Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૬૧
ઉદીરણાકરણ વર્તમાન વિશુદ્ધ પરિણામવાળા સંમૂછિમ અપર્યાપ્ત મનુષ્ય સમજવા. ૮૭
जोगंतुदीरणाणं जोगते दुसरसुसरसासाणं । नियगंते केवलीणं सव्वविसुद्धस्स सेसाणं ॥४८॥ योग्यन्तोदीरणानां योग्यन्ते दुःस्वरसुस्वरोच्चासानाम् । निजकान्ते केवलिनां सर्वविशुद्धस्य शेषाणाम् ॥८॥
અર્થ સયોગીને અંતે જેની ઉદીરણા થાય છે, તેઓની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી ચરમ સમયે વર્તમાન સયોગીકેવલી છે, તથા દુઃસ્વર, સુસ્વર અને ઉચ્છવાસ નામની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા તેનો તેના નિરોધકાળે સયોગીકેવલીને થાય છે. તથા શેષ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા સર્વવિશુદ્ધ પરિણામીને જાણવી.
ટીકાનું–જે પ્રકૃતિઓના ઉદીરક ચરમ સમયે વર્તમાન સયોગીકેવલી છે, તે મનુજગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસસપ્તક, ઔદારિક સપ્તક, સંસ્થાન પક, પ્રથમ સંઘયણ, વર્ણાદિ વસ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, વિહાયોગતિદ્રિક, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, આદેય, યશકીર્તિ, નિર્માણ, તીર્થકર અને ઉચ્ચ ગોત્ર રૂપ બાસઠ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા કરનાર ચરમ સમયે વર્તમાન સયોગીકેવલી છે.
સુસ્વર, દુસ્વરની સ્વરના નિરોધકાળ અને ઉચ્છવાસનામની ઉદ્ઘાસના નિરોધકાળે સયોગીકેવલી ભગવાન ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા કરે છે.
બાકીની પ્રવૃતિઓ કે જેની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી કહ્યો ન હોય તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા તે તે પ્રકૃતિના ઉદયવાળા સર્વવિશુદ્ધ પરિણામીને સમજવી. દરેક પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા ગુણિતકર્માશ આત્માને થાય છે, એમ સમજવું. ૮૮
( આ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશોદરિણાનું સ્વામિત્વા કહ્યું, હવે જઘન્ય પ્રદેશોદીરણાનું સ્વામિત્વ કહે છે –
तप्पाओगकिलिट्ठा सव्वाण होंति खवियकम्मंसा । ओहीणं तव्वेई मंदाएँ सुही य आऊणं ॥८९॥ तत्यायोग्यक्लिष्टाः सर्वासां भवन्ति क्षपितकमांशाः । अवध्योस्तद्वेदी मन्दायाः सुखी चायुषाम् ॥८९॥
૧. શેષ કર્મપ્રકૃતિઓમાં પાંચ અંતરાય અને સમ્યક્ત મોહનીયકર્મ રહે છે તેમાં અંતરાયની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે ગુણિતક—શ આત્માને થાય છે. અને મિશ્રમોહનીયકર્મ સર્વસંક્રમ વડે જ્યારે સમ્યક્વમોહનીયમાં સંક્રમે ત્યારે સત્ત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય, મિશ્રમોહનીય સંક્રમ્યા પછી સંક્રમાવલિકા ગયા બાદ સમ્યક્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા ગુણિતકશ આત્માને સંભવે છે.
પંચ૦૨-૭૧