Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
૫૦૫
નિદ્રાઓના નિદ્રાદ્ધિકની ઉદીરણાના સ્વામી કહી ગયા છે, એટલે તે સિવાયની), નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને થીણદ્ધિનિદ્રાની ઉદીરણાના સ્વામી છે.
તથા જે જે કષાયનો જે જે ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે, તે તે ગુણસ્થાનક સુધીમાં વર્તમાન આત્માઓ તે તે કષાયની ઉદીરણાના સ્વામી છે, અન્ય નહિ. જેમકે–અનન્તાનુબંધીના સાસ્વાદન સુધીમાં વર્તતા, અપ્રત્યાખ્યાનાવરણ કષાયના અવિરતિ સમ્યગ્દષ્ટિ સુધીમાં વર્તતા, પ્રત્યાખ્યાનાવરણ કષાયના દેશવિરતિ સુધીમાં વર્તતા, લોભ વર્જિત સંજ્વલન કષાયના નવમા ગુણસ્થાનકે જ્યાં સુધી તેનો બંધ થાય છે ત્યાં સુધીમાં વર્તતા તથા સંજવલન લોભના અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન સુધીમાં વર્તતા આત્માઓ ઉદીરક હોય છે. અને કિટ્ટીઓના દશમે ગુણસ્થાનકે વર્તમાન આત્માઓ ઉદીરક હોય છે. એ હકીકત દશમી ગાથામાં આ જ પ્રકરણમાં પહેલાં કહેવાઈ ગઈ છે. ૨૦
हासरईसायाणं अंतमुहत्तं तु आइमं देवा । इयराणं नेड्या उर्दु परियत्तणविहीए ॥२१॥ हास्यरतिसातानां अन्तर्मुहूर्तं तु आद्यं देवाः ।।
इतरासां नैरयिकाः ऊर्ध्वं परावर्त्तनविधिना ॥२१॥ અર્થ–પહેલા અંતર્મુહૂર્ત પર્યત દેવો હાસ્ય, રતિ અને સાતાના ઉદીરક હોય છે. અને નારકીઓ શોક, અરતિ અને અસાતાના ઉદીરક હોય છે. ત્યારબાદ પરાવર્તનના ક્રમે ઉદીરક હોય છે. 1 ટીકાનુ–ઉત્પત્તિના પ્રથમ સમયથી આરંભી અંતર્મુહૂર્તપર્યત સઘળા દેવો અવશ્ય હાસ્ય, રતિ અને સાતાવેદનીયના જ ઉદીરક હોય છે, કારણ કે શરૂઆતના અંતર્મુહૂર્તપર્યંત સઘળા દેવોને હાસ્ય, રતિ અને સાતાનો જ ઉદય હોય છે. અને નારકીઓ ઉત્પત્તિના પ્રથમ સમયથી આરંભી અંતર્મુહૂર્તપર્યંત અવશ્ય શોક, અરતિ અને અસતાવેદનીયના જ ઉદીરક હોય છે, કેમ કે નારકીઓને તે કાળે શોક, અરતિ અને અસતાવેદનીયનો જ ઉદય છે.
આદ્ય અંતર્મુહૂર્ત વીત્યા બાદ દેવો અને નારકીઓ પરાવર્તનના ક્રમે એ પ્રકૃતિમાં યથાયોગ્ય રીતે જેનો ઉદય હોય તેના ઉદીરક હોય છે. ઉપરોક્ત પ્રકૃતિઓ પરાવર્તમાન છે અને પરાવર્તમાન હોવાથી સર્વદા અમુક જ પ્રકૃતિનો ઉદય હોઈ શકતો નથી. તેમાં નારકીઓને ઘણો કાળ અસાતાના ઉદયમાં જાય છે. સાતાના ઉદયનો સંભવ તીર્થંકરના જન્મ કલ્યાણક આદિ પ્રસંગોએ હોય છે. દેવોને ઘણો કાળ સાતાના ઉદયમાં જાય છે. અસાતાના ઉદયનો સંભવ માત્સર્યાદિ દોષનો ઉદય, પ્રિયનો વિયોગ અને ચ્યવનાદિ પ્રસંગોએ હોય છે.
કેટલાએક નારકીઓ કે જેઓ તીવ્ર પાપના યોગે નારકીમાં ઉત્પન્ન થયેલા હોય છે. તેઓને પોતાની આખી ભવસ્થિતિ પર્વત અસતાવેદનીયના જ ઉદયનો સંભવ હોવાથી તેઓ તેના જ ઉદીરક હોય છે. ૨૧
પંચ૦૨-૬૪