Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૬૦૯
મિશ્રમોહનીયનો આવલિકા અધિક બે અંતર્મુહૂર્વ અદ્ધાચ્છેદ અને ઉપર બતાવેલ તૃતીયગુણસ્થાનકવાળો આત્મા તેની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણાનો સ્વામી છે.
સમ્યક્વમોહનીય, સાતવેદનીય, મનુષ્યગતિ, સ્થિરષક, શુભવિહાયોગતિ, પ્રથમના પાંચ સંઘયણ તથા પ્રથમના પાંચ સંસ્થાન, ઉચ્ચ ગોત્ર અને નવ નોકષાય આ ત્રીસ પ્રવૃતિઓ ઉદયસંક્રમોત્કૃષ્ટા છે તેમાં સમ્યક્વમોહનીય ઉપર આવી ગયેલ હોવાથી તે વિના શેષ ઓગણત્રીસ પ્રકૃતિઓનો ત્રણ આવલિકા અદ્ધાચ્છેદ અને બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટસ્થિતિ સત્તાવાળા જીવો પોતપોતાના ઉદયમાં વર્તતા ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણાના સ્વામી છે. કારણ કે આ બધી પ્રવૃતિઓનો પોતપોતાના મૂળકર્મ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો નથી. પરંતુ પોતપોતાની પ્રતિપક્ષ પ્રકૃતિઓના સંક્રમથી ઉત્કૃષ્ટસ્થિતિ સત્તા થાય છે.
દા. ત. સાતાવેદનીયની પ્રતિપક્ષ અસાતાવેદનીયનો ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તુરત જ સતાવેદનીયનો બંધ શરૂ કરે ત્યારે બંધાતી એવી સાતવેદનીયમાં અસાતાની બંધ આવલિકા વ્યતીત થયા બાદ તરત જ ઉદયાવલિકા ઉપરની એટલે બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ અસતાવેદનીયને સાતાવેદનીયમાં ઉદાયવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી તે જ સમયે સાતવેદનીયની આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા થાય છે. પરંતુ સંક્રમાવલિકામાં કોઈ કરણ લાગતું ન હોવાથી સંક્રમાવલિકા વીત્યા પછી તે સઘળી સ્થિતિ ઉદીરણાને યોગ્ય થાય છે. પરંતુ ઉદયાવલિકા પણ સકલકરણને અયોગ્ય હોવાથી તેમાં ઉદીરણા થતી નથી. માટે સંક્રમાવલિકા અને ઉદયાવલિકા તેમજ એક આવલિકા સત્તામાં પ્રથમથી જ ઓછી છે તેથી કુલ ત્રણ આવલિકાનો અદ્ધાશ્કેદ થાય છે. અને સાતાવેદનીયના ઉદયવર્તી બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ સત્તાવાળા જીવોને ઉત્કૃષ્ટ-સ્થિતિ ઉદીરણા થાય છે. માટે તે જીવો તેના સ્વામી કહેવાય છે.
એ જ પ્રમાણે ઉચ્ચ ગોત્રના પ્રતિપક્ષ નીચ ગોત્રનો વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરી તુરત જ ઉચ્ચ ગોત્રનો બંધ શરૂ કરે ત્યારે બંધાતા એવા ઉચ્ચ ગોત્રમાં નીચ ગોત્રની બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદયાવલિકા ઉપરના અર્થાત્ બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નીચ ગોત્રને ઉચ્ચ ગોત્રમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી તે સમયે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉચ્ચ ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા થાય છે. અને સંક્રમાવલિકામાં કોઈપણ કરણ લાગતું ન હોવાથી સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉદીરણા શરૂ થાય છે. પરંતુ ઉદયાવલિકા પણ સકલ કરણને અયોગ્ય હોવાથી તેનાં દલિકોની ઉદીરણા થતી નથી માટે ત્રણ આવલિકા અદ્ધાચ્છેદ અને બે આવલિકા ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉચ્ચ ગોત્રની સત્તાવાળા ઉચ્ચ ગોત્રના ઉદયવર્તી જીવો ઉચ્ચ ગોત્રની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણાના સ્વામી છે.
એ જ પ્રમાણે શેષ સત્તાવીસ પ્રકૃતિઓ માટે પણ સમજવું, પરંતુ તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે, એ ખાસ યાદ રાખવું.
મનુષ્યાનુપૂર્વી વગેરે અનુદયસંક્રમોત્કૃષ્ટા અઢાર અને અનુદયબંધોત્કૃષ્ટા નરકદ્ધિક વગેરે પંચકર-૭૭