Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૨૨
પંચસંગ્રહ-૨
કર્મને બાંધવાનો આરંભ કરે. બંધાવલિકાના ચરમ સમયે પૂર્વબદ્ધ તે અપર્યાપ્ત નામકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે.
સાતાવેદનીયની અતિજઘન્ય સ્થિતિની સત્તાવાળો એકેન્દ્રિય આત્મા એકેન્દ્રિય ભવમાંથી નીકળી પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ઉત્પત્તિના પ્રથમ સમયથી આરંભી સાતાવેદનીયને અનુભવતો મોટા અંતર્મુહૂર્ત પર્યત અસાતાવેદનીય બાંધે, ત્યારબાદ ફરી સાતાને બાંધવાનો આરંભ કરે, બંધાવલિકાના ચરમ સમયે પૂર્વબદ્ધ સતાવેદનીયની જઘન્ય સ્થિતિની ઉદીરણા કરે છે.
એ પ્રમાણે અસતાવેદનીયની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા કહેવી. માત્ર સાતવેદનીયને સ્થાને અસતાવેદનીય પદ બોલવું, અસતાવેદનીયને સ્થાને સાતવેદનીય પદ બોલવું. ૩૪
अमणागयस्स चिरठिइअंते देवस्स नारयस्सा वा । . तदुवंगगईणं आणुपुव्विणं तइयसमयंमि ॥३५॥ अमनस्कादागतस्य चिरस्थित्यन्ते देवस्य नारकस्य वा ।
तदुपाङ्गगतीनामानुपूर्दोः तृतीयसमये ॥३५॥
અર્થ-અસંજ્ઞી પંચેન્દ્રિયમાંથી આવેલા દેવ અથવા નારકીને પોતપોતાના આયુની દીર્થ સ્થિતિના અંતે વૈક્રિય અંગોપાંગ, દેવગતિ અને નરકગતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. અને આનુપૂર્વીની પોતપોતાના આયુના ત્રીજે સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે.
ટીકાનુ–અસંજ્ઞી પંચેન્દ્રિયમાંથી નીકળી દેવ અથવા નારકમાં આવેલાને પોતપોતાના આયુની દીર્ઘ સ્થિતિને અંતે વૈક્રિય અંગોપાંગ, દેવગતિ અને નરકગતિ એમ ત્રણ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. તથા દેવ-નારકાનુપૂર્વીની પોતપોતાના આયુના ત્રીજે સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે.
તાત્પર્ય આ પ્રમાણે—કોઈ અસંજ્ઞી પંચેન્દ્રિય આત્મા દેવગતિ આદિની અતિ અલ્પ સ્થિતિ બાંધીને અને ત્યારબાદ અસંજ્ઞી પંચેન્દ્રિયમાં જ દીર્ઘકાળ પર્યત રહીને પલ્યોપમના
૧. અહીં કેટલો દીર્ઘ કાળ એ કંઈ કહેતા નથી. પરંતુ કોઈ પૂર્વકોટી વર્ષના આયુવાળો અસંશી હોય, અને તે આયુનો અમુક થોડો ભાગ ગયા બાદ જઘન્ય સ્થિતિએ ઉપરોક્ત ત્રણ પ્રકૃતિ બાંધે, ત્યારબાદ ન બાંધે. આ પ્રમાણે હોય તો દીર્ધકાળ પર્યત અસંજ્ઞીમાં રહેવાનું ઘટી શકે છે. એવો આત્મા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દેવ અથવા નારકાયું બાંધી દેવ કે નારકીમાં ઉત્પન્ન થાય. અસંજ્ઞીઓ તે કરતાં વધારે આયુ બાંધતા નથી. તેટલો કાળ ત્યાં ઉદય-ઉદીરણાથી સ્થિતિ ઓછી કરે, એટલે પોતપોતાના આયુના ચરમ સમયે જઘન્ય સ્થિતિની ઉદીરણા ઘટી શકે. અહીં કદાચ એમ શંકા થાય કે તેત્રીસ સાગરોપમના આયુવાળા દેવ નારકીને ચરમ સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કેમ ન કહી ? તેના ઉત્તરમાં એમ સમજવાનું કે તેટલી આયુની સ્થિતિ બાંધનાર સંજ્ઞી પર્યાપ્ત જ હોય અને તે ઉપરોક્ત પ્રકૃતિઓની અંત:કોડાકોડીથી ઓછી સ્થિતિ બાંધતા નથી અને અસંશીઓ તો ઉપરોક્ત પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સાતીયા બે હજાર ભાગ જ જઘન્ય સ્થિતિ બાંધે છે. એટલે અસંજ્ઞીમાંથી આવેલા દેવ નારકીને જ જધન્ય સ્થિતિ ઉદીરણા સંભવે છે.