Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
૫૩૫
અર્થ-દેશવિરતિ આદિ જીવોને સૌભાગ્યાદિ અને ઉચ્ચ ગોત્રકર્મની ઉદીરણા ગુણ પરિણામથી થાય છે. દેશવિરતિ આદિ જીવોને નવ નોકષાયોનો અતિહીન સ્પર્ધકથી આરંભી અનંતમો ભાગ ગુણપરિણામકૃત ઉદીરણા યોગ્ય સમજવો.
ટીકાનુ–દેશવિરતિ અને પ્રમત્ત સંયતાદિ આત્માઓને સુભગાદિ-સૌભાગ્ય આદેય અને યશકીર્તિ, તથા ઉચ્ચ ગોત્ર કર્મની અનુભાગોદરણા ગુણપરિણામકૃત-દેશવિરતિ આદિ વિશિષ્ટગુણની પ્રાપ્તિ વડે થયેલા પરિણામ દ્વારા કરાયેલી છે એમ સમજવું.
તે જ હકીકત સ્પષ્ટ કરે છે. જે કોઈ આત્મા સુભગ આદિની પ્રતિપક્ષ દુર્ભગ આદિ પ્રકૃતિના ઉદયયુક્ત હોય છતાં પણ જ્યારે તે દેશવિરતિ કે સર્વવિરતિ ગુણ પ્રાપ્ત કરે છે ત્યારે તે દેશવિરતિ આદિ ગુણના પ્રભાવથી તે ગુણસંપન્ન આત્માને સુભગાદિ પ્રકૃતિની જ ઉદયપૂર્વક ઉદીરણા પ્રવર્તે છે. એટલે કે દુર્ભાગાદિનો ઉદય પલટાઈ સુભગાદિનો જ ઉદય થાય છે.
સ્ત્રીવેદ આદિ નવ નોકષાયોના અતિ જઘન્ય અનુભાગ સ્પર્વેકથી આરંભી અનુક્રમે (કુલ સ્પર્ધ્વકનો) અનંતમો ભાગ દેશવિરત-સર્વવિરત આત્માઓને ગુણપરિણામકૃત ઉદીરણા યોગ્ય સમજવો. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા પરમાં તો આ પ્રકૃતિઓનો અસંખ્યાતમો ભાગ ગુણપરિણામકૃત ઉદીરણા યોગ્ય કહ્યો છે. તત્ત્વ કેવલી ભગવંત જાણે. ૫૧
जा जंमि भवे नियमा उदीरए ताउ भवनिमित्ताओ । परिणामपच्चयाओ सेसाओ सइ स सव्वत्थ ॥५२॥ या यस्मिन्भवे नियमादुदीरयति ता भवनिमित्ताः ।
રામપ્રત્યયા: શેષા: સતી સાં સર્વત્ર આકરા અર્થ—જે પ્રકૃતિઓને જે ભવમાં અવશ્ય ઉદીરે છે, તે ભવનિમિત્તક કહેવાય છે. અને શેષ પરિણામ પ્રત્યયિક કહેવાય છે. કારણ કે તે પ્રકૃતિઓની ઉદીરણા સર્વત્ર પ્રવર્તે છે.
ટીકાનુ–જે જે કર્મ પ્રકૃતિઓને જે જે ભવમાં અવશ્ય ઉદીરે છે, તે તે પ્રકૃતિઓ તે તે ભવ છે કારણ જેમાં એવી એટલે કે તદ્ તદ્દભવ પ્રત્યયિક કહેવાય છે, અર્થાત તે તે પ્રકૃતિઓની ઉદીરણામાં તે તે ભવ કારણ છે એમ સમજવું. જેમ નરકત્રિકની ઉદીરણા નારકભવનિમિત્તક થાય છે, દેવત્રિકની ઉદીરણામાં દેવભવ કારણ છે, તિર્યંત્રિક એકેન્દ્રિય, વિકલેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ નામકર્મની ઉદીરણા તિર્યભવ પ્રત્યયિક છે, અને મનુષ્યત્રિકની ઉદીરણામાં મનુષ્યભવ હેતુ છે. ઉપરોક્ત વીસ પ્રકૃતિઓની ઉદીરણા તે તે ભવમાં જ થતી હોવાથી ભવ પ્રત્યયિક કહેવાય છે.
બાકીની પ્રકૃતિઓની ઉદીરણામાં કોઈ ખાસ ભવ પ્રતિબંધક નહિ હોવાથી પરિણામ
૧. જઘન્ય અદ્ધકથી આરંભી કલ અદ્ધકોનો અનંતમો ભાગ વેદાદિ પ્રકતિઓનો દેશવિરત આદિ આત્માઓને ઉદીરણા યોગ્ય અહીં કહ્યો છે. એટલે જઘન્ય રસ પદ્ધકથી આરંભી અનંત રૂદ્ધક દ્વારા જેવા પરિણામ થાય તેવો વેદાદિનો ઉદય દેશવિરતાદિને સમજવો, કેમ કે ગુણના પ્રભાવથી તે તે પાપપ્રકતિઓનો ઉદય મંદમંદ હોય છે, એટલે એ સંભવે છે.