Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૦૦
પંચસંગ્રહ-૨
બંધન ચતુષ્ટય અને ઔદારિક સંઘાતન આ છ પ્રકૃતિઓના તેમજ એકેન્દ્રિયોને અંગોપાંગનો ઉદય ન હોવાથી શેષ બેઇન્દ્રિય વગેરે જે ઔદારિક ષકના ઉદીરકો છે તે જ ઔદારિક અંગોપાંગના ઉદીરકો છે.
ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થયેલા દેવો, નારકો, વૈક્રિયલબ્ધિસંપન્ન વૈક્રિય શરીર-મનુષ્યો, તેમજ પંચેન્દ્રિયતિર્યંચો અને બાદર પર્યાપ્ત વાયુકાય, વૈક્રિય પદ્ધના અને બાદરપર્યાપ્ત વાયુકાયને ઉપાંગનો ઉદય ન હોવાથી તે સિવાય ઉપરના સઘળા જીવો વૈક્રિય અંગોપાંગના ઉદીરકો છે.
આહારલબ્ધિસંપન્ન ચૌદ પૂર્વધર પ્રમત્ત મુનિઓ જ્યારે આહારકશરીર બનાવે ત્યારે આહારક સપ્તકના ઉદીરકો છે.
જો કે આહારક શરીરવાળા કોઈક મુનિઓ અપ્રમત્તગુણઠાણે જાય છે, ત્યારે અપ્રમત્તગુણસ્થાનકે પણ તેઓનો ઉદય હોવાથી ઉદીરણા કરે છે, પરંતુ તેવા જીવો ક્વચિત હોવાથી અથવા તો અન્ય કોઈ કારણથી તેની વિવક્ષા કરી નથી એમ લાગે છે.
વર્ણાદિ વીસ, તૈજસકાર્પણ સપ્તક, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ અને નિર્માણ આ તેત્રીસ ધ્રુવોદયી પ્રકૃતિઓના સયોગીગુણસ્થાનકના ચરમ સમય સુધીના દરેક જીવો અને બાદરલોભનો ઉદય નવમા ગુણસ્થાનક સુધી જ હોવાથી તેના ઉદયવાળા નવમા ગુણસ્થાનક સુધીના તેમજ સૂક્ષ્મ કિટ્ટીરૂપ સંજ્વલન લોભના સમયાધિક આવલિકા શેષ હોય ત્યાં સુધીના સૂક્ષ્મસંપરાયવર્તી જીવો જ ઉદીરક છે.
શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા-લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો યથાસંભવ છમાંથી જે જે સંઘયણ અને જે જે સંસ્થાનના ઉદયવાળા હોય તે તે સંઘયણ તે તે સંસ્થાનના ઉદીરકો છે.
જો કે અહીં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવો છ સંઘયણ અને છ સંસ્થાનના ઉદીરકો જણાવેલ છે, પરંતુ સંઘયણો અને સંસ્થાનોનો ઉદય પણ જે સમયે ઉત્પત્તિ સમયે આવે છે તે જ સમયે શરીરની સાથે જ થાય છે. તેથી જ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૧૦ની ટીકામાં “હસ્થા પક્ઝ#lએ શબ્દથી શરીરસ્થ પર્યાપ્તા જીવો ઉદીરકો બતાવેલા છે, અને તે જ વધુ ઠીક લાગે છે, છતાં બહુતો કહે તે પ્રમાણ. તેમજ સર્વે દેવો, બાદર પર્યાપ્ત વાયુકાય સિવાયના વૈક્રિયશરીરી તિર્યંચો તથા મનુષ્યો, આહારકશરીરી અને યુગલિક તિર્યંચો તથા મનુષ્યો સમચતુરગ્ન સંસ્થાનના જ ઉદીરક છે. કારણ કે તેઓને બીજાં સંસ્થાનોનો ઉદય ન હોવાથી તેઓની ઉદીરણા થતી નથી.
- યુગલિક તિર્યંચો અને મનુષ્યોને તેમજ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્માઓને વજઋષભનારા સંઘયણનો જ ઉદય હોવાથી તેઓ પ્રથમ-સંઘયણના જ ઉદીરકો છે. અને પ્રથમ, “ત્રણ” સંઘયણવાળા ઉપશમશ્રેણિ કરતા હોવાથી ઉપશમશ્રેણિમાં યથાસંભવ પ્રથમ ત્રણ સંઘયણના ઉદીરકો હોય છે. વૈક્રિય તથા આહારક શરીરીને સંઘયણનો ઉદય ન હોવાથી તેઓ કોઈપણ સંઘયણના ઉદીરક નથી.