Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૫૨
પંચસંગ્રહ-૨
मिथ्यादृष्टिरन्तरे क्लिष्टः विंशतेधुंवोदयानां शुभानाम् ।
आहारकयतिराहारकस्याविशुद्धपरिणामः ॥७५॥ અર્થ-વિગ્રહગતિમાં વર્તમાન ક્લિષ્ટ મિથ્યાદષ્ટિ વીસ શુભ ધ્રુવોદયી પ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણાં કરે છે. તથા અવિશુદ્ધ પરિણામી આહારકયતિ આહારકસપ્તકના જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે.
ટીકાનુ—વિગ્રહગતિમાં વર્તમાન અણાહારી અતિક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિ આત્મા તૈજસસપ્તક, મૃદુ-લઘુ સ્પર્શ વર્જિત શુભ વર્ણાદિ નવ, અગુરુલઘુ, સ્થિર, શુભ અને નિર્માણરૂપ શુભ ધ્રુવોદયી વીસ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણાનો સ્વામી છે. તથા (સ્વ પ્રાયોગ્ય) સંક્લિષ્ટ પરિણામી આહારકયતિ આહારકસપ્તકના જઘન્ય અનુભાગની ઉદીરણાનો સ્વામી છે. ૭૫
अप्पाउ रिसभचउरंसगाण अमणो चिरट्रिइ चउण्हं । संठाणाण मणूओ संघयणाणं तु सुविसुद्धो ॥७६॥ अल्पायुः ऋषभचतुरस्त्रयोः अमनाः चिरस्थितिः चतुर्णाम् ।
संस्थानानां मनुजः संहननानां तु सुविशुद्धः ॥७६॥ અર્થ-અલ્પઆયુવાળો અસંજ્ઞી પ્રથમ સંઘયણ સંસ્થાનની, દીર્ઘ સ્થિતિવાળો અસંજ્ઞી ચાર સંસ્થાનની, અને વિશુદ્ધ પરિણામવાળો મનુષ્ય ચાર સંઘયણના જઘન્ય અનુભાગની ઉદીરણાનો સ્વામી છે.
ટીકાન–અલ્પ આયુવાળો અતિસંક્લિષ્ટ પરિણામી ભવના પ્રથમ સમયે વર્તમાન આહારી અને મિથ્યાદૃષ્ટિ અસંજ્ઞી પંચેન્દ્રિય આત્મા વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરગ્ન સંસ્થાનના જઘન્ય અનુભાગની ઉદીરણાનો સ્વામી છે. આ પ્રવૃતિઓ શુભ છે તેથી તેની જઘન્ય રસોદીરણામાં ક્લિષ્ટ પરિણામ હેતુ છે, અને અલ્પ આયુવાળો ક્લિષ્ટપરિણામી હોય છે, માટે અહીં અલ્પાયુ એ વિશેષણ ગ્રહણ કર્યું છે, તથા પોતાના આયુની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન અર્થાત્ સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ આયુવાળો એટલે કે પૂર્વકોટિ વર્ષાયુવાળો આહારી ભવ પ્રથમ સમયે વર્તમાન તે જ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ વચલા ચાર સંસ્થાનના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાનો સ્વામી છે. તથા સેવાર્ત અને વજઋષભનારાચ સંઘયણ વર્જીને વચલા ચાર સંઘયણના જઘન્ય અનુભાગની ઉદીરણાનો સ્વામી પૂર્વકોટિ વર્ષના આયુવાળો ભવ પ્રથમ સમયે વર્તમાન આહારી અને વિશુદ્ધ પરિણામવાળો મનુષ્ય છે. ઉપરોક્ત પ્રકૃતિઓ અશુભ છે, તેની જઘન્ય રસોદીરણામાં વિશુદ્ધ પરિણામ હેતુ છે, દીર્ઘ આયુવાળા વિશુદ્ધ પરિણામી હોય છે, માટે અહીં દીર્ધાયુ એ વિશેષણ ગ્રહણ કર્યું છે. તિર્યફ પંચેન્દ્રિયની અપેક્ષાએ મનુષ્યો પ્રાયઃ અલ્પ બળવાળા
૧. પુન્યપ્રકતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણા અતિસંક્લિષ્ટ પરિણામીને થાય છે. અને તેવો સંક્લેશ પ્રથમ ગુણસ્થાનકે હોય છે, એટલે મિથ્યાદષ્ટિ આત્મા ગ્રહણ કર્યો છે. અતિ અલ્પ યોગ-બળ લેવા માટે વિગ્રહગતિમાં વર્તમાન આત્મા લીધો હોય તેમ જણાય છે.