Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
४८८
પંચસંગ્રહ-૨
आहारी उत्तरतनवः नरतिरश्चस्तद्वेदकान् प्रमुच्य ।
उदीरयन्ति उरलं ते चैव वसा उपाङ्गं तस्य ॥७॥
અર્થ–આહારક શરીરી, તથા વૈક્રિયશરીરી દેવો, નારકીઓ અને તેના વેદક મનુષ્ય તિર્યંચોને છોડી શેષ સઘળા જીવો ઔદારિક નામની ઉદીરણાના સ્વામી છે. તે જ સઘળા પરંતુ ત્રસ જીવો તેના ઉપાંગની ઉદીરણાના સ્વામી છે.
ટીકાનુ––આહારક શરીર જેઓએ વિકવ્યું છે તેવા આહારક શરીરી આત્માઓ, વૈક્રિયશરીરી દેવો અને નારકીઓ તથા વૈક્રિયશરીરની જેઓએ વિકુર્વણા કરી છે તેવા વૈક્રિય શરીરી મનુષ્યો અને તિર્યંચો આ સઘળાઓને છોડીને શેષ સઘળા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય આત્માઓ ઔદારિક શરીર નામકર્મ, ઔદારિક બંધન ચતુષ્ટય અને ઔદારિક સંઘાતનની ઉદીરણાના સ્વામી છે.
તથા જે જીવો ઔદારિક શરીરની ઉદીરણાના સ્વામી છે તે સઘળા ઔદારિક અંગોપાંગ નામની ઉદીરણાના પણ સ્વામી છે. પરંતુ માત્ર ત્રસ જીવો જ સ્વામી છે. કેમ કે સ્થાવરોને અંગોપાંગ નામકર્મનો ઉદય હોતો નથી. ૭
आहारीसुरनारग सण्णी इयरेऽनिलो उ पज्जत्तो । लद्धीए बायरो दीरगो उ वेउव्वियतणुस्स ॥८॥ आहारिणः सुरनारकाः संजिन इतरे अनिलस्तु पर्याप्तः ।
लब्ब्या बादर उदीरकास्तु वैक्रियतनोः ॥८॥ અર્થ આહાર પર્યાપ્તિએ પર્યાપ્ત દેવો, નારકો, વૈક્રિયલબ્ધિ યુક્ત સંજ્ઞી મનુષ્યો-તિર્યંચો અને બાદર પર્યાપ્ત વાઉકાય વૈક્રિયશરીર નામકર્મના ઉદીરક છે.
ટીકાનુનૂતનુ0-ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયેલા આહાર પર્યાપ્તિએ પર્યાપ્તા દેવો અને નારકીઓ, તથા જેઓને વૈક્રિય શરીર કરવાની શક્તિ ઉત્પન્ન થયેલી છે અને તેની વિકવણા કરી રહ્યા છે એવા સંજ્ઞી મનુષ્યો અને તિર્યંચો તથા વૈક્રિય. લબ્ધિ સંપન્ન દુર્ભગનામના ઉદયવાળા બાદરપર્યાપ્ત વાઉકાય આ સઘળા જીવો વૈક્રિય શરીર નામકર્મની, ઉપલક્ષણથી વૈક્રિય બંધન ચતુષ્ટય અને વૈક્રિયસંઘાતન નામની ઉદીરણાના સ્વામી છે. ૮
तदुवंगस्सवि तेच्चिय पवणं मोत्तूण केइ नर तिरिया । आहारसत्तगस्स वि कुणइ पमत्तो विउव्वन्तो ॥९॥ तदुपाङ्गस्यापि ते एव पवनं मुक्त्वा केऽपि नरतिर्यञ्चः । आहारकसप्तकस्यापि करोति प्रमत्तः विकुर्वन् ॥९॥
૧. વૈક્રિય અને આહારકની વિકવણા કરનાર મનુષ્ય-તિર્યંચને જ્યાં સુધી તે વૈક્રિય અને આહારક શરીર રહે છે, ત્યાં સુધી વૈક્રિય અને આહારક નામની જ ઉદય-ઉદીરણા હોય છે, ઔદારિકની ઉદય ઉદીરણા હોતી નથી. જો કે તે વખતે ઔદારિક શરીર હયાત છે પરંતુ તે નિશ્રેષ્ટ હોય છે.