Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદ્ધત્તના અને અપવર્દનાકરણ
૪૬૫
આ પ્રમાણે વ્યાઘાતના અભાવમાં થતી અપવર્તનાનો વિધિ કહ્યો. હવે વ્યાઘાતમાં થતી અપવર્તનાનો વિધિ કહે છે—
निव्वाघाए एवं ठिइघातो एत्थ होइ वाघाओ । वाघाए समऊणं कंडगमइत्थावणा होई ॥१४॥
निर्व्याघाते एवं स्थितिघातोऽत्र भवति व्याघातः । व्याघाते समयोनं कण्डकमतिस्थापना भवति ॥१४॥
અર્થ—નિર્વ્યાઘાતે આ પ્રમાણે અપવર્ઝના સમજવી. અહીં વ્યાઘાત એટલે સ્થિતિઘાત કહેવાય છે. વ્યાઘાતે સમયોન કંડકપ્રમાણસ્થિતિ અતીસ્થાપના છે.
ટીકાનુ—ઉપર જે અપવર્તનાનું સ્વરૂપ કહ્યું તે વ્યાઘાતના અભાવમાં સમજવું. વ્યાઘાતમાં અપવર્તના અન્ય રીતે થાય છે, જે હવે કહેવામાં આવે છે. અપવર્તનાના વિષયમાં સ્થિતિઘાતને જ વ્યાઘાત કહેવામાં આવે છે. તે વ્યાઘાત જ્યારે પ્રાપ્ત થાય ત્યારે—એટલે કે સ્થિતિઘાત કરે ત્યારે સમયોન કંડક પ્રમાણ સ્થિતિ અતીસ્થાપના થાય છે.
અહીં સમય ન્યૂન શા માટે કહેવામાં આવે છે ? તેના ઉત્તરમાં કહે છે—ઉપરની છેલ્લી સમયમાત્ર સ્થિતિની અપવર્ત્તના કરે ત્યારે અપવર્તતા તે સ્થિતિસ્થાનક સાથે કંડક પ્રમાણ સ્થિતિ ઓળંગાય છે. એટલે કે અપવર્તાતા તે ચરમસ્થાનકના દલિકને અપવર્તાતા તે ચરમસ્થાનક સાથે કંડક પ્રમાણ સ્થિતિસ્થાનકો ઓળંગી નીચેનાં સ્થાનકોમાં નાખે છે. માટે અપવર્તાતા તે સમય વિના કંડક પ્રમાણ સ્થિતિ અતીસ્થાપના થાય છે.
કંડક એટલે શું અને તેનું કેટલું પ્રમાણ છે તે નીચેની ગાથામાં કહેવાશે. ૧૪
આ ગાથામાં કંડકનું જઘન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ કહે છે.
उक्कोसं डायट्टिई किंचूणा कंडगं जहणणं तु । पल्लासंखंसं डायट्ठिईउ जतो परमबंधो ॥ १५ ॥
उत्कृष्टं डायस्थितिः किञ्चिदूना कंडकं जघन्यं तु । पल्यासंख्येयांशं डायस्थितिस्तु यतः परमबन्धः ॥ १५ ॥
અર્થ—કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ કંઈક ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિરૂપ ડાયસ્થિતિ છે, અને જઘન્ય પ્રમાણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. જે સ્થિતિથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય, ત્યાંથી આરંભી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પર્યંત સઘળી ડાયસ્થિતિ કહેવાય છે.
ટીકાનુ—જે સ્થિતિથી આરંભી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે તે સ્થિતિથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીની સઘળી સ્થિતિ ડાયસ્થિતિ કહેવાય છે. અને તે કંઈક ન્યૂન ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ પ્રમાણ છે, કારણ કે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય આત્મા અંતઃકોડાકોડી પ્રમાણ સ્થિતિબંધ કરીને અનંત સમયે
પંચ૦૨-૫૯