Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
૫૪૧ અર્થ–દાનાંતરાયાદિ પાંચ અને અચક્ષુદર્શનાવરણીયના ઉત્કૃષ્ટ રસની ઉદીરણા હન લબ્ધિવાળા સૂક્ષ્મ એકેન્દ્રિયને ભવાદિ સમયે થાય છે. ચક્ષુદર્શનાવરણીયની ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત તેઇન્દ્રિયને થાય છે.
ટીકાનુ–દાનાંતરાયાદિ પાંચ અંતરાય અને અચક્ષુદર્શનાવરણીય એ છ કર્મપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા અત્યંત અલ્પ દાનાદિની લબ્ધિવાળા અને અત્યંત અલ્પ ચક્ષુ સિવાયની શેષ ઇન્દ્રિયના વિજ્ઞાનની લબ્ધિવાળા સૂક્ષ્મ એકેન્દ્રિયને ઉત્પત્તિને પ્રથમ સમયે થાય છે. તથા સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત તે ઇન્દ્રિયોને પર્યાપ્તિના ચરમ સમયે ચક્ષુદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે. તે તે આત્માઓ તે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાના સ્વામી છે. ૫૮
निद्दाणं पंचण्हवि मज्झिमपरिणामसंकिलिट्ठस्स । पणनोकसायसाए नरए जेट्टट्ठिति समत्तो ॥५९॥ निद्राणां पंचानामपि मध्यमपरिणामसंक्लिष्टस्य ।
पञ्चनोकषायासातानां नारको ज्येष्ठस्थितिकः समाप्तः ॥५९॥ અર્થ–મધ્યમ પરિણામવાળા અને ત~ાયોગ્ય સંક્લિષ્ટ આત્માને પાંચે નિદ્રાની ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા થાય છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત નારકી પાંચ નોકષાય અને અસાતવેદનીયની ઉત્કૃષ્ટ અનુભાગોદરણાનો સ્વામી છે.
ટીકાનુ–સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત, મધ્યમ પરિણામવાળા અને ત~ાયોગ્ય સંક્લેશયુક્ત આત્માને પાંચે નિદ્રાની ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા થાય છે. અત્યન્ત વિશુદ્ધ પરિણામવાળાને કે અત્યન્ત સંક્લિષ્ટ પરિણામવાળાને કોઈ પણ નિદ્રાનો ઉદય જ હોતો નથી,
૧. જઘન્ય, ઉત્કૃષ્ટ ઉદીરણાનો કોણ સ્વામી છે તે જોવાથી આ હકીકત સ્પષ્ટ થશે. તેના સ્વામિત્વનો અધિકાર હવે પછી શરૂ થાય છે.
અહીં ઉદીરણાના સ્વામિત્વના સંબંધમાં કેટલીએક પ્રકૃતિઓનું સ્વામિત્વ સમજાય છે. કેટલીએકનું સમજાતું નથી. નહિ સમજાય તેને બુહશ્રુતને ભળાવીને સમજાય તે કારણોને અહીં બતાવવા પ્રયાસ કર્યો છે.
અહીં સૂક્ષ્મ એકેન્દ્રિયોને ભવ પ્રથમસમયે દાનાંતરાયાદિ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા કહી છે. કારણ એમ જણાય છે કે શરૂઆતમાં તે દાનાદિગુણો ખૂબ દબાયેલા હોય છે, કર્મનો ઉદય તીવ્ર . પ્રમાણમાં હોય છે એટલે ઉદીરણા પણ ઉત્કૃષ્ટ હોય છે. આ પ્રવૃતિઓનો દરેક જીવોને ક્ષયોપશમ હોય છે, અને તે પણ ભવ પ્રથમ સમયથી જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ વધારે હોવો જોઈએ એમ લાગે છે. એટલે આગળ જેમ જેમ યોગ વધતો જાય તેમ તેમ ક્ષયોપશમ વધતો હોય. અને તેથી ઉદીરણાનું પ્રાબલ્ય ઘટતું જાય એમ લાગે છે.
ઇન્દ્રિયને પોતાની પર્યાપ્તાવસ્થાના ચરમસમયે ચક્ષદર્શનાવરણીયના અનુભાગની ઉત્કૃષ્ટ ઉદીરણા કહી છે. દરેક અપર્યાપ્ત અપર્યાપ્તાવસ્થામાં ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણયોગવૃદ્ધિએ વધે છે, અપર્યાપ્તાવસ્થાના છેલ્લા સમયે યોગ ઘણો હોવાને લીધે ઘણો અનુભાગ ઉદીરી શકે એમ જણાય છે. એકેન્દ્રિયાદિને એટલો યોગ નહિ હોવાથી તેઓ ઘણા અનુભાગની ઉદીરણા નહિ કરી શકતા હોય એટલે તેમને લીધા ન હોય. ' ચઉરિન્દ્રિયાદિને તો ચહ્યુઇન્દ્રિયાવરણનો ક્ષયોપશમ જ હોય છે.