Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
वेडव्वियआहारगउदए न नरावि होंति संघयणी । पज्जत्तबारे च्चिय आयवउद्दीरगो भोमो ॥१३॥
वैक्रियाऽऽहारकोदये न नरा अपि भवन्ति संहननिनः । पर्याप्तबादर एव आतपोदीरको भौमः ॥१३॥
અર્થ—વૈક્રિય અને આહારકના ઉદયવાળા મનુષ્યો પણ સંઘયણી હોતા નથી. પર્યાપ્ત બાદર પૃથ્વીકાય જ આતપનો ઉદીરક છે.
ટીકાનુ—ઉત્તરવૈક્રિય અને આહારક નામકર્મના ઉદયે વર્તતા મનુષ્યો અને અપિ શબ્દથી ઉત્તર વૈક્રિય શરીરી તિર્યંચો પણ કોઈ પણ સંઘયણની ઉદીરણા કરતા નથી, કેમ કે સંઘયણ ઔદારિક શરીરમાં હોય છે. અન્ય શરીરોમાં હાડકાં નહિ હોવાથી સંઘયણો હોતા નથી.
૫૦૧
તથા સૂર્યના વિમાનની નીચે રહેલ ખર પર્યાપ્ત બાદર પૃથ્વીકાય જીવો જ આતપની ઉદીરણાના સ્વામી છે, કેમ કે અન્ય કોઈ પણ જીવોને આતપનો ઉદય હોતો નથી. ૧૩ पुढवीआउवणस्सइबायरपज्जत्त उत्तरतणू य ।
विगलपणिदियतिरिया उज्जोवुद्दीरगा भणिया ॥१४॥
पृथिव्यम्बुवनस्पतयः बादरपर्याप्ता उत्तरतनवः ।
विकलेन्द्रियपञ्चेन्द्रियतिर्यञ्चः उद्योतोदीरका भणिताः ॥१४॥
અર્થ—બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય, ઉત્તરવૈક્રિય અને આહારક શરીરી, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચો એ સઘળા ઉદ્યોતના ઉદીરક છે.
ટીકાનુ—બાદર લબ્ધિ પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય અને (પ્રત્યેક કે સાધારણ) વનસ્પતિકાય તથા ઉત્તરવૈક્રિયશરીરી, આહારકશરીરી તથા પર્યાપ્ત વિકલેન્દ્રિયો, અને તિર્યંચ પંચેન્દ્રિયો આ સઘળા જીવોને તીર્થંકર પરમાત્માઓએ અને ગણધરોએ ઉદ્યોતની ઉદીરણાના સ્વામી કહ્યા છે, કેમ કે આ સઘળાઓને ઉદ્યોતના ઉદયનો સંભવ છે. ઉદ્યોતનો જ્યારે અને જેઓને ઉદય હોય ત્યારે અને તેઓને ઉદ્યોતની ઉદીરણા પણ હોય છે. ૧૪
सगला सुगतिसराणं पज्जत्तासंखवास देवा य । इयराणं नेरइया नरतिरि सुसरस्स विगला य ॥१५॥
सकलाः सुगतिस्वरयोः पर्याप्ता असंख्येयवर्षायुषो देवाश्च । इतरयोनैरयिका नरतिर्यञ्चः सुस्वरस्य विकलाश्च ॥१५॥
અર્થ—પર્યાપ્ત પંચેન્દ્રિયો, અસંખ્ય વર્ષાયુવાળા યુગલિકો અને દેવો શુભવિહાયોગતિ
અને સુસ્વરના ઉદીરક છે. તથા નારકીઓ અને કેટલાએક મનુષ્ય તિર્યંચો અશુભવિહાયોગતિ અને દુઃસ્વરના ઉદીરક છે. વિકલેન્દ્રિયો સુસ્વર અને દુઃસ્વરના ઉદીરક છે.
ટીકાનુ—કેટલાએક પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો, તથા અસંખ્ય વર્ષના