Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદ્વર્તના અપવર્તનાકરણ સારસંગ્રહ
૪૭૫
અસંખ્યાતમા ભાગ જેટલાં સ્થિતિસ્થાનો છોડી શેષ પૂર્વ બદ્ધ સત્તાગત બધાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની ઉદ્વર્તન થાય છે. અર્થાત પૂર્વબદ્ધ સત્તાગત ગમે તેટલી સ્થિતિ હોય તો પણ તેનાથી ઓછો અગર તેની સમાન નવીન સ્થિતિબંધ થાય ત્યારે બધ્યમાન સ્થિતિ કરતાં બંધાવલિકા, ઉદયાવલિકા અને અંતિમ આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક એક આવલિકા પ્રમાણ તેમજ બધ્યમાન પ્રકૃતિની અબાધાની અંદરના છેલ્લા આવલિકાના અસંખ્યાતમાં ભાગ સહિત એક આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો વર્જી શેષ સર્વ સ્થિતિસ્થાનોની ઉદ્વર્તન થાય છે. તેથી તેટલી સ્થિતિઓ ઉદ્વર્તનાને યોગ્ય છે.
પરંતુ બધ્યમાન પ્રકૃતિના અબાધાસ્થાનમાં રહેલ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિસ્થાનોનાં દલિકોને બધ્યમાન લતાના અબાધાસ્થાનનાં ઉપરનાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરી શકાતો નથી. તેથી અબાધાગત સ્થિતિસ્થાનો ઉત્કૃષ્ટ અતિસ્થાપના કહેવાય છે. અર્થાત્ તેટલાં સ્થિતિસ્થાનોની ઉદ્વર્તના થતી નથી, પરંતુ બધ્યમાન પ્રકૃતિના અબાધાસ્થાનમાં રહેલ પૂર્વબદ્ધ સત્તાગત ઉદયાવલિકાની ઉપરનાં સ્થિતિસ્થાનોનાં દલિકોને તે જ અબાધાના ચરમસ્થિતિસ્થાન સુધીનાં દલિકોની સાથે ભોગવવા યોગ્ય બનાવી શકે છે તેથી ઉદયાવલિકાની ઉપરના બધ્યમાન લતાના અબાધાસ્થાનમાં રહેલ સ્થિતિસ્થાનો સર્વથા ઉદ્વર્તનાને અયોગ્ય છે એમ નથી.
આ હકીકત બરાબર યાદ રાખવી, તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ અબાધાપ્રમાણ, મધ્યમ સ્થિતિબંધ થાય ત્યારે મધ્યમ અબાધા પ્રમાણ અને જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે અંતર્મુહૂર્ત-જઘન્ય અબાધા પ્રમાણ જઘન્ય અતિસ્થાપના અર્થાત્ ઉદ્વર્તનને અયોગ્ય સ્થિતિસ્થાનો હોય છે અને તેથી પણ જઘન્ય આવલિકા પ્રમાણ ઉદ્વર્તનાને અયોગ્ય સ્થિતિસ્થાનો રૂપ જઘન્ય અતીત્થાપના હોય છે. જ્યારે વ્યાઘાત સ્થિતિ ઉદ્વર્તનામાં તો આવલિકાથી પણ સમયસમય ન્યૂન યાવત્ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલી જઘન્ય અતીત્થાપના હોય છે.
બંધાવલિકા અને ઉદયાવલિકામાં કોઈપણ કરણ લાગતું નથી માટે પ્રથમ બે આવલિકાનું વર્જન કરેલ છે. અને જે સ્થિતિસ્થાનમાંથી દલિકોની ઉદ્વર્તન કરે છે તે દલિકોને તેનાં ઉપરનાં સ્થિતિસ્થાનોથી એક આવલિકાગત સમય પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી તેની ઉપરના ઓછામાં ઓછા આવેલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાતમા સ્થિતિસ્થાનોમાં નાખે છે, અર્થાત તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે. તેથી જ આવલિકાના અસંખ્યાતમા ભાગે અધિક એક આવલિકા પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનોનું વર્જન કરવામાં આવેલ છે. '
" જે સ્થિતિસ્થાનનાં દલિતોને ઉપાડી જેટલાં સ્થિતિસ્થાનોમાં નાખવામાં આવે છે અર્થાત જેટલાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે તે સઘળાં સ્થિતિસ્થાનો નિક્ષેપના વિષયભૂત ગણાય છે. તેથી જેટલો નવો સ્થિતિબંધ થાય તેના ચરમ સ્થિતિસ્થાનના સમાન પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિસ્થાનથી આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક એક આવલિકાના સમય પ્રમાણ સ્થિતિસ્થાનોની ઉદ્ધના થતી જ નથી. પરંતુ તેની નીચેના સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થાય છે. અને જ્યારે તેમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની ઉર્જના કરે