Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
રસબંધાધ્યવસાયોથી સરવાળે બીજા સ્થિતિસ્થાનમાં વધારે થાય.
દાખલા તરીકે–પહેલા સ્થાનમાં સો રસબંધાવ્યોવસાયો છે, બીજામાં એકસો પાંચ છે. પહેલામાંના શરૂઆતથી પાંચ છોડી પંચાણુની બીજા સ્થાનમાં અનુકૃષ્ટિ થઈ પરંતુ તેમાં એકસો પાંચ છે એટલે દશ નવા હોય છે. આ પ્રમાણે સર્વત્ર સમજવું.
બીજું સ્થિતિસ્થાન બાંધતા જે અનુભાગબંધાવ્યવસાયો છે તેનો શરૂઆતથી અસંખ્યાતમો ભાગ છોડી બાકીના સઘળા ત્રીજું સ્થિતિસ્થાન બાંધતા હોય છે, અને બીજા નવા હોય છે. ત્રીજું સ્થિતિસ્થાન બાંધતા જે રસબંધાધ્યયસાયો હોય છે તેનો શરૂઆતથી અસંખ્યાતમો ભાગ છોડી બાકીના સઘળા ચોથું સ્થિતિસ્થાન બાંધતા હોય છે, અને બીજા નવા હોય છે. આ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયપ્રમાણ સ્થિતિસ્થાનો જાય.
જઘન્યસ્થિતિ બાંધતા જે રસબંધના અધ્યવસાયો હતા તેની અનુકૃષ્ટિ અહીં સમાપ્ત થઈ. એટલે કે જઘન્યસ્થિતિબંધ કરતાં જે રસબંધાવ્યવસાયો હતા તેઓ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનક સુધી પહોંચ્યા ત્યારપછીના સ્થિતિસ્થાનમાં જઘન્ય સ્થિતિ સંબંધી રસબંધાવ્યવસાય માંહેનું એક પણ સ્થાન હોય નહિ એ રીતે પ્રત્યેક સ્થિતિસ્થાન સંબંધી રસબંધાધ્યવસાયનું અનુસરણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સ્થિતિસ્થાન પર્યત જ થાય છે. ૮૩. તે જ હકીકત કહે છે
एवं उवरि हुत्ता गंतुणं कंडमेत्त ठिड्बंधा । पढमठिठाणाणं अणुकड्डी जाइ परिणिटुं ॥८४॥
एवमुपरिमुखं गत्वा कण्डकमात्रान् स्थितिबन्धान् । . प्रथमस्थितिस्थानानामनुकृष्टिांति परिनिष्ठाम् ॥८४॥ ' અર્થ–આ પ્રમાણે ઉપર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઈને પ્રથમ સ્થિતિસ્થાન સંબંધી રસબંધાધ્યવસાયોની અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે.
ટીકાનુ–ઉક્ત પ્રકારે દરેક સ્થિતિસ્થાનક સંબંધી રસબંધાવ્યવસાયોનો અસંખ્યાતમો અસંખ્યાતમો ભાગ છોડીને શેષ સઘળા ઉપર ઉપરના સ્થિતિસ્થાનમાં જાય છે. અને પ્રત્યેક સ્થાનકની અનુકૃષ્ટિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પર્યત જ થાય છે.
આ રીતે જઘન્ય સ્થિતિબંધભાવિ રસબંધાવ્યવસાયની અનુકૃષ્ટિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનક પર્યત થઈ. પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકમાંના છેલ્લા સ્થાનકમાં પહેલા સ્થાનકના કેટલાક રસબંધાવ્યવસાયો આવ્યા, તેની ઉપરના સ્થાનમાં આવે નહિ. તાત્પર્ય એ આવ્યો કે પહેલું સ્થિતિસ્થાન બાંધતા રસબંધયોગ્ય જે જે અધ્યવસાયોથી જેવો જેવો રસ બંધાતો હતો તે તે અધ્યવસાયો જ્યાં સુધી પહોંચ્યા તેઓથી ‘ત્યાં ત્યાં તેવો તેવો રસબંધ થાય છે. એમ સર્વત્ર સમજવું. ૮૪. પંચ૦૨-૧૩