થ સમચતુરગ્નસંસ્થાન, મૃદુ, લઘુ, પ્રત્યેક, પ્રશસ્તવિહાયોગતિ, પરાઘાત અને - આહારક સપ્તકના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા વિશુદ્ધ પરિણામી સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તિએ પર્યાપ્ત આહારક શરીરી કરે છે.
ટીકાનુ–સમચતુરગ્રસંસ્થાન, મૃદુ-લઘુ સ્પર્શનામ, પ્રત્યેક, પ્રશસ્ત વિહાયોગતિ, પરાઘાત અને આહારકસપ્તક એ તેર પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાનો સ્વામી આહારક શરીર વડે પર્યાપ્ત એટલે કે આહારકશરીરની સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત તીવ્ર વિશુદ્ધિમાન આહારકશરીરી સંયત આત્મા છે. ૬૬ - ૩ત્તરબિંગ બ્લોયમેવ હરપુઢવી |
नियगगईणं भणिया तइये समएणुपुव्वीणं ॥६७॥
उत्तरवैक्रिययतिरुद्योतस्यातपस्य खरपृथ्वी ।
निजकगतिनां भणितास्तृतीये समये आनुपूर्वीणाम् ॥१७॥ અર્થ–ઉત્તર વૈક્રિય યતિ ઉદ્યોતનામના, ખપૃથ્વી આતપ નામના અને પોતપોતાની ગતિના જે ઉદીરક કહ્યા છે તે જ ભવના ત્રીજે સમયે વર્તમાન જીવો આનુપૂર્વીનામના ઉત્કૃષ્ટ
૧. આહારક શરીર ચૌદ પૂર્વધર સંયત જ વિફર્વે છે. પરંતુ અહીં સર્વ વિશુદ્ધ લીધો છે. તે પરથી એમ જણાય છે કે છકે ગુણઠાણે શરીર વિકર્વી સાતમે જતો, આગર તો સાતમે ગયેલો અપ્રમત્ત આત્મા ઉપરોક્ત પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાનો સ્વામી હોય.
પંચ૦૨-૬૯