Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૪૨
પંચસંગ્રહ-૨
ટીકાનુ—બે મોહનીય–મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ક્ષાયિક સમ્યક્ત ઉપાર્જન કરતા ક્ષેપક આત્માને તે બે પ્રકૃતિનો જે સમયે ચરમ સંછોભ-સંક્રમ થાય તે સમયે સર્વસંક્રમ વડે સંક્રમાવતા ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ચરમખંડને ઉવેલતા તે ચરમખંડના દલને પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણાકારે પરમાં– સમ્યક્ત મોહનીયમાં ચરમ સમય પર્યત નાખે છે. એટલે ચરમ સમયે સર્વોત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ ઘટી શકે છે. ચરમ સમયે જે સઘળું દળ પરમાં સંક્રમાવે છે તે જ સર્વસંક્રમ કહેવાય છે, એટલે ઉપર ‘સર્વસંક્રમ વડે એમ ગ્રહણ કર્યું છે.
તમસ્તમા નામની સાતમી નારકીમાં અંતર્મુહૂર્ત શેષ આયુ રહે ત્યારે ઔપશમિક સમ્યક્ત પ્રાપ્ત કરીને અને તે સમ્યક્તના કાળમાં જેટલા શક્ય હોય તેટલા દીર્ઘ અંતર્મુહૂર્ત પર્યત ગુણસંક્રમ વડે સમ્યક્ત મોહનીયને મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના દળને સંક્રમાવવા વડે પુષ્ટ કરીને સમ્યક્તથી પડીને મિથ્યાત્વે જાય, ત્યાં તેના-મિથ્યાત્વના પ્રથમ સમયે જ સમ્યક્વમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. ૯૨
અનન્તાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ જણાવે છે–
भिन्नमुहुत्ते सेसे जोगकसाउक्कसाइं काऊण । संजोअणाविसंजोयगस्स संछोभणाए सिं ॥१३॥ भिन्नमुहर्ते शेषे योगकषायोत्कृष्टानि कृत्वा ।
संयोजनावियोजकस्य संछोभे एषाम् ॥१३॥ અર્થ—અન્તર્મુહૂર્ત આયુ શેષ રહે ત્યારે યોગ અને કષાયને ઉત્કૃષ્ટ કરીને નરકમાંથી નીકળી તિર્યંચમાં આવી ત્યાં અનંતાનુબંધીની વિસંયોજના કરનારને ચરમસંક્રમ સમયે તે કષાયોનો ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ થાય છે.
ટીકાનુ–સાતમી નરકપૃથ્વીમાં વર્તમાન ગુણિતકર્માશ આત્મા પોતાનું જ્યારે અંતર્મુહૂર્ત આયુ બાકી રહે ત્યારે ઉત્કૃષ્ટ યોગસ્થાનકોને અને ઉત્કૃષ્ટ કષાયસ્થાનકોને કરીને-ઉત્કૃષ્ટ યોગસ્થાનકોને અને ઉત્કૃષ્ટ કષાયોદયજન્ય સંક્લેશ સ્થાનકોને પ્રાપ્ત કરીને તે સાતમી નરકમૃથ્વીમાંથી નીકળી (તિર્યંચમાં આવી) ત્યાં ક્ષયોપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે, ત્યારબાદ તે ક્ષયોપશમ સમ્યક્ત છતાં અનંતાનુબંધિની વિસંયોજના-ક્ષય કરવા પ્રયત્ન કરે. ક્ષય કરતા એ અનંતાનુબંધિના ચરમખંડનો ચરમ પ્રક્ષેપ કરે ત્યારે સર્વસંક્રમ વડે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તાત્પર્ય એ કે ચરમખંડનું સઘળું દલિક ચરમ સમયે સર્વસંક્રમ વડે જેટલું પરમાં સંક્રમાવે તે અનંતાનુબંધિ કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહેવાય છે. ૯૩ નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહે છે–
ईसाणागयपुरिसस्स इत्थियाए व अट्ठवासाए । मासपुहुत्तब्भहिए नपुंसगस्स चरिमसंछोभे ॥१४॥