Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
૪૯૯
અર્થવાયુકાય છોડીને વૈક્રિય અંગોપાંગના પણ તે જ જીવો ઉદીરક છે. માત્ર કેટલાએક મનુષ્ય-તિર્યંચો ઉદીરક છે. આહા૨ક સપ્તકની વિકુર્વણા પ્રમત્ત સંયતો કરે છે.
ટીકાનુ—વૈક્રિય અંગોપાંગ નામની ઉદીરણાના સ્વામી પણ વાયુકાય જીવોને અંગોયાંગ નહિ હોવાથી તેઓને છોડી આઠમી ગાથામાં કહ્યા તે જ દેવાદિ આત્માઓ કે જેઓ વૈક્રિયશરીરનામના ઉદીક છે તેઓ સઘળા છે. માત્ર મનુષ્ય-તિર્યંચોમાંના થોડા જ વૈક્રિયશરીર અને વૈક્રિય અંગોપાંગનામના ઉદીરક છે. કારણ કે કેટલાએક તિર્યંચ-મનુષ્યો જ વૈક્રિયલબ્ધિ યુક્ત હોય છે. જેઓને તેની લબ્ધિ હોય તેઓ જ તેને વિધુર્વી શકે છે.
તથા આહારકસપ્તકની વિપુર્વણા કરતા લબ્ધિયુક્ત ચૌદ પૂર્વધર પ્રમત્તસંયત આત્માઓ તેની ઉદીરણા કરે છે, એટલે તેની ઉદીરણાના તેમાં સ્વામી છે. ૯
तेत्तीसं नामधुवोदयाण उद्दीरगा जोगीओ |
लोभस्सं उ तणुकिट्टीण होंति तणुरागिणो जीवा ॥१०॥
त्रयस्त्रिंशतां नामधुवोदयानां उदीरकाः सयोगिनः ।
लोभस्य तु तनुकिट्टीनां भवन्ति तनुरागिणो जीवाः ॥१०॥
અર્થ—નામની ધ્રુવોદયી તેત્રીસ પ્રકૃતિઓના સયોગી સુધીના જીવો ઉદીરક છે. લોભની સૂક્ષ્મકિટ્ટીઓના તનુરાગી—સૂક્ષ્મસંપ૨ાયવર્તી આત્માઓ ઉદીરક છે.
ટીકાનુ—નામકર્મની ધ્રુવોદયી તૈજસ સપ્તક, વર્ણાદિ વીસ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, નિર્માણ અને અગુરુલઘુ એ તેત્રીસ પ્રકૃતિઓના સયોગી કેવલી ગુણસ્થાન સુધીમાં વર્તતા સઘળા આત્માઓ ઉદીરણા સ્વામી છે.
ચરમાવલિકા છોડી સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનવર્તી આત્માઓ લોભ સંબંધી સૂક્ષ્મ કિટ્ટીઓની ઉદીરણાના સ્વામી છે. ક્ષપકશ્રેણીમાં ચરમાવલિકા એ ઉદયાવલિકા છે અને તે સકલ કરણને અયોગ્ય છે, અને તેની ઉ૫૨ દલિક જ નથી. તથા ઉપશમશ્રેણિમાં અંતરક૨ણ ઉપરની બીજી સ્થિતિમાં દલિક હોય છે પરંતુ તેની ઉદીરણા પણ તે વખતે હોતી નથી. માટે તેનું વર્જન કર્યું છે. (બાદ લોભની ઉદીરણા તો નવમા ગુણસ્થાનક સુધી થાય છે, માટે બાદર લોભની ઉદીરણાના સ્વામી નવમા સુધીના આત્માઓ છે. કેવળ કિટ્ટીકૃત લોભની દશમા ગુણસ્થાનકે વર્તમાન આત્માઓ જ ઉદીરણા કરે છે, કેમ કે તેનો ઉદય દશમે ગુણસ્થાનકે જ હોય છે). ૧૦ पंचिदिज्जत्ता नरतिरिय चउरंसउसभपुव्वाणं । चउरंसमेव देवा उत्तरतणुभोगभूमा य ॥ ११ ॥
૧. આહા૨ક શરીર વિષુર્વી તે શરીર યોગ્ય સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તો થઈ અપ્રમત્તે જાય છે, અને ત્યાં તેઓને ૨૯ અને ૩૦ એ બે નામકર્મનાં ઉદયસ્થાનકો હોય છે. એટલે આહારકદ્વિકની ઉદીરણા અપ્રમત્ત પણ કરે છે. છતાં અલ્પ હોવાથી વિવક્ષા કરી નથી, એમ જણાય છે.