Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
४७८
પંચસંગ્રહ-૨ ભોગવવા યોગ્ય થાય છે. તેથી અસત્કલ્પનાએ ત્રણ સમયરૂપ આવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલાં સ્થિતિસ્થાનોમાં જે નિક્ષેપ થાય છે તે સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે.
એમ નિર્વાઘાત ઉદ્વર્તન થાય ત્યારે બધ્યમાન સ્થિતિના અંતિમ સ્થિતિસ્થાનથી એક આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોની ઉદ્વર્તન થતી જ નથી, પરંતુ તેની નીચેના અને અબાધાની ઉપરનાં બધાં સ્થિતિસ્થાનોની ઉદ્વર્તન થાય છે. તેમજ ઉદયાવલિકાની ઉપરના અર્થાતુ ઓગણીસમા સ્થિતિસ્થાનથી અબાધાસ્થાનની અંતર્ગત રહેલ સત્તાણુમાં સ્થિતિસ્થાન સુધીનાં સ્થાનોની ઉદ્વર્તન થાય છે અને તેનો નિક્ષેપ યથાસંભવ એકસો નવમા સ્થિતિસ્થાન સુધીમાં થાય છે. પરંતુ એકસો દશથી દશ હજારમાં સ્થિતિસ્થાન સુધીનાં સ્થાનોમાં તેનો નિક્ષેપ થતો નથી.
સત્તાગતસ્થિતિથી સમયાધિક અધિક સ્થિતિબંધ થાય ત્યારે વ્યાઘાત ઉદ્વર્તન થાય છે. એમ ટીકામાં બતાવેલ છે પરંતુ સત્તાગત દશ હજાર સમય પ્રમાણ સ્થિતિ હોય અને આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક અર્થાત દશ હજાર છ સમય પ્રમાણ સ્થિતિબંધ ન થાય પરંતુ દશ હજાર અને પાંચ સમય પ્રમાણ નવો સ્થિતિબંધ થાય ત્યાં સુધી તો પૂર્વબદ્ધ સત્તાગત નવ હજાર નવસો નેવ્યાસીથી દશ હજારમાં સ્થિતિસ્થાન સુધીનાં બાર સ્થિતિસ્થાનોની ઉદ્વર્તન થતી જ નથી, પરંતુ નિર્વાઘાત ઉદ્વર્તનામાં બતાવ્યા મુજબ નવ હજાર નવસો ઈક્યાશીમા સ્થિતિસ્થાન સુધીનાં સ્થિતિસ્થાનોની જ ઉદ્વર્તન થાય છે.
દશ હજાર સમય પ્રમાણ સ્થિતિથી પાંચ સમય અધિક સ્થિતિબંધ થાય ત્યાં સુધી માત્ર નિક્ષેપનાં વિષયભૂત સ્થિતિસ્થાનો વધે છે તેથી એક સમયાધિક, બે સમયાધિક, એમ એક-એક સમયની વૃદ્ધિએ પાંચ સમયાધિક દશ હજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યાં સુધી નવ હજાર નવસો ઈક્યાશીમા સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થાય ત્યારે તેનાં દલિકોનો નવ સમય પ્રમાણ અતીત્થાપના રૂપ આવલિકાની ઉપર નવ હજાર નવસો અઠ્ઠાણુથી ચાર, પાંચ, યાવતુ એક-એક સમય અધિક કરતાં આઠ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે.
વ્યાઘાત સ્થિતિ ઉદ્વર્તન : જ્યારે છ સમયાધિક દશ હજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે પૂર્વબદ્ધ સત્તાગત નવ હજાર નવસો નેવ્યાસીથી દશ હજારમાં સ્થિતિસ્થાન સુધીનાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની પણ ઉદ્વર્તન થાય છે અને તે વખતે જઘન્ય અતીત્થાપના અને જઘન્ય નિક્ષેપ એમ બન્ને આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સ્થિતિસ્થાનો પ્રમાણ હોય છે. અને તે અસત્કલ્પનાએ ત્રણ ત્રણ હોય છે. અને તે વખતથી જ વ્યાઘાત ઉદ્વર્તના શરૂ થાય છે.
દશ હજારમાં સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થાય ત્યારે દશ હજાર ઉપરનાં ત્રણ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના દશ હજાર ચાર પાંચ અને છ સમય રૂપ ત્રણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. સાત સમય અધિક દશ હજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે દશ હજારમાં સ્થિતિસ્થાનનાં દલિકોની તેની ઉપરના ચાર સમય છોડી દશ હજાર પાંચથી સાત સુધીના ત્રણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે.