Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૦૦
પંચસંગ્રહ-૨
पञ्चेन्द्रियपर्याप्ता नरतिर्यञ्चः समचतुरस्रवज्रर्षभपूर्वाणाम् ।
चतुरस्त्रमेव देवा उत्तरतनुभोगभूमिजाश्च ॥११॥
અર્થ સમચતુરગ્નાદિ સંસ્થાન અને વજઋષભ સંઘયણાદિ સંઘયણના ઉદીરણા પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો છે. દેવો, ઉત્તર તનુવાળા, અને ભોગભૂમિજો સમચતુરગ્ન સંસ્થાનના જ ઉદીરક છે.
ટીકાનુશરીરપર્યાપ્તિએ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો સમચતુરગ્નાદિ છે સંસ્થાન અને વજઋષભનારાચ સંઘયણાદિ છ સંઘયણની ઉદીરણાના સ્વામી છે. ઉદયપ્રાપ્ત કર્મની જ ઉદીરણા થાય છે તેવો નિયમ હોવાથી જ્યારે જે સંઘયણ કે જે સંસ્થાન ઉદયપ્રાપ્ત હોય ત્યારે તેની ઉદીરણા થાય છે. અન્યની નહિ, એમ સમજવું.
તથા સઘળા દેવો, ઉત્તર તનુવાળા-આહારકશરીર અને વૈક્રિયશરીરી અને ભોગભૂમિમાં ઉત્પન્ન થયેલા સઘળા યુગલિકો એક સમચતુરગ્ન સંસ્થાનની જ ઉદીરણા કરે છે. ઉદ્યનો અભાવ હોવાથી તેઓ અન્ય સંસ્થાનોની ઉદીરણા કરતા નથી. ૧૧
आइमसंघयणं चिय सेढीमारुढगा उदीरेंति । इयरे हंडं छेवटगं तु विगला अपज्जत्ता ॥१२॥
आदिमसंहननमेव श्रेणिमारूढा उदरयन्ति ।
इतरे हुण्डं सेवार्तं तु विकला अपर्याप्ताः ॥१२॥ અર્થશ્રેણિ પર આરૂઢ થયેલા પ્રથમ સંઘયણને જ ઉદીરે છે. ઈતર હુડકને અને દ્વિીન્દ્રિયાદિ ત્રસો તથા અપર્યાપ્તાઓ છેવટ્ટા સંઘયણને ઉદીરે છે.
ટીકાનુ—(શ્રેણી શબ્દથી અહીં ક્ષપકશ્રેણિ લેવાની છે, કેમ કે ઉપશમ શ્રેણિ પર તો પ્રથમના ત્રણ સંઘયણ વડે આરૂઢ થઈ શકાય છે.) એટલે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલા આત્માઓ વજઋષભનારા સંઘયણની જ ઉદીરણા કરે છે, ઉદયનો અભાવ હોવાથી અન્ય કોઈ પણ સંઘયણવાળા આત્માઓ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ શકતા નથી.
તથા તેરે- ઉપર જે જીવોને જે સંસ્થાનના ઉદીરક કહ્યા તેનાથી અન્ય—એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયો, નારકીઓ અને લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યો હુડકસંસ્થાનની જ ઉદીરણા કરે છે, કેમ કે તેઓ સઘળાને હુડકસંસ્થાનનો જ ઉદય હોય છે, અન્ય કોઈ સંસ્થાન તેઓને ઉદયમાં હોતું નથી. તથા વિકલેન્દ્રિયો અને લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યો એક સેવાર્ત સંઘયણની જ ઉદીરણા કરે છે. શેષ સંઘયણનો તેઓને ઉદય નહિ હોવાથી ઉદીરણા કરતા નથી. ૧૨
૧. અહીં પણ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા સંઘયણ-સંસ્થાનના ઉદીરક કહ્યા છે. પરંતુ તનસ્થનેઉત્પત્તિ સ્થળે ઉત્પન્ન થયેલાને શરીરનામકર્મના ઉદયની સાથે તેઓનો ઉદય થાય છે અને ઉદય સાથે ઉદીરણા પણ હોય છે. માટે સંઘયણ સંસ્થાનના ઉદીરક પણ તનસ્થ હોય એમ જણાય છે.
૨. સંઘયણમાં પણ પ્રથમ સંઘયણની જ ઉદીરણા યુગલિકો કરે છે.