Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ હોય છે.
એ જ પ્રમાણે અતિસંક્લિષ્ટ પરિણામે ઈશાન સુધીના દેવો એકેન્દ્રિય, સ્થાવર અને આતપ નામકર્મનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ પ્રથમ સમયે ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા કરે ત્યારે એકેન્દ્રિયજીવો એકેન્દ્રિય તથા સ્થાવરનામકર્મના અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત એવા ખરપૃથ્વીકાય જીવો આતપનામકર્મના ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે અને યથાસંભવ નાનામોટા અંતર્મુહૂર્તપ્રમાણ અહ્વાચ્છેદ હોય છે.
૬૧૧
એ જ રીતે નારકો અથવા સહસ્રાર સુધીના દેવો અતિસંક્લિષ્ટ પરિણામે ઔદારિક સપ્તક તિર્યંચદ્વિક અને સેવાર્દ સંહનન આ દસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત ત્યાં જ રહી મરણ પામી યથાસંભવ તિર્યંચ કે મનુષ્યભવમાં ઉદય પ્રાપ્ત આ દસે પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિઓની ઉદીરણા કરે ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે અને અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ હોય છે.
અતિસંક્લિષ્ટ પરિણામે નિદ્રાપંચકનો ઉદય જ ન હોવાથી નિદ્રાના અનુદયવાળા જીવો તેનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પ્રમાણ મધ્યમ પરિણામમાં રહ્યા પછી જ નિદ્રાના ઉદયવાળા થાય છે. તેથી ઉદયપ્રાપ્ત તે તે નિદ્રાની ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિની ઉદીરણા કરે ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ અને તે તે નિદ્રાના ઉદયવાળા તે તે નિદ્રાના ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે.
જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી :
એકેન્દ્રિયમાં ઓછામાં ઓછી જેટલી સ્થિતિસત્તા હોઈ શકે તે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા કહેવાય અને તે એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક હોય છે. તેટલી જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય અનંતાનુબંધી આદિ બાર કષાય, ભય, જુગુપ્સા, પાંચ નિદ્રા, આતપ અને ઉદ્યોત આ એકવીસ પ્રકૃતિઓનો પોતાની જધન્યસ્થિતિ સત્તાની સમાન અગર તેનાથી કંઈક અધિક નવીન બંધ કરતો બંધાવલિકાના ચરમ સમયે પોતપોતાના ઉદયવાળો જઘન્યસ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. કારણ કે બેઇન્દ્રિયાદિ અન્ય જીવોને સ્થિતિસત્તા વધારે હોય છે. તેથી એકેન્દ્રિયોને જઘન્યસ્થિતિ ઉદીરણા ઘટે છે.
ત્યાં અનંતાનુબંધી આદિ બાર કષાયની બે આવલિકા ન્યૂન ચાર સપ્તમાંશ સાગરોપમ, ભય, જુગુપ્સા, આતપ અને ઉદ્યોતની બે આવલિકા ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ અને નિદ્રાપંચકની બે આવલિકા ન્યૂન ત્રણ સપ્તમાંશ સાગરોપમ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે.
પરંતુ આ ગ્રંથના મતે જઘન્ય સ્થિતિબંધ પૂર્ણ ૪/૭ સાગરોપમ વગેરે હોવાથી ઉદીરણામાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક સમજવો. એ જ રીતે હવે પછી પણ જઘન્ય સ્થિતિ ઉદીરણાના પ્રમાણમાં સર્વત્ર એ પ્રમાણે સમજવું.
જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય બેઇન્દ્રિયાદિ ચાર જાતિ, ત્રણ, બાદર અને પ્રત્યેક નામકર્મને મોટા અંતર્મુહૂર્તકાળ સુધી બાંધી પછી એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ