Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
અર્થ—બંધ સુધી જ ઉદ્ધત્તના થાય છે. સ્થિતિ, રસની અપવર્ઝના સર્વત્ર પ્રવર્તે છે. કિટ્ટિ સિવાયના દલિકમાં બંને પ્રવર્તે છે, અને કિટ્ટિઓમાં એક અપવર્તના જ પ્રવર્તે છે.
૪૭૨
ટીકાનુ—જ્યાં સુધી જે કર્મ કે કર્મપ્રકૃતિઓ બાંધે છે, ત્યાં સુધી જ તેના સ્થિતિરસની ઉદ્ધત્તના કરે છે. જેનો જેનો બંધ વિચ્છેદ થાય છે તેના તેના સ્થિતિ-રસની ઉદ્ધત્તના કરતો નથી. અને સ્થિતિ-રસની અપવર્ઝના બંધ હોય કે ન હોય સર્વત્ર પ્રવર્તે છે. અપવર્તનામાં બંધ સાથે સંબંધ નથી. આ પ્રમાણે કાળનો નિયમ કહ્યો અથવા આવન્ય: એટલે જેટલી સ્થિતિ કે જેટલા રસનો બંધ થાય છે, સત્તાગત તેટલી સ્થિતિની અને તેટલા સ્થિતિસ્થાનગત રસસ્પર્ધ્વકની ઉદ્ધત્તના થાય છે, પરંતુ અધિક સ્થિતિ કે રસની ઉદ્ઘર્દના થતી નથી. અપવર્તનાનો બંધ સાથે સંબંધ નહિ હોવાથી બંધપ્રમાણથી સત્તાગત સ્થિતિ કે રસ વધારે હોય અથવા અલ્પ હોય તોપણ અપવર્ત્તના પ્રવર્તે છે. તથા જે કર્મદલિકનો રસ કિટ્ટિરૂપ થયો નથી, તેમાં ઉર્જાના-અપવર્ઝના બંને પ્રવર્તે છે. કિટ્ટિરૂપે થયેલ રસમાં માત્ર અપવર્ઝના જ પ્રવર્તે છે, ઉદ્ધત્તના પ્રવર્તતી નથી. આ સઘળો વિષય નિયમ કહ્યો.
આ પ્રમાણે વઢવાણ શહેર નિવાસી હીરાલાલ
દેવચંદે કરેલ ઉદ્ધત્તના-અપવર્તના કરણનો અનુવાદ સમાપ્ત થયો.
૧. જેટલી સ્થિતિ કે જેટલો રસબંધ થાય ત્યાં સુધી સત્તામાંહેની સ્થિતિ અને રસ વધે. સત્તાની સમાન સ્થિતિ કે રસ બંધાય ત્યારે અને સત્તાથી અધિક સ્થિતિ અને રસ બંધ થાય ત્યારે ઉર્જાના કઈ રીતે થાય તે હકીકત તો કહેવાઈ ગઈ છે. પરંતુ એવું બને કે સત્તાથી બંધ ઓછો થાય ત્યારે ઉર્જાના થાય કે નહિ ? અને થાય તો કઈ રીતે થાય ? દાખલા તરીકે દશ કોડાકોડી સાગરની સત્તા છે અને બંધ પાંચ · કોડાકોડી સાગરપ્રમાણ થાય ત્યારે કઈ રીતે ઉર્જાના થાય ? અહીં અથવા આવન્ય: કહીને જે હકીકત કહી છે તે ઉ૫૨થી એમ સમજાય છે કે પાંચસો વરસ પ્રમાણ અબાધા છોડી પાંચસો વરસ ન્યૂન પાંચ કોડાકોડી પ્રમાણ સત્તાગત સ્થાનોની ઉદ્ધત્તના થઈ શકે. એટલે કે અબાધાના ઉપરના સ્થાનની ઉદ્ધત્તના થાય તો તેનાં દલિકો તેની ઉપરના સ્થાનકથી આવલિકા પ્રમાણ અતીત્થાપના ઓળંગી સમયાધિક આવલિકા અધિક પાંચસો ન્યૂન પાંચ કોડાકોડી માંહેનાં સ્થાનકોમાં નિક્ષેપ થાય. રસની ઉર્જાના પણ એ પ્રમાણે થાય. મતલબમાં બંધ સ્થિતિ સુધી જ સત્તાગત સ્થિતિ વધે. સત્તાગત રસ પણ જેટલો બંધાયો હોય તેની સમાન થાય. સત્તાગત સ્થિતિ અને રસ બંધાતી સ્થિતિ કે રસથી વધી શકે નહિ. કેમ કે ઉદ્ધત્તનાનો બંધ સાથે જ સંબંધ છે.