Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉર્દૂના અને અપવર્દનાકરણ
૪૬૭
હવે ઉર્જાના અને અપવર્તનાનું સંયોગે અલ્પબહુત્વ કહે છે—ઉર્જાનામાં વ્યાઘાતે જઘન્ય અતીત્થાપના અને જધન્ય નિક્ષેપ સર્વસ્તોક છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. કેમ કે તે બંને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેનાથી અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ અસંખ્યાત ગુણ છે. કેમ કે તે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ પ્રમાણ છે અને આવલિકાના અસંખ્યાતમા ભાગથી સમયાધિક ત્રીજો ભાગ અસંખ્યાત ગુણ હોય છે. તેનાથી અપવર્તનામાં જઘન્ય અતીત્થાપના ત્રણ સમયન્સૂન દ્વિગુણ છે કારણ ઉપર કહેવાઈ ગયું છે. તેનાથી અપવર્તનામાં જ વ્યાઘાત વિના ઉત્કૃષ્ટ અતીસ્થાપના વિશેષાધિક છે. કેમ કે તે પૂર્ણ આવલિકા પ્રમાણ છે. તેનાથી ઉર્જાનામાં ઉત્કૃષ્ટ અતીસ્થાપના સંખ્યાત ગુણ છે. કેમ કે તે ઉત્કૃષ્ટ અબાધા રૂપ છે. તેનાથી અપવર્તનામાં વ્યાઘાતે ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યાત ગુણ છે. કેમ કે તે ઉત્કૃષ્ટ ડાયસ્થિતિ પ્રમાણ છે. તેનાથી ઉદ્ધત્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે, પ્રમાણ પહેલાં કહેવાયું છે. તેનાથી અપવર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. આનું પ્રમાણ પણ ઉપર કહેવાયું છે. તેનાથી સંપૂર્ણ કર્મસ્થિતિ વિશેષાધિક છે. ૧૫.
આ પ્રમાણે સ્થિતિની અપવર્ત્તના કહી, હવે અનુભાગની ઉદ્ધૃત્તના-અપવર્તના કહેવાનો પ્રસંગ છે. તેમાં પહેલાં અનુભાગની ઉદ્ધત્તના કહે છે.
चरिमं नोवट्टिज्जइ जाव अणंताणि फड्डुगाणि तओ । उस्सकिय उव्वट्ट उदया ओवट्टणा एवं ॥ १६॥
चरिमं नोद्वर्त्यते यावदनन्तानि स्पर्द्धकानि ततः । अवष्टक्योद्वर्तयति उदयादपवर्तनैवम् ॥१६॥
અર્થ—ચરમ સ્પર્દકની ઉદ્ધત્તના કરતો નથી, યાવત્ અનંતા સ્પÁકોની ઉર્જના કરતો નથી. નીચે ઊતરી સમયમાત્ર સ્થિતિગત સ્પર્ધકની ઉદ્ધૃત્તના કરે છે. ઉદય સમયથી આરંભી અનુભાગની અપવત્તના સ્થિતિ અપવર્તનાની જેમ પ્રવર્તે છે.
ટીકાનું—ચરમ અનુભાગ સ્પર્ધ્વકની ઉદ્ધૃત્તના કરતો નથી, દ્વિચરમ સ્પર્ધકની કરતો નથી, ત્રિચરમની કરતો નથી, એમ યાવત્ ચરમ સ્પર્ધ્વકથી આરંભી અનંતા સ્પર્ધ્વકની ઉદ્ધત્તના કરતો નથી.
અહીં તાત્પર્યાર્થ આ પ્રમાણે છે—સત્તાની સમાન સ્થિતિનો બંધ થતો હોય ત્યારે કે સત્તાથી અધિક સ્થિતિનો બંધ થતો હોય ત્યારે જે સ્થિતિની ઉદ્ધત્તના થાય છે તે સ્થિતિસ્થાનકમાં રહેલા રસસ્પર્ધકોની—દલિકોના રસની પણ ઉદ્ધત્તના થાય છે. તથા ઉદ્ધૃર્ત્યમાન સ્થિતિનાં દલિકોનો જ્યાં નિક્ષેપ થાય છે, તેમાં ઉદ્ધૃર્ત્યમાન રસ સ્પર્ધકોનો પણ નિક્ષેપ થાય છે. એટલે કે તેની સમાન રસવાળા થાય છે. આ નિયમને અનુસરીને જેમ સ્થિતિની ઉદ્ધત્તેનામાં વ્યાઘાતના અભાવે ઉપરના સ્થાનકથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ અને આવલિકા પ્રમાણ સ્થાનકોની ઉત્તના કરતો નથી, તેમ તેટલાં સ્થિતિસ્થાનકોમાંના દળના રસસ્પર્ધકની પણ ઉદ્ધૃત્તના કરતો નથી.
તાત્પર્ય એ કે સર્વોપરિતન આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિરૂપ જે નિક્ષેપ