Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૯૬
પંચસંગ્રહ-૨
સ્વામી કહે છે –
उवपरघायं साहारणं च इयरं तणुइ पज्जत्ता । छउमत्था चउदंसणनाणावरणंतरायाणं ॥५॥ उपघातं पराघातं साधारणं चेतरत् तन्वा पर्याप्ताः ।
छास्थाश्चतुर्दर्शनज्ञानावरणान्तरायाणाम् ॥५॥
અર્થ–ઉપઘાત, પરાઘાત, સાધારણ, અને પ્રત્યેકના શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા ઉદીરક છે. દર્શનાવરણીય ચાર, જ્ઞાનાવરણ પાંચ અને અંતરાય પાંચ એ ચૌદ પ્રકૃતિના સઘળા છદ્મસ્થ જીવો ઉદીરક છે.
ટીકાનુ–ઉપઘાત આદિમાં ષષ્ઠીના અર્થમાં પ્રથમા વિભક્તિ થઈ છે, માટે તેનો અર્થ આ પ્રમાણે થાય છે. ઉપઘાત, પરાઘાત સાધારણ અને રૂતરપ્રત્યેક નામકર્મની ઉદીરણાના સ્વામી શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા સઘળા આત્માઓ છે. માત્ર સાધારણ નામના સાધારણ શરીરી જીવો
૧. સાધારણ, પ્રત્યેક અને ઉપઘાત નામકર્મની ઉદીરણા અહીં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને કહી છે. પરંતુ કર્મપ્રકૃતિમાં પ્રકૃતિસ્થાન ઉદીરણાના અધિકારમાં અને આ જ ગ્રંથમાં સપ્તતિકા સંગ્રહમાં નામકર્મના ઉદયાધિકારમાં સાધારણ, પ્રત્યેક અને ઉપઘાતની ઉદીરણા શરીરસ્થને અને પરાઘાતની ઉદીરણા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને કહી છે. અહીં શરીરસ્થ એટલે ઉત્પત્તિસ્થળે ઉત્પન્ન થયેલા, અને શરીરપર્યાપ્તા એટલે જેઓએ શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધી હોય તેવા, એટલો શરીરસ્થ અને શરીરપર્યાપ્ત એ બેમાં ભેદ છે. જ્યાં જ્યાં ઉદય કે ઉદીરણાનાં સ્થાનો બતાવ્યાં છે ત્યાં ત્યાં એ ભેદ સ્પષ્ટપણે સમજાય છે.
જેમ કે, એ કેન્દ્રિયને ૨૧-૨૪-૨૫-૨૬-૨૭ એ પાંચ ઉદય કે ઉદીરણાસ્થાનો છે. તેમાં વિગ્રહગતિમાં ૨૧, પ્રત્યેક કે સાધારણ, ઉપઘાત, ઔદારિક શરીર નામકર્મ અને હુડકસ્થાન મેળવીએ અને આનુપૂર્વી કાઢીએ એટલે શરીરસ્થને ૨૪ની ઉદીરણા થાય છે. ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત સાથે ૨૫ની ઉદીરણા થાય છે. અહીં શરીરસ્થને ૨૪ની અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૫ની ઉદીરણા. કહી છે. કદાચ અહીં શરીરસ્થ એટલે “શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા' એવો જ અર્થ કરીએ તો પ્રત્યેક આદિ સાથે જ પરાઘાતની ઉદીરણા પણ શરૂ થવી જોઈએ આગળ-પાછળ નહિ.
કદાચ શરીરસ્થ એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા, એમ અર્થ કરીને એમ કહીએ કે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પહેલાં પ્રત્યકાદિની ઉદીરણા શરૂ થાય, ત્યારબાદ કેટલાએક સમય ગયા પછી પરાઘાતની ઉદીરણા શરૂ થાય તો શું વાંધો છે ? એમ કહેવું એ પણ ઠીક નથી. કેમ કે શરીર પર્યાપ્તિ જ્યાં સુધી પૂર્ણ થઈ નથી ત્યાં સુધીના અંતર્મુહૂર્ત પર્યત ઔદારિક આદિ પ્રકૃતિઓનો ઉદય ન હોય તે કેમ બને ? ઔદારિક નામકર્મના ઉદય વિના તો ઔદારિક વર્ગણામાંથી પુગલ જ ગ્રહણ કરી શકતો નથી. અને અંતર્મુહુર્ત સુધી ઔદારિક પુદ્ગલ જ ગ્રહણ કરતો નથી એમ પણ કહી શકાય તેમ નથી. કેમ કે ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થઈને જ દરેક આત્માઓ ઔદારિક પુદગલોને ગ્રહણ કરવાની શરૂઆત કરી દે છે.
કદાચ અહીં એમ કહેવામાં આવે કે અહીં ઉદીરણા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને કહી છે. એટલે ઉદય ભલે ઉત્પત્તિસ્થળે ઉત્પન્ન થવાની સાથે જ થાય, ઉદીરણા પછી શરૂ થશે એ પણ ઠીક નથી. કેમ કે ઉદય અને ઉદીરણા સાથે જ શરૂ થાય છે. વળી ઉદીરણાનાં સ્થાનકો જ્યાં કહ્યાં છે, ત્યાં પ્રત્યકાદિની શરીરસ્થને અને પરાઘાતની શરીરપર્યાપ્તિએ પર્યાપ્તને ઉદીરણા સ્પષ્ટ રીતે કહી છે. વળી ગાથા ૮માં માહારી એટલે આહારપર્યાપ્તિએ પર્યાપ્તાને વૈક્રિય શરીરની ઉદીરણા કહી છે, પ્રત્યકાદિની ઉદીરણા શરીરની ઉદીરણા સાથે