Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૬૦૫
પ્રકૃતિઓના બે આવલિકા ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમના સમયપ્રમાણ સ્થિતિ ઉદીરણા ભેદો છે.
ઉદય સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. તેમાંથી સંક્રમ આવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા ન્યૂન સઘળી સ્થિતિઓની ઉદીરણા થતી હોવાથી પોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ સત્તાથી ત્રણ આવલિકા ન્યૂન સઘળાં સ્થિતિસ્થાનોની ઉદીરણા થાય છે. તેથી સાતવેદનીયના ત્રણ આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ, મનુષ્યગતિ, સ્થિરષદ્ધ, શુભવિહાયોગતિ, પ્રથમના પાંચ સંઘયણ તથા પાંચ સંસ્થાન, અને ઉચ્ચ ગોત્ર આ ઓગણીસ પ્રકૃતિઓના ત્રણ આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ અને નવનોકષાયના ત્રણ આવલિકા ચૂન ચાળીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના ભેદો છે.
જો કે સમ્યક્ત મોહનીય પણ ઉદય સંક્રમોત્કૃષ્ટા છે, પરંતુ તેની ઉદીરણા ચોથાથી સાતમા ગુણઠાણા સુધી જ થાય છે. અને મિથ્યાત્વનો બંધ પ્રથમ ગુણઠાણે જ હોય છે. તેમજ ઉત્કૃષ્ટસ્થિતિબંધ અતિસંક્લિષ્ટ પરિણામે જ થતો હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી જ સમ્યક્ત પામી શકે છે. માટે પ્રથમ ગુણઠાણે મિથ્યાત્વનો સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત પામે તે જ સમયે અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વની સ્થિતિમાંથી ઉદયાવલિકાની ઉપરની સ્થિતિઓમાં રહેલ દલિકોને સમ્યક્ત મોહનીયની ઉદયાવલિકાની ઉપર સંક્રમાવે છે. માટે સમ્યક્વમોહનીયની ઉત્કૃષ્ટસ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ હોય છે. અને તેમાંથી પણ સંક્રમાવલિકા અને ઉદયાવલિકા સકલ કરણને અયોગ્ય હોવાથી બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ સમ્યક્વમોહનીયના સ્થિતિ ઉદીરણાના ભેદો છે....
, આયુષ્યચતુષ્ઠ ઉદયબંધોસ્કૃષ્ટાદિ ચાર સંજ્ઞાઓથી રહિત છે. પણ દેવાયુ અને નરકાયુના ઉદયાવલિકા ન્યૂન તેત્રીસ સાગરોપમના સમય પ્રમાણ અને મનુષ્યઆયુ તથા તિર્યંચ આયુષ્યના ઉદયાવલિકા ન્યૂન ત્રણ પલ્યોપમના સમય પ્રમાણ સ્થિતિ ઉદીરણાના ભેદો છે.
મિશ્રમોહનીય, આહારકસપ્તક અને જિનનામ વિના શેષ અનુદય સંક્રમોત્કૃષ્ટ મનુષ્યાનુપૂર્વી, દેવદ્રિક, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક આ નવ પ્રકૃતિઓના તેમજ અનુદય બંધાત્કૃષ્ટા નરકદ્ધિકાદિ વીસ પ્રકૃતિઓના અંતર્મુહૂર્ત ધૂન પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાના સમયો પ્રમાણ સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય હોવાથી અનુદય સંક્રમોત્કૃષ્ટા નવ અને નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, ઔદારિકસપ્તક, સેવાર્તસંહનન, એકેન્દ્રિય, સ્થાવર અને આતપ આ પંદર અનુદય બંધોત્કૃષ્ટ મળી કુલ ચોવીસ પ્રકૃતિઓના અંતર્મુહૂર્ત ન્યૂન વીસકોડાકોડી સાગરોપમના સમયો પ્રમાણ અને નિદ્રાપંચકના અંતર્મુહૂર્ત ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ સ્થિતિ ઉદીરણાના ભેદો છે.
પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત પામી