Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૬૨૩
અહીં તેમનું ગ્રહણ કરેલ નથી તેનું કારણ બહુશ્રુતો જાણે.
ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિવિશુદ્ધ સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાયજીવો આતપનામકર્મના સ્વામી છે. તેમજ ચારે આનુપૂર્વીના પોતપોતાની ગતિની જેમ ઉત્કૃષ્ટઅનુભાગ ઉદીરણાના સ્વામી છે. પરંતુ આનુપૂર્વીઓનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે અને ઉદય હોય ત્યારે જ ઉદીરણા હોય છે તેમજ વિગ્રહગતિ વધારેમાં વધારે ત્રણ સમયની હોય છે. તેથી પોતપોતાના ભવમાં વિગ્રહગતિમાં ત્રીજા સમયે વર્તતા અને તેમાં પણ દેવમનુષ્યાનુપૂર્વીના તદ્માયોગ્ય અતિવિશુદ્ધ અને નરક-તિર્યંચાનુપૂર્વીના તદ્માયોગ્ય અતિસંક્લિષ્ટ જીવો જાણવા.
તૈજસ-કાશ્મણસપ્તક, મૃદુ-લઘુસ્પર્શ વિના શેષ શુભવર્ણાદિ નવ, અગુરુલઘુ, નિર્માણ, સ્થિરદ્ધિક સૌભાગ્ય, આદેયદ્રિક, તીર્થકર નામકર્મ અને ઉચ્ચ ગોત્ર આ પચીસ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી સયોગી કેવલીઓ છે. અને અવધિજ્ઞાનાવરણીય વિના ચાર જ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, મિથ્યાત્વ, સોળ કષાય, કર્કશ-ગુરુ સ્પર્શ વિના અશુભવર્ણાદિ સાત અને અસ્થિર દ્વિક આ એકત્રીસ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી અતિસંક્લિષ્ટ પરિણામી સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાષ્ટિ સંજ્ઞીપંચેન્દ્રિયો છે.
અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી ચારે ગતિના અતિસક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયો છે. પરંતુ અવધિજ્ઞાન પ્રાપ્ત કરતાં ઘણા રસનો ક્ષય થઈ જાય છે. તેથી અવધિજ્ઞાનયુક્ત આત્માઓને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થતી નથી. માટે અવધિજ્ઞાન રહિત જીવો ગ્રહણ કર્યા છે. જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી :
અહીં પુન્યપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તે તે પ્રકૃતિઓની ઉદીરણા કરનારા જીવોમાં જે જીવો અતિસંક્લિષ્ટ પરિણામી હોય તેઓને જ હોય છે. અને પાપપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તે તે પ્રકૃતિઓની ઉદીરણા કરનારા જીવોમાં જે જીવો અતિવિશુદ્ધ પરિણામી હોય તેઓને જ હોય છે. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી.
બારમાં ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સર્વોત્કૃષ્ટ ચૌદ પૂર્વલબ્ધિસંપન્ન જીવો મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુર્દર્શનાવરણ, અને અચક્ષુર્દર્શનાવરણના, પરમાવધિજ્ઞાનવાળા અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના, અને વિપુલમતિમનઃપર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનાવરણના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે, તે તે ગુણો પ્રાપ્ત કરતાં ઘણા રસનો નાશ થતો હોવાથી બારમા ગુણસ્થાનકે બહુ જ ઓછો રસ સત્તામાં હોય છે, તેમ જ ચરમ આવલિકામાં ઉદીરણા જ થતી ન હોવાથી સર્વોત્કૃષ્ટ તે તે ગુણયુક્ત જીવો બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જ જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે, તેથી તેઓનું ગ્રહણ કરેલ છે.
ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમયે યથાસંભવ ઉદય પ્રાપ્ત હાસ્યષકના, નવમા ગુણસ્થાનકે પોતપોતાની ઉદીરણાના ચરમસમયે ત્રણ વેદ તથા સંજ્વલનત્રિકના, દશમા