Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
હવે જે પ્રકૃતિઓની ઉદીરણા ગુણ-અગુણ પરિણામકૃત કે ભવકૃત નથી તેનો નિર્દેશ કરતાં આ ગાથા કહે છે.
૫૩૪
उत्तरतणुपरिणामे अहिय अहोन्तावि होंति सुसरजुया । मिउलहु परघाउज्जोय खगइचउरंसपत्तेया ॥५०॥
उत्तरतनुपरिणामे अधिकमभवन्त्योऽपि भवन्ति सुस्वरयुक्ताः । मृदुलघुपराघातोद्योतखगतिसमचतुरस्त्रप्रत्येकाः ॥५०॥
અર્થ—સુસ્વર સાથે મૃદુ, લઘુ, પરાઘાત, ઉદ્યોત, પ્રશસ્તવિહાયોગતિ, સમચતુરગ્નસંસ્થાન, અને પ્રત્યેક નામ કર્મ રૂપ પ્રકૃતિઓ અધિક-વિશેષ આશ્રયી પહેલાં ન હોવા છતાં ઉત્તર શરીરનો પરિણામ કરે ત્યારે અવશ્ય ઉદીરણામાં પ્રાપ્ત થાય છે.
ટીકાનુ—સુસ્વર યુક્ત મૃદુ, લઘુ, પરાઘાત, ઉદ્યોત, પ્રશસ્ત વિહાયોગતિ, સમતુરગ્નસંસ્થાન, અને પ્રત્યેક નામ રૂપ કર્મ પ્રકૃતિઓ જો કે વિશેષ આશ્રયી પહેલાં નહોતી. તોપણ ઉત્તર વૈક્રિય કે આહા૨ક શરીર જ્યારે કરે ત્યારે અવશ્ય ઉદીરણામાં પ્રાપ્ત થાય છે.
તાત્પર્ય એ કે—પોતાના મૂળ શરીરથી અન્ય વૈક્રિય કે આહારક શરીર કરતાં પહેલાં ઉપરોક્ત પ્રકૃતિઓની ઉદીરણા અવશ્ય હોય છે એમ નથી, એની વિરોધી પ્રકૃતિઓની પણ ઉદીરણા કે ઉદય હોય છે. કેમ કે ગમે તે સંસ્થાન કે વિહાયોગતિ આદિના ઉદયવાળા ઉત્તર શરીર કરી શકે છે. પરંતુ જ્યારે ઉત્તર વૈક્રિય કે આહારક શરીર કરે ત્યારે તે શરીર જ્યાં સુધી રહે ત્યાં સુધી ઉપરોક્ત પ્રકૃતિઓની જ ઉદયપૂર્વક ઉદીરણા થાય છે. એટલે અહીં ગુણ-અગુણનું પ્રાધાન્ય નથી, પરંતુ ઉત્તર શરીરનું જ પ્રાધાન્ય છે. માટે ઉપરોક્ત પ્રકૃતિઓની વૈક્રિય કે આહારક શરીર કરે ત્યારે થતી ઉદીરણા ગુણાગુણ પરિણામ કૃત કે ભવકૃત નથી. પરંતુ શરીર પરિણામકૃત' છે. એમ સમજવું. ૫૦
सुभगाइ उच्चगोयं गुणपरिणामा उ देसमाईणं । अइहीणफड्डगाओ अणंतंसो नोकसायाणं ॥५१॥
सुभगाद्युच्चैर्गोत्राणां गुणपरिणामात्तु देशादीनाम् । अतिहीनस्पर्द्धकादनन्तांशोः नोकषायाणाम् ॥ ५१ ॥
૧. અહીં ગાથામાં શરીર પરિણામકૃત એવો ભેદ નથી. એટલે અહીં શંકા થાય કે ગાથામાં કહેલા ભેદમાંથી કયા ભેદમાં ઉપરોક્ત પ્રકૃતિઓની ઉદીરણાનો સમાવેશ કરવો ?
ઉત્તરમાં સમજવું કે પરિણામકૃતમાં જ સમાવેશ કરવો. કર્મપ્રકૃતિ ઉદીરણાક૨ણ ગાથા ૫૧ માં શરીરનો પરિણામ ઉપરોક્ત પ્રકૃતિઓની ઉદીરણામાં કારણભૂત હોવાથી પરિણામકૃત ઉદીરણામાં તેનો સમાવેશ કર્યો છે. તેમાં આહારક શરીરનો પરિણામ ગુણવાન આત્માઓને જ થતો હોવાથી તેની ઉદીરણાનો સમાવેશ ગુણપરિણામકૃતમાં, અને વૈક્રિય શરીરનો પરિણામ ગુણી-નિર્ગુણી બંનેને થતો હોવાથી તેની ઉદીરણાનો સમાવેશ સગુણ, નિર્ગુણ પરિણામકૃત બંનેમાં થઈ શકે છે. એટલે જ પાછલા ટિપ્પણમાં પરિણામનો શરીરપરિણામ પણ અર્થ કર્યો છે.