Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
૪૯૭
જાણવા તથા દર્શનાવરણીય ચાર, જ્ઞાનાવરણીય પાંચ અને અંતરાય પાંચ—એ ચૌદ કર્મપ્રકૃતિઓની ઉદીરણાના સ્વામી ચરમાવલિકામાં વર્તમાન ક્ષીણમોહને વર્જીને શેષ સઘળા છદ્મસ્થ આત્માઓ છે. ૫
तसथावराइतिगतिगआउ गईजातिदिट्टिवेयाणं । तन्नामाणूपुव्वीण किंतु ते अंतरगईए ॥ ६ ॥
त्रसस्थावरादित्रिक-त्रिकायुर्गतिजातिदृष्टिवेदानाम् । तन्नामान: आनुपूर्व्वीणां किन्तु ते अन्तरगतौ ॥६॥
અર્થ—ત્રસત્રિક, સ્થાવરત્રિક, આયુ, ગતિ, જાતિ, દૃષ્ટિ અને વેદ એ સઘળી પ્રકૃતિઓની ઉદીરણાના સ્વામી તે તે નામવાળા જીવો છે. માત્ર આનુપૂર્વીની ઉદીરણાના સ્વામી વિગ્રહગતિમાં વર્તમાન આત્માઓ જ છે.
ટીકાનુ—ત્રસાદિત્રિક—ત્રસ, બાદર અને પર્યાપ્ત, સ્થાવરાદિ ત્રિક—સ્થાવર, સૂક્ષ્મ અને અપર્યાપ્ત, ચાર આયુ, ચાર ગતિ, પાંચ જાતિ; ત્રણ દૃષ્ટિ—મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય, નપુંસક આદિ ત્રણ વેદ એ સઘળી પ્રકૃતિઓની ઉદીરણાના સ્વામી તે તે નામવાળા એટલે કે તે તે પ્રકૃતિઓના ઉદયવાળા જીવો છે.
જેમ કે—ત્રસનામની ઉદીરણાના સ્વામી ત્રસ નામના ઉદયવાળા ત્રસ જીવો, બાદરનામની ઉદીરણાના સ્વામી બાદરનામના ઉદયવાળા બાદર જીવો, સૂક્ષ્મનામના ઉદયવાળા સૂક્ષ્મજીવો, એ પ્રમાણે ઉપરોક્ત તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો તે તે પ્રકૃતિની ઉદીરણાના સ્વામી છે. ભલે પછી તે જીવો વિગ્રહગતિમાં વર્તતા હોય શરીરસ્થ હોય.
આનુપૂર્વી નામકર્મની ઉદીરણાના સ્વામી આનુપૂર્વીના ઉદયવાળા જીવો છે, જેમ કે, નરકાનુપૂર્વીની ઉદીરણાના સ્વામી નારકો છે, એ પ્રમાણે શેષ આનુપૂર્વી માટે પણ સમજવું. માત્ર વિગ્રહગતિમાં વર્તમાન જીવો જ આનુપૂર્વીના ઉદ્દીક છે, કેમ કે વિગ્રહગતિમાં જ તેનો ઉદય છે. ૬
आहारी उत्तरतणु नरतिरितव्वेयए पमोत्तूणं । उद्दीरंती उरलं ते चेव तसा उवंगं से ॥७॥
જ થાય છે, આગળ પાછળ નહિ.
વળી કર્મપ્રકૃતિ ઉદી. ગા. ૬માં ‘પત્તેશિયરસ્ત્ર ૩ તળુત્થા' એ પદની રૃપ્તિ આ પ્રમાણે છે. ‘પત્તેયલરીરામાણુ સાહારળસરીરળામાણ્ ય સવ્વ સરીરો વટ્ટમાળા વીશા' એટલે શરીર નામના ઉદયે વર્તમાન પ્રત્યેક-સાધારણની ઉદીરણાના સ્વામી છે એમ કહે છે. પરાઘાત માટે ગા. ૧૨માં ‘પાષાયમ્સ ૩ વેદેળ પદ્મત્તા' અહીં તેમેળ પન્નત્તા એટલે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા સ્પષ્ટ પાઠ છે. ચૂર્ણિમાં પણ એ પ્રકારે જ છે. અહીં તજીત્યા અને રેહેન પજ્ઞત્તાનો સ્પષ્ટ ભેદ જણાય છે. માટે શરીરસ્થ એટલે ઉત્પત્તિ સ્થળે ઉત્પન્ન થયેલા એ અર્થ ઠીક લાગે છે. ઉપર શરીરસ્થ એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા અર્થ કઈ રીતે કર્યો છે તે સમજાતું નથી. અહીં તત્ત્વ બહુશ્રુત જાણે.
પંચ૦૨-૬૩