Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદ્વર્તન અને અપવર્તનાકરણ
૪૬૯ સમાન શક્તિવાળાં કરે છે.
હવે કયા સ્થિતિસ્થાનમાંહેના રસસ્પદ્ધકોની અપવર્તન થાય છે અને તેનો નિક્ષેપ ક્યાં થાય છે, તે કહે છે–પ્રથમ સ્પર્ધ્વકની અપવર્તન કરતો નથી, બીજા સ્પર્ધ્વકની અપવર્તન કરતો નથી, ત્રીજા સ્પદ્ધકોની પણ કરતો નથી એમ યાવતું આવલિકામાત્ર સ્થિતિગત સ્પર્ધ્વકની અપવર્તન કરતો નથી, પરંતુ તેના ઉપરના સ્થાનગત સ્પર્ધ્વકની અપવર્તન કરે છે. તેમાં જયારે ઉદયાવલિકાથી ઉપરના સમયમાત્ર સ્થિતિગત સ્પર્ધ્વકની અપવર્તન કરે ત્યારે તેનો આવલિકાના સમયપૂન બે તૃતીયાંશ સ્થિતિસ્થાનગત રૂદ્ધકો ઓળંગી ઉદયસ્થાનથી આરંભી આવલિકાના સમયાધિક એક તૃતીયાંશ સ્થિતિસ્થાનગત પદ્ધકોમાં નિક્ષેપ કરે છે. જયારે ઉદયાવલિકાથી ઉપરના બીજા સમયમાત્ર સ્થિતિગત સ્પર્ધ્વકની અપવર્તન કરે, ત્યારે પૂર્વોક્ત આવલિકાના સમયોન બે તૃતીયાંશ ભાગ પ્રમાણ અતીત્થાપના સમયમાત્ર સ્થિતિગત સ્પર્ધ્વક વડે અધિક સમજવી. નિક્ષેપના પદ્ધકો તો તેટલાં જ જાણવાં. એ પ્રમાણે સમય-સમયની વૃદ્ધિએ અતીત્થાપના ત્યાં સુધી વધારવી-ચાવતું આવલિકા પૂર્ણ થાય. ત્યારબાદ અતીત્થાપના સર્વત્ર આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનગત સ્પદ્ધકરૂપ જ રહે છે, નિક્ષેપ વધે છે. આ પ્રમાણે વ્યાઘાતના અભાવે અપવર્તનાનું સ્વરૂપ સમજવું.
વ્યાઘાતમાં સમયમાત્ર સ્થિતિગત રૂદ્ધક વડે ન્યૂન અનુભાગકંડક અતીત્થાપના જાણવી. કંડકનું પ્રમાણ અને સમયન્યૂનપણાનું કારણ વગેરે જેમ પહેલાં સ્થિતિની અપવર્તનામાં કહ્યું છે તેમ અહીં પણ સમજવું. ૧૬ પૂર્વ ગાથામાં જે હકીકત કહી તેને જ અહીં સ્પષ્ટ કરે છે–
अइत्थावणाइयाओ सण्णाओ दुसुवि पुव्ववुत्ताओ । किंतु अणंतअभिलावेण फड्डगा तासु वत्तव्वा ॥१७॥
તિસ્થાપનાદિ: સંજ્ઞા યોપિ પૂર્વોm: ! - किन्तु अनन्ताभिलापेन स्पर्द्धकानि तयोर्वक्तव्यानि ॥१७॥
અર્થ–રસની ઉદ્ધત્ત્વના અને અપવર્નના એ બંનેમાં અતીત્થાપના આદિ સંજ્ઞાઓ પૂર્વે કહેલ છે તે પ્રમાણે સમજવી. માત્ર તે બંનેમાં સ્પર્ધકો અનંતાભિલાપે કહેવા.
ટીકાનુ–અનુભાગની ઉદ્વર્તન અને અનુભાગની અપવર્ણનામાં જઘન્ય અતીત્થાપના, ઉત્કૃષ્ટ અતીત્થાપના, આદિ શબ્દથી જઘન્ય નિક્ષેપ અને ઉત્કૃષ્ટ નિક્ષેપ એ સાદિ સંજ્ઞાઓ પૂર્વે કહી છે તે પ્રમાણે જ જાણવી. એટલે કે સ્થિતિની ઉદ્વર્તનામાં અને અપવર્તનામાં અતીત્થાપના
૧. અહીં એટલું વિશેષ સમજવાનું કે ઉદ્ધર્નના બંધની સાથે સંબંધ રાખે છે એટલે જેટલી સ્થિતિ કે રસ બંધાય તેની સમાન સત્તાગત સ્થિતિ અને રસને કરે છે, અધિક કરતો નથી. પરંતુ અપવર્તનાનો બંધની સાથે સંબંધ નથી. એટલે અપવર્લૅમાન રસસ્પદ્ધકોનો જેમાં નિક્ષેપ થાય છે તેની સમાન રસવાળા થાય છે, પરંતુ અત્યંત વિશુદ્ધ પરિણામને યોગે તેનાથી-બંધ દ્વારા પ્રાપ્ત થયેલા સત્તાગત અદ્ધકોથી પણ અત્યંત હીન રસવાળા થાય છે. જેમ કિઠ્ઠિઓમાં.