Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
૬૧૬
એકાન્તે ઉદયવાળી મનુષ્યત્રિક, તિર્યંચત્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, ઔદારિક સપ્તક, છ સંઘયણ, મધ્યમના ચાર સંસ્થાન, આતપ અને સ્થાવર ચતુષ્ક આ બત્રીસ એમ કુલ છત્રીસ પ્રકૃતિઓનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારે રસ હોય છે, પરંતુ ઉદીરણામાં ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્યથી પણ તથાસ્વભાવે દ્વિસ્થાનક જ રસ હોય છે.
શેષ પંચોતેર પ્રકૃતિઓનો બંધમાં જેમ દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારે રસ છે તેમ ઉદીરણા આશ્રયી પણ છે. ઉત્કૃષ્ટથી ચાર સ્થાનક, મધ્યમથી ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક અને દ્વિસ્થાનક એમ ત્રણ પ્રકારનો અને જઘન્યથી દ્વિસ્થાનક જ રસ હોય છે.
અઘાતી એકસો અગિયાર પ્રકૃતિઓનો રસ અઘાતી હોવા છતાં ઘાતી પ્રકૃતિઓની સાથે ઉદીરણામાં આવે છે ત્યારે સર્વઘાતી પ્રતિભાગા કહેવાય છે. માટે ઉદીરણા આશ્રયી સર્વઘાતી પ્રતિભાગા રસ હોય છે.
શુભાશુભ—પાપપ્રકૃતિઓ બધી અશુભ છે અને પુન્યપ્રકૃતિઓ બધી શુભ છે તથા સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય પણ પાપ પ્રકૃતિઓ હોવાથી અશુભ છે.
જે પ્રકૃતિઓનો વધારેમાં વધારે જેટલો ઉત્કૃષ્ટ રસ બંધાય છે તેટલો રસ સત્તામાં હોય ત્યારે ઉત્કૃષ્ટ અનુભાગ સત્તા કહેવાય છે. અને સામુદાયિક સર્વ રસસ્પર્ધકોની ઉત્કૃષ્ટ સત્તાની અપેક્ષાએ સામુદાયિકપણે અનંતભાગહીન, અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન અથવા અનંતગુણહીન અનુભાગ સત્તામાં હોય ત્યારે સત્તાગત ઘણા સ્પર્ધકોનો રસ ઓછો થવા છતાં કેટલાક સ્પર્ધકો જેવા ઉત્કૃષ્ટ રસવાળા બંધાયા હતા તેવા રસવાળા પણ સત્તામાં રહી જાય છે, તેથી ઉત્કૃષ્ટ અનુભાગ સત્તાની અપેક્ષાએ ઉપર બતાવ્યા પ્રમાણે ષસ્થાન હીન અનુભાગ સત્તાવાળા જીવોને પણ ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે.
વિપાક—મોહનીયની અઠ્ઠાવીસ, જ્ઞાનાવરણ પાંચ, કેવલ દર્શનાવરણ અને વીર્યંતરાય આ પાંત્રીસ પ્રકૃતિઓ જીવદ્રવ્યમાં સંપૂર્ણપણે પોતાના વિપાકની અસર બતાવે છે. પરંતુ તેના અમુક ભાગને અસર બતાવે છે અને અમુક ભાગને નથી બતાવતા, એમ નથી.
સંપૂર્ણ જીવ દ્રવ્ય ઉપર અસર કરવા છતાં જીવના દરેક પ્રદેશોમાં જે જ્ઞાનાદિ અનંતાનંત પર્યાયો છે તે સર્વને દબાવવાની શક્તિ તે પ્રકૃતિઓમાં ન હોવાથી અમુક પર્યાયોને દબાવવા છતાં જીવના દરેક પ્રદેશમાં અમુક અમુક અંશે જ્ઞાનાદિ ગુણો વિદ્યામાન હોય છે, અન્યથા જીવ અજીવપણું જ પામે. કહ્યું પણ છે કે—અત્યંત ગાઢ વાદળ ચઢી આવે તોપણ ચન્દ્ર-સૂર્યની પ્રભા કંઈક અંશે પ્રગટ રહે જ છે. નહીંતર દરેક પ્રાણીઓને પ્રસિદ્ધ રાત અને દિવસનો ભેદ પણ ન રહે.
જેમ અમલદારને દસ હજાર રૂ।. સુધીનો દંડ કે સજા કરવાની સત્તા હોય અને જો તે રોષાયમાન થઈ જાય તો તેટલો દંડ કે સજા કરી શકે, તેમ જે ગુણનો જેટલો વિષય હોય તે ગુણને આવ૨ના૨ કર્મનો પણ તેટલો જ વિષય હોય છે. તેથી ગુરુ-લઘુ પરિણામી “અનંતપ્રદેશી સ્કંધો જ ચક્ષુનો વિષય હોવાથી ચક્ષુદર્શનાવરણનો વિપાક ગુરુલઘુ પરિણામી અનંતપ્રદેશી