Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
૫૫૦
ચારિત્ર પ્રાપ્ત કરનાર આત્માને મિથ્યાત્વ ગુણસ્થાનકના ચરમ સમયે અત્યંત વિશુદ્ધ પરિણામ હોવાથી મિથ્યાત્વ અને અનંતાનુબંધિ એ પાંચ પ્રકૃતિના જઘન્ય અનુભાગની ઉદીરણા થાય છે.
તથા સંયમની પ્રતિપત્તિકાળે ચાર-ચાર પ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણા થાય છે. અર્થાત્ અવિરતિ સમ્યગ્દષ્ટિથી સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરનારને ચતુર્થ ગુણસ્થાનકના અંતે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભના જઘન્યાનુભાગની અને દેશિવરતિ ગુણસ્થાનકથી સર્વવિરતિ પ્રાપ્ત કરનારને દેશવિરતિને અંતે તીવ્ર વિશુદ્ધિ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભના જઘન્ય અનુભાગથી ઉદીરણા થાય છે. તથા જે સભ્યગ્મિથ્યાદૃષ્ટિ અનંતર સમયે સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે, તે સમ્મગ્મિથ્યાર્દષ્ટિ આત્મા મિશ્રમોહનીયના જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે. મિશ્રદૃષ્ટિ આત્મા તથાપ્રકારની વિશુદ્ધિના અભાવે સમ્યક્ત્વ અને સંયમ એક સાથે પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ સમ્યક્ત્વ જ પ્રાપ્ત કરી શકે છે, માટે ગાથામાં સમ્માભિમુહોમીસે સમ્યક્ત્વને સન્મુખ થયેલ મિશ્રદૃષ્ટિ મિશ્રમોહનીયના જઘન્ય અનુભાગનો ઉદીક કહ્યો છે.
પોતપોતાના આયુની જઘન્ય સ્થિતિમાં વર્તમાન અર્થાત્ જઘન્ય આયુવાળા ચારે ગતિના આત્માઓ પોતપોતાના આયુની જઘન્ય રસોદીરણા કરે છે. તેમાં ત્રણ આયુનો જઘન્ય સ્થિતિબંધ સંક્લેશના વશથી થાય છે, જઘન્ય રસબંધ પણ તે વખતે જ થાય છે. કેમ કે નારકાયુ વિના ત્રણ આયુ પુન્ય પ્રકૃતિ છે, તેની જઘન્ય સ્થિતિ અને સાથે જઘન્ય રસબંધ પણ સંક્લેશે થાય છે. એટલે એ ત્રણ આયુની જઘન્ય રસોદીરણાના અધિકારી જઘન્ય આયુવાળા છે. અને ના૨કાયુનો જઘન્ય સ્થિતિબંધ વિશુદ્ધિના વશથી થાય છે, તેનો જઘન્ય રસબંધ પણ તે વખતે જ થાય છે. કેમ કે નારકાયુ પાપપ્રકૃતિ છે. તેનો જઘન્ય સ્થિતિબંધ અને સાથે જઘન્ય રસબંધ પણ વિશુદ્ધિના યોગે થાય છે. એટલે નારકાયુના જઘન્ય રસની ઉદીરણાનો અધિકા૨ી પણ તેની જઘન્ય સ્થિતિવાળો આત્મા છે. તાત્પર્ય એ આવ્યો કે ત્રણ આયુના જઘન્ય અનુભાગનો ઉદ્દીરક તે તે આયુની જઘન્ય સ્થિતિમાં વર્તમાન અતિ સંક્લિષ્ટ પરિણામી, અને નારકાયુના જઘન્ય અનુભાગનો ઉદીરક પોતાની જઘન્ય સ્થિતિમાં વર્તમાન અતિવિશુદ્ધ પરિણામવાળો આત્મા છે. ૭૨
पोग्गलविवागियाणं भवाइसमये विसेसमुरलस्स । सुहुमापज्जो वाऊ बादरपज्जत्त वेउव्वे ॥ ७३ ॥
જે પછીના સમયે સમ્યક્ત્વ સાથે સર્વવિરતિ પ્રાપ્ત કરે તે સમયે એટલે કે મિથ્યાત્વના ચરમ સમયે મિથ્યાત્વ મોહનીયના જઘન્ય રસની ઉદીરણા અહીં તેમજ કર્મપ્રકૃતિમાં પણ કહી છે. અહીં કયું સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં જધન્યરસની ઉદીરણા થાય તે વિચારવાનું રહે છે. ક્ષાયોપશમિક પ્રાપ્ત કરતાં મિથ્યાત્વના ચરમ સમયે મિથ્યાત્વમોહનીયના જઘન્ય રસની ઉદીરણા સંભવે છે. જો કે ઉપશમ સમ્યક્ત્વ સાથે પણ સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. પરંતુ તેની ઉદીરણા પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે દૂર થાય છે એટલે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વના ચરમ સમયે મિથ્યાત્વ મોહનીયની ઉદીરણા જ સંભવી શકતી નથી, તો પછી જઘન્ય કઈ રીતે સંભવે ? માટે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ સાથે સર્વવિરતિ પ્રાપ્ત કરનારને મિથ્યાત્વના ચરમ સમયે તેના જઘન્ય રસની ઉદીરણા સંભવે છે. તત્ત્વ કેવલીગમ્ય.