Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૧૪
પંચસંગ્રહ-૨
કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાનો આરંભ કરે. બંધાતી તે મનુષ્યાનુપૂર્વીની સ્થિતિમાં બંધાવલિકાતીત થયેલી અને ઉદયાવલિકા ઉપરની–કુલ બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નરકાનુપૂર્વાની સ્થિતિને મનુષ્યાનુપૂર્વીની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે. એટલે મનુષ્યાનુપૂર્વેની કુલ સ્થિતિ એક આવલિકા ન્યૂન વિસ કોડાકોડી સાગર પ્રમાણ થાય. મનુષ્યાનુપૂર્વી બાંધતો જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પર્યત બાંધે છે. એટલે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ આવલિકા ન્યૂન વિસ કોડાકોડીમાંથી ઓછી થાય છે. તે બાંધ્યા પછી કાળ કરીને અનંતર સમયે મનુષ્ય થઈ મનુષ્યાનુપૂર્વને અનુભવતાં અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ તેની સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે.
શંકા–જેમ મનુષ્યગતિની પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બંધાય છે, તેમ મનુષ્યાનપૂર્વાની પણ તેટલી જ બંધાય છે. બેમાંથી એકની પણ વીસ કોડાકોડી સ્થિતિ બંધાતી નથી. એટલે તે બંને પ્રકૃતિ સંક્રમોત્કૃષ્ટ કહી છે. હવે જ્યારે તે બંનેમાં સંક્રમોત્કૃષ્ટપણે સમાન છે, ત્યારે જેમ મનુષ્યગતિની ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય કહી છે, તેમ મનુષ્યાનુપૂર્વીની ત્રણ આવલિકા ન્યૂન વિસ કોડાકોડી સાગરપ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય કેમ ન કહી ?
ઉત્તર-તે પ્રશ્ન અયોગ્ય છે. કેમ કે મનુષ્યાનુપૂર્વી અનુદય સંક્રમોત્કૃષ્ટ છે, અને મનુષ્યગતિ ઉદય સંક્રમોત્કૃષ્ટ છે. ઉદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિને ઉદય હોવાથી ઉદરી શકે છે. એટલે તેની ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે, અને અનુદય સંક્રમોત્કૃષ્ટ કૃતિનો (તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થયા પછી) અંતર્મુહૂર્ત બાદ ઉદય થાય છે, માટે તેઓની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે.
ઉદય છતાં સંક્રમ દ્વારા જેઓની ઉત્કૃષ્ટસ્થિતિની સત્તા થાય તે ઉદય સંક્રમોત્કૃષ્ટ અને ઉદય ન હોય ત્યારે સંક્રમ દ્વારા જેની ઉત્કૃષ્ટસ્થિતિની સત્તા થાય તે અનુદય સંક્રમોત્કૃષ્ટ કહેવાય છે.
અનુદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ ત્રીજા દ્વારમાં આ પ્રમાણે કહી છે-“મનુષ્યાનુપૂર્વી મિશ્રમોહનીય, આહારકહિક, દેવદ્ધિક, વિકલત્રિક, સૂક્ષ્મત્રિક, અને તીર્થંકરનામ.”
તથા આહારકસપ્તકની અપ્રમત્ત છતાં તદ્યોગ્ય ઉત્કૃષ્ટ સંક્લેશ વડે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, તેની અંદર તે જ સમયે સ્વમૂળ પ્રકૃતિથી અભિન્ન કોઈ અન્ય ઉત્તરપ્રકૃતિનું ઉત્કૃષ્ટસ્થિતિવાળું દલિક સંક્રમે. એટલે સંક્રમ દ્વારા આહારકદ્ધિકની ઉત્કૃષ્ટ અન્તઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય. તે આહારકદ્રિક બાંધ્યા પછી અંતર્મુહૂર્ત રહીને આહારક શરીર કરવાનો
૧. આહારદ્ધિક બાંધ્યા પછી અંતર્મુહૂર્ત ગયા બાદ જ તેને ફોરવે છે. જ્યારે ફોરવે ત્યારે તેનો ઉદય થાય, અને ઉદય થાય ત્યારે ઉદીરણા થાય, માટે આહારક સપ્તકની અંતર્મુહૂર્ત ન્યૂન ઉદીરણા કહી. આહારક સપ્તક અપ્રમત્તે બાંધે છે, ત્યાં ગમે તેવા સંક્લિષ્ટ પરિણામ થાય પરંતુ અંતઃકોડાકોડીથી અધિક બંધ થતો નથી. તેમજ કોઈ પણ પ્રકૃતિની ત્યાં અંતકોડાકોડીથી અધિક સત્તા હોતી નથી. એટલું ખરું કે