Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
નરકક્રિક અને વૈક્રિય અંગોપાંગ આ પાંચે પ્રકૃતિઓનો ઓછામાં ઓછો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન બે હજાર સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરી શકે છે, તેટલો સ્થિતિબંધ કરી પછી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યવાળા દેવ અને નરકમાં જાય તેવા જીવને વિગ્રહગતિમાં ત્રીજા સમયે ક્રમશઃ દેવ અને નરકાનુપૂર્વીની તેમજ પોતાના આયુષ્યના અંત્ય સમયે ક્રમશઃ દેવ તથા નરકગતિની અને બંનેમાં વૈક્રિય અંગોપાંગનામકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે તેથી તે તે જીવો તેના સ્વામી છે.
૬૧૩
ત્યાં દેવ તથા નરકાનુપૂર્વીની સાધિક પલ્યોપમના અસંખ્યાતમાભાગ ન્યૂન બે હજાર સપ્તમાંશ સાગરોપમપ્રમાણ, દેવગતિ, નરકગતિ અને વૈક્રિય અંગોપાંગની સાધિક પલ્યોપમના બે અસંખ્યાત ભાગ ન્યૂન બે હજાર સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે.
જ્યારે જે પ્રકૃતિઓનું અંતરક૨ણ કરે છે ત્યારે તે પ્રકૃતિઓની પહેલી અને બીજી એમ બે સ્થિતિ થાય છે. માટે અંતરક૨ણ કર્યા પછી ત્યાં પહેલી સ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વની મિથ્યાર્દષ્ટિ, સમ્યક્ત્વમોહનીયની ઉપશમ શ્રેણિ માટે ઉપશમ સમ્યક્ત્વ પામતાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ અથવા ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં સમયાધિક આવલિકા શેષ ક્ષાયોપશમ સમ્યક્ત્વી ચોથાથી સાતમા ગુણસ્થાનકવર્તી, સંજ્વલનત્રિક અને ત્રણ વેદની નવમા ગુણસ્થાનકવર્તી અને સંજ્વલન લોભની દસમા ગુણસ્થાનકવર્તી જીવ જઘન્ય સ્થિતિ ઉદીરણાનો સ્વામી હોય છે. અને સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે.
ટીકામાં સમ્યક્ત્વમોહનીય અને સંજ્વલનલોભની બંને શ્રેણિમાં અને બાકીની પ્રકૃતિઓની ક્ષપકશ્રેણિમાં જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય એમ બતાવેલ છે. પરંતુ બન્ને શ્રેણિઓમાં સંભવી શકે છે. પછી તો કેવલી ગમ્ય.
જે પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં બંધ હોય છે તે પ્રકૃતિઓની એકેન્દ્રિયમાં જઘન્યસ્થિતિ સત્તા પણ એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક જ હોય છે, પણ તેથી ઓછી હોતી નથી, પરંતુ જે પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં બંધ નથી અને ઉદ્ગલના થાય છે, તે પ્રકૃતિઓની ઉદ્ગલના કરતી વખતે જધન્યસ્થિતિસત્તા તેથી પણ ઓછી હોય છે. છતાં ઉદ્ગલના કરતી વખતે એકેન્દ્રિયના જઘન્યબંધ સમાન જઘન્યસ્થિતિ સત્તાથી ઓછી સત્તા થયા પછી તે પ્રકૃતિઓ ઉદયમાં આવવા યોગ્ય રહેતી નથી પરંતુ સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. તેથી મિશ્રમોહનીયની ઉદ્ગલના કરતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન એક સાગરોપમ પ્રમાણ તેની સત્તા રહે તેવા એકેન્દ્રિયો સંજ્ઞીપંચેન્દ્રિયમાં આવી જ્યારે મિશ્રગુણઠાણું પામે ત્યારે તેઓ મિશ્રગુણસ્થાનકના ચરમ સમયે મિશ્રમોહનીયની કંઈક અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન એક સાગરોપમ પ્રમાણ જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી છે.
ઉદ્ગલના કરતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ વૈક્રિયષકની સત્તાવાળા પર્યાપ્ત બાદર વાયુકાય વારંવાર વૈક્રિય શરીર બનાવી અંતિમ વૈક્રિય શરીર બનાવે ત્યારે તેના ઉદયના ચરમ સમયે કંઈક અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન