Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
પ૨૧ ભાવના આ પ્રમાણે જઘન્ય સ્થિતિની સત્તાવાળો એકેન્દ્રિય એકેન્દ્રિય ભવમાંથી નીકળી પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ઉત્પત્તિના પ્રથમ સમયથી આરંભી દુર્ભગનામકર્મને અનુભવતો મોટા અંતર્મુહૂર્ત પર્યત સુભગનામ બાંધે, ત્યારબાદ દુર્ભગનામ બાંધવાનો આરંભ કરે, તેની બંધાવલિકાના ચરમ સમયે પૂર્વબદ્ધ દુર્ભગનામકર્મની જઘન્ય સ્થિતિની ઉદીરણા કરે.
એ જ પ્રમાણે અનાદેય, અપયશ-કીર્તિ અને નીચ ગોત્રની પણ જઘન્ય સ્થિતિની ઉદીરણા કહેવી. માત્ર અહીં આદેય યશકીર્તિ અને ઉચ્ચ ગોત્ર રૂપ પ્રતિપક્ષ પ્રકૃતિઓનો અનુક્રમે બંધ કહેવો.
તથા સર્વ જઘન્ય સ્થિતિની સત્તાવાળો બાદર તેઉકાય-વાયુકાય આત્મા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. ત્યાં ભવના પ્રથમ સમયથી આરંભી મોટા અંતર્મુહૂર્તકાળ પર્વત મનુષ્યગતિ બાંધે, ત્યારબાદ તિર્યંચગતિ બાંધવાનો આરંભ કરે. બંધાવલિકાના ચરમ સમયે પૂર્વબદ્ધ તે તિર્યંચગતિની જઘન્ય સ્થિતિની ઉદીરણા કરે છે. તિર્યંચાનુપૂર્વીની જઘન્ય સ્થિદીરણા પણ આ જ પ્રમાણે કહેવી. માત્ર વિગ્રહગતિમાં ત્રીજે સમયે કહેવી. તિર્યંચગતિનો ઉદય તો વિગ્રહ-અવિગ્રહ બંને સ્થળે હોય છે, પરંતુ આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે, માટે તેની જઘન્ય સ્થિતિની ઉદીરણા વિગ્રહગતિમાં અને વધારે કાળ કાઢવા ખાતર ત્રીજે સમયે કહી છે. '
એ જ પ્રમાણે અસાર પાંચ સંઘયણમાંથી વેદ્યમાન સંઘયણને છોડી શેષ પાંચ સંઘયણનો બંધકાળ અતિ દીર્ઘ કહેવો. ત્યારબાદ વેદ્યમાન સંઘયણનો બંધ કહેવો, બંધાવલિકાના ચરમ સમયે વેદ્યમાન અસાર સંઘયણની જઘન્ય સ્થિતિની ઉદીરણા કહેવી. (જઘન્યસ્થિતિની ઉદીરણા કહેવાનો ક્રમ જાતિનામકર્મની જેમ જ છે.) હાસ્ય-રતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા સાતાની જેમ, અને શોક-અરતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા અસાતાની જેમ કહેવી.
ઓછામાં ઓછી મનુષ્યાનુપૂર્વની સ્થિતિની સત્તાવાળો એકેન્દ્રિય એકેન્દ્રિય ભવમાંથી નીકળી મનુષ્યમાં ઉત્પન્ન થાય. વિગ્રહગતિમાં વર્તમાન તે મનુષ્ય પોતાના આયુના ત્રીજે સમયે મનુષ્યાનુપૂર્વીની જઘન્ય સ્થિતિની ઉદીરણા કરે. તથા અપર્યાપ્ત નામની અતિજઘન્ય સ્થિતિની સત્તાવાળો એકેન્દ્રિય એકેન્દ્રિય ભવમાંથી નીકળી અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ભવ પ્રથમ સમયથી આરંભી મોટા અંતર્મુહૂર્ત પર્વત પર્યાપ્ત નામકર્મ બાંધે, ત્યારબાદ અપર્યાપ્ત નામબંધકાળ સંખ્યાત ગુણ છે તેથી એકેન્દ્રિયાદિ જીવોની અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિયમાં વધારે જઘન્યસ્થિતિ ઉદીરણા પ્રાપ્ત થાય છે. તેથી એકેન્દ્રિયમાંથી આવેલા સંજ્ઞીપંચેન્દ્રિય જીવો જ બતાવ્યા છે.
૧. બીજા એકેન્દ્રિયની અપેક્ષાએ તેઉકાય-વાયુકાયમાં તિર્યંચજાતિનામની સ્થિતિની જઘન્ય સત્તા હોય એમ જણાય છે, તેથી તે બેનું ગ્રહણ કર્યું હોય એમ જણાય છે. પરાવર્તમાન પ્રકૃતિઓ તેની વિરોધીની બીજી પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે અંતર્મુહૂર્ત પર્યત જ બંધાય છે, માટે અંતર્મુહૂર્ત જ બંધકાળ લીધો છે. અપર્યાપ્તાવસ્થામાં દેવનરક ગતિનો બંધ થતો નથી માટે માત્ર મનુષ્યગતિનો બંધ લીધો છે.
. ૨. અહીં ઉદયનો કાળ ત્રણ સમયનો જ હોવાથી પ્રતિપક્ષ તિર્યંચાનુપૂર્વીનો બંધ અને બંધાવલિકાના ચરમ સમયે ઉદીરણા ઘટી શકશે નહિ માટે પ્રતિપક્ષ પ્રકૃતિનો બંધ આદિ કંઈ કહેવામાં આવ્યું નથી.
- પંચર-૬૬