Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૩૫
હવે કયું કયું સંકમસ્થાન કયા કયા ગુણસ્થાનક સુધી હોય છે તે બતાવે છે. ૨૭ તથા ૨૬નો સંક્રમ પહેલે અને ચારથી સાત એમ કુલ પાંચ ગુણસ્થાનકે હોય છે. ૨૫નો સંક્રમ પ્રથમના ત્રણ ગુણસ્થાનકે હોય છે. અને ૨૩નો સંક્રમ પહેલે તેમજ ચારથી સાત અને આઠમાથી નવમા ગુણસ્થાનકે અંતરકરણ ન કરે ત્યાં સુધી ઔપશમિક સમ્યગ્દષ્ટિને હોવાથી કુલ સાત ગુણસ્થાનકે હોય છે. ૨૨નો સંક્રમ ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કરનારને મિથ્યાત્વનો ક્ષય થયા બાદ ચારથી સાત એ ચાર ગુણઠાણે હોય છે. અને ઉપશમ સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સંજવલન લોભ વિના પણ ૨૨નો સંક્રમ હોય છે. ૨૧નો સંક્રમ ૨૪ની સત્તાવાળાને ત્રીજે અને ૨૨ની સત્તાવાળા લાયોપથમિક સમ્યગ્દષ્ટિને ચારથી સાત તેમજ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચારથી નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ સુધી હોવાથી કુલ સાત ગુણઠાણે હોય છે.
| દર્શન સપ્તકનો ક્ષય કરેલ આત્માને જે ગુણઠાણે જેટલી પ્રકૃતિ બંધાતી હોય તેટલી જ પ્રકૃતિઓ પતટ્ઠહ હોય છે. માટે ચોથે ૧૭, પાંચમે ૧૩, અને સર્વવિરતને છકે, સાતમે અને આઠમે ૯ પ્રકૃતિરૂપ ત્રણ પતધ્રહો હોય છે અને દર્શનત્રિકની સત્તાવાળા લાયોપથમિક અથવા ઔપશમિક સમ્યગ્દષ્ટિને બંધ કરતાં સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓ પતદૂગ્રહમાં વધારે હોવાથી ૧૭, ૧૩ અને ૮ ને બદલે ક્રમશઃ ૧૯, ૧૫, ૧૧ પ્રકૃતિરૂપ ત્રણ પતઘ્રહો હોય છે. તેમજ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી સમ્યક્વમોહનીય પતધ્રહ હોય છે પણ મિશ્રમોહનીય પતધ્રહ ન હોવાથી ચારથી સાત ગુણઠાણે ઉપરોક્ત ત્રણ પતધ્રહમાંથી એક પ્રકૃતિ ઓછી થવાથી ક્રમશઃ ૧૮, ૧૪, ૧૦ પ્રકૃતિરૂપ ત્રણ પતંગ્રહો હોય છે અને મિશ્રગુણઠાણે બંધાતી ૧૭ પ્રકૃતિરૂપ એક જ પતઘ્રહ હોય છે, અન્ય પતઘ્રહો હોતા નથી.
પહેલે ગુણઠાણે મિથ્યાત્વ પતગ્રહ હોય તેવા જીવને ૨૨ અને અન્યને ૨૧ પ્રકૃતિરૂપ એ બે પતદૂગ્રહો હોય છે અને સાસ્વાદન ગુણઠાણે બધ્યમાન ૨૧ પ્રકૃતિરૂપ એક જ પતઘ્રહ હોય છે અને ક્ષપકશ્રેણિમાં તેમજ ક્ષાયિક સમ્પર્વને ઉપશમશ્રેણિમાં નવમા ગુણઠાણે પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિરૂપ પાંચ બંધસ્થાન હોવાથી પાંચ પતઘ્રહો હોય છે. તેમજ ઔપશમિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં મિશ્રમોહનીય મિથ્યાત્વનું અને સમ્યક્વમોહનીય મિશ્ર અને મિથ્યાત્વનું પતગ્રહ હોવાથી આ બે અને પૂર્વોક્ત પાંચ એમ ૭, ૬, ૫, ૪, ૩, અને ૨ પ્રકૃતિરૂપ છ પતધ્રહો હોય છે. એમ કુલ મોહનીયકર્મના અઢાર જ પતગ્રહો હોય છે પણ તેથી અધિક હોતા નથી.
- હવે શ્રેણિ આશ્રયી નવમે ગુણસ્થાનકે કયા કયા પતઘ્રહમાં કેટલાં અને કયાં સંક્રમસ્થાનો હોય છે, તે કહે છે. ' ઉપશમ સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં બંધાતી પાંચ અને સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય એ સાતના પતંગ્રહમાં અંતરકરણ કર્યા પહેલાં સમ્યક્વમોહનીય વિના ૨૩,
અંતરકરણ કર્યા પછી સંજવલન લોભ વિના ૨૨, નપુંસકવેદનો ઉપશમ કર્યા બાદ ર૧ અને (સીવેદનો ઉપશમ કર્યા બાદ ૨૦, એ ચાર સંક્રમસ્થાનો હોય છે તેમજ એ જ જીવને પુરુષવેદ અપતટ્ઠહ થાય ત્યારે તે વિના શેષ ના પતંગ્રહમાં સમયોન બે આવલિકા સુધી પૂર્વોક્ત ૨૦,