Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૬૦
देवनारकायुषोर्जघन्यज्येष्ठस्थितिको गुर्वसातौ । इतरायुषोरीतरौ अष्टमवर्षेऽष्टवर्षायुषौ ॥८६॥
અર્થ—દેવ અને નરકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી ગુરુ દુઃખોદયી અનુક્રમે જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુવાળા દેવ, નારકી જાણવા. ઇતર-મનુષ્ય અને તિર્યગાયુની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી આઠ વર્ષના આયુવાળા આઠમે વરસે વર્તમાન મનુષ્ય અને તિર્યંચો
સમજવા.
પંચસંગ્રહ-૨
ટીકાનુ—જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ગુરુ દુઃખોદયી અને નારકી અનુક્રમે દેવનારકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી સમજવા. તાત્પર્ય એ કે—દશ હજાર વર્ષના આયુવાળો ભારે દુઃખના ઉદયમાં વર્તમાન અર્થાત્ ઘણો દુઃખી દેવ દેવાયુની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી છે. અલ્પ આયુવાળા દેવો દુ:ખી હોઈ શકે છે, કેમ કે અલ્પ પુન્યના પ્રકર્ષવાળા છે. અને મિત્ર વિયોગાદિ કારણે તીવ્ર દુ:ખોદયી પણ સંભવી શકે છે, અને તીવ્ર દુ:ખ આયુની પ્રબળ ઉદીરણા થવામાં કારણ છે, એટલે અલ્પ આયુવાળા દેવ ગ્રહણ કર્યા છે. તથા તેત્રીસ સાગરોપમના આયુવાળો અત્યન્ત દુઃખી નારકી નરકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા કરે છે. કારણ કે ઘણાં દુ:ખને અનુભવતો ઘણાં પુદ્ગલોનો ક્ષય કરે છે, માટે તેનું ગ્રહણ કર્યું છે તથા ઇતર-તિર્યંચ-મનુષ્યાયુની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી અનુક્રમે આઠ વરસના આયુવાળા આઠમે વર્ષે વર્તમાન અત્યંત દુ:ખી તિર્યંચ અને મનુષ્યો સમજવા. ૮૬.
एगंतेणं चिय जा तिरिक्खजोग्गाउ ताणं ते चेव । नियनियनामविसिट्ठा अपज्जनामस्स मणु सुद्धो ॥८७॥
एकान्तेनैव यास्तिर्यग्योग्यास्तासां ते चैव ।
निजनिजनामविशिष्टा अपर्याप्तनाम्नो मनुष्यः शुद्धः ॥८७॥
અર્થ—એકાન્તે તિર્યંચગતિમાં જ જે ઉદય યોગ્ય પ્રકૃતિઓ છે તેઓની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી તે તે વિશિષ્ટ નામવાળા તિર્યંચો જ છે. તથા અપર્યાપ્ત નામની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી વિશુદ્ધ પરિણામી મનુષ્ય છે.
ટીકાનુ—જે કર્મપ્રકૃતિઓ એકાન્ત તિર્યંચગતિમાં જ ઉદય યોગ્ય છે, જેવી કેએકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, તેઇન્દ્રિયજાતિ, ચરિન્દ્રિયજાતિ, આતપ, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એ આઠ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી તે તે નામવાળા તિર્યંચો જ છે. જેમ કે-એકેન્દ્રિયજાતિ અને સ્થાવર નામની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી પોતાને યોગ્ય સર્વવિશુદ્ધ બાદર એકેન્દ્રિય પૃથ્વીકાય, આતપ નામની ખર બાદર પૃથ્વીકાય, સૂક્ષ્મ નામની પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, સાધારણ નામની સાધારણ વનસ્પતિ, અને વિકલેન્દ્રિયજાતિની વિકલેન્દ્રિયો ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી છે. આ સઘળા પોતપોતાને યોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં વર્તતા ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી સમજવા.
તથા અપર્યાપ્ત નામની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી અપર્યાપ્તાવસ્થાના ચરમ સમયે