Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
પ્રશ્ન—૧૮. મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિઓના પતદ્મહમાં નારકની જેમ દેવતાઓને નામકર્મની ૯૬ પ્રકૃતિઓનો સંક્રમ કેમ ન હોય ?
૪૪૨
ઉત્તર—દેવોને જનનામની સત્તા ચોથે ગુણઠાણે જ હોય છે. અને સમ્યગ્દષ્ટિને જિનનામની સત્તા હોય ત્યારે તેનો બંધ પણ અવશ્ય થતો હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો બંધ થતો નથી. પરંતુ પ્રથમ નરકાયુષ્ય બાંધી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પામી જિનનામકર્મનો બંધ કરેલ મનુષ્ય મિથ્યાત્વી થઈને જ નરકમાં જાય છે. અને તે મિથ્યાત્વી નારકને અપર્યાપ્તાવસ્થામાં જિનનામ સત્તામાં હોવા છતાં તેના બંધનો અભાવ હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના પતદ્રુહમાં અંતર્મુહૂર્ત સુધી ૯૬ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે.
પ્રશ્ન—૧૯. સમ્યક્ત્વી જીવને મોહનીયાદિ કર્મની ૭૦ કોડાકોડી સાગરોપમ વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય ? જો હોય તો કઈ રીતે અને કેટલા કાળ સુધી હોય.
ઉત્તર—સમ્યક્ત્વીને સિદ્ધાંતના મતે અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિસત્તા ન જ હોય, પરંતુ કાર્યગ્રંથિક મતે ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વી થઈ પુનઃ મિથ્યાત્વ ગુણઠાણે આવે ત્યારે અતિસંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ થાય છે. તથા મિથ્યાત્વી જીવ ત્રણ કરણ કરી પુનઃ સમ્યક્ત્વી થાય તેને અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે કોઈ કર્મની સ્થિતિસત્તા હોતી નથી, પરંતુ જે મિથ્યાત્વી ત્રણ ક૨ણ કર્યા વિના સમ્યક્ત્વ પામે છે તે સમ્યક્ત્વીને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા હોઈ શકે છે. પણ અંતર્મુહૂર્ત સુધી જ, કારણ કે ત્યાર પછી તુરત જ અપવર્તના કરણ દ્વારા ઘટી જવાથી સ્થિતસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થઈ જાય છે.
પ્રશ્ન—૨૦. અપવર્તના આશ્રયી જઘન્ય સ્થિતિ સંક્રમ કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓનો
થાય ?
ઉત્તર—જ્ઞાનાવરણીય ૫. દર્શનાવરણીય ૬. વેદનીય ૨. સમ્યક્ત્વમોહનીય સંજ્વલન લોભ, આયુષ્ય ૪. સ્થાવરાદિ ૧૩ વિના નામકર્મની ૯૦. ગોત્રની ૨ અને અંતરાયની ૫. એમ કુલ ૧૧૬ પ્રકૃતિઓનો અપવર્તના આશ્રયી જઘન્ય સ્થિતિ સંક્રમ થાય છે.
પ્રશ્ન—૨૧. સંક્રમણ-કરણમાં અન્ય પ્રકૃતિ નયન સંક્રમની પ્રધાનતા હોવા છતાં ૧૧૬ પ્રકૃતિઓનો અપવર્ઝના આશ્રયી જઘન્ય સ્થિતિ સંક્રમ શા માટે કહ્યો ?
ઉત્તર—૧૧૬ પ્રકૃતિઓનો અપવર્તના જઘન્ય સ્થિતિ સંક્રમ કરતાં અન્ય પ્રકૃતિનયન જઘન્ય સ્થિતિસંક્રમ ઘણો વધારે હોય છે. માટે અપવર્તના આશ્રયી જઘન્ય સ્થિતિ સંક્રમ કહ્યો છે. પ્રશ્ન—૨૨. એવી કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓ છે કે જેમનો જઘન્ય સ્થિતસંક્રમ એક સમયપ્રમાણ થાય છે ?
ઉત્તર—જ્ઞાનાવરણીય ૫. દર્શનાવરણીય ૬. અંતરાય પાંચ, આયુષ્ય ચાર, સમ્યક્ત્વ મોહનીય તથા સંવનલોભ એમ ૨૨ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ એક સમય પ્રમાણ થાય છે.
પ્રશ્ન—૨૩. વ્યાઘાત અપવર્તના, સ્થિતિઘાત તથા રસઘાત આ ત્રણે સમ્યક્ત્વાદિ