Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદ્ધત્ત્વના અને અપવર્તનાકરણ
૪૫૯
તેના ઉપરના સ્થાનથી સમયાધિક આવલિકાનો અસંખ્યાતમો ભાગ ઓળંગી છેલ્લા આવલિકાના અસંખ્યાતમા ભાગમાં નાખે છે. અહીં નિક્ષેપનાં સ્થાનકો તો તેટલાં જ રહેવાનાં, માત્ર અતીત્થાપના સમય પ્રમાણ વધી.
એ પ્રમાણે નવીન કર્મનો બંધ સમયાદિ વધતાં અતીત્થાપના વધે. અને તે ત્યાં સુધી વધે કે એક આવલિકા પૂર્ણ થાય. જ્યાં સુધી અતીત્થાપનાની આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી નિક્ષેપ આવલિકાનો અસંખ્યાતમો ભાગ જ રહે. જેમ કે સત્તાગત સ્થિતિથી અસંખ્યાતમા ભાગાધિક આવલિકા અધિક અભિનવ સ્થિતિનો બંધ થાય ત્યારે સત્તાગત સ્થિતિમાંહેના ચરમસ્થાનકનાં દલિકોનો તેના ઉપરના સ્થાનકથી પૂર્ણ એક આવલિકા ઓળંગી ઉપરના છેલ્લા આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં નિક્ષેપ કરે. આ વખતે પૂરી એક આવલિકા અતીત્થાપના અને આવલિકાના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ નિક્ષેપના સ્થાનકો છે. ત્યારબાદ જેમ સત્તાગત સ્થિતિથી અભિનવ કર્મનો સ્થિતિબંધ વધતો જાય તેમ નિક્ષેપમાં વૃદ્ધિ થતી જાય છે. અતીત્થાપના એક આવલિકા જ કાયમ રહે છે. ૬ ઉપર કહેલ અર્થને સૂત્રકાર પોતે જ આ બે ગાથા દ્વારા કહે છે –
आवलिदोसंखंसा जइ वड्ढइ अहिणवो उ ठिइबंधो । उव्वट्टति तो चरिमा एवं जावलि अइत्थवणा ॥७॥ अइत्थावणालियाए पुण्णाए वड्ढइत्ति निक्खेवो । ठितिउव्वट्टणमेवं एत्तो ओव्वट्टणं वोच्छं ॥८॥ आवल्या द्वावसंख्येयांशौ यदि वर्धते अभिनवस्तु स्थितिबन्धः । उद्वर्त्तयति ततः चरमामेवं यावदावलिरतिस्थापना ॥७॥
अतिस्थापनावलिकायां पूण्र्णायां वर्धते इति निक्षेपः । -स्थित्युद्वर्त्तनमेवं इतोऽपवर्त्तनं वक्ष्ये ॥८॥
અર્થ–સત્તાગત સ્થિતિથી અભિનવ સ્થિતિબંધ જ્યારે આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ વધે થાય ત્યારે સત્તાગત સ્થિતિમાંહેની ચરમ સ્થિતિની ઉદ્વર્તન કરે છે. (આ વખતે આવલિકાનો પહેલો અસંખ્યાતમો ભાગ અતીત્થાપના અને બીજો અસંખ્યાતમાં ભાગ | નિક્ષેપ છે. ત્યારબાદ સમયાદિ સ્થિતિબંધની વૃદ્ધિએ) એક આવલિકા પૂર્ણ થતાં સુધી અતીત્થાપના વધે છે. (૭) અતીત્થાપનાવલિકા પૂર્ણ થતાં નિક્ષેપ વધે છે. આ પ્રમાણે સ્થિતિની ઉર્જાના થાય છે. હવે પછી સ્થિતિની અપવર્નના કહેવામાં આવશે. (૮)
ટીકાનું–જ્યારે સત્તામાં રહેલ સ્થિતિની અપેક્ષાએ અભિનવ-નવીન સ્થિતિબંધ આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ અધિક થાય છે, ત્યારે સત્તામાં રહેલ સ્થિતિમાંહેની ચરમ સ્થિતિ-સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે છે. ઉદ્વર્તન કરીને તે ચરમ સ્થિતિસ્થાનકના દલિકને આવલિકાનો પહેલો અસંખ્યાતમો ભાગ ઓળંગી બીજા અસંખ્યાતમા ભાગમાં નાખે છે. (સત્તાગત સ્થિતિના ચરમ સમયે ફળ આપવા નિયત થયેલા દલિકને ત્યાર પછીથી આવલિકાનો